Showing posts with label ધો - ૬ થી ૮. Show all posts
Showing posts with label ધો - ૬ થી ૮. Show all posts
Tuesday, November 9, 2021
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ...ગુજરાતનું ગૌરવ
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ...
કચ્છના અબડાસા તાલુકાનું સાંધો ગામ. પિતાની જન્મભૂમિ! જ્યાં પ્લેગ ફેલાયો હતો ત્યારે એક પરિવારના તેરમાંથી અગિયાર માણસોને પ્લેગ ભરખી ગયો. નાના બાળકને લઈને એક સ્ત્રી પહેરે લુગડે મુંબઈ ભાગી. તેની પરવરીશ કરી મુંબઈ વસતા કચ્છીઓએ. સ્ત્રીનું નામ તો ક્યાંથી લખાય? પણ પેલું બાળક મોટું થયું અને તે દીકરાનું નામ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે નોંધાયું. એ સમય વીસમી સદીના શરૂના દોઢ બે દસકનો. સિરામિકના કોર્સ સૌ પહેલા શરુ થયેલા તેમાં પહેલો વિદ્યાર્થી સિદ્દીકભાઈ અબ્બાસભાઈ.
સિદ્દીકભાઈના પત્નીનું નામ હસીનાબેન. સૌ એને નાનીબેન કહે. આ દંપતીના પરિવારમાં ચાર સંતાનો. અમીનાબહેન, છોટુભાઈ, કરીમભાઈ અને શાહબુદ્દીન. આખું કુટુંબ પછી તો મુંબઈ છોડી થાન આવ્યું. થાનમાં ૧૯૧૩માં પોટરી શરુ થયેલી. ૧૯૩૪ સુધી સોહરાબ દલાલ નામના પારસી શેઠે પોટરી ચલાવી. પછી પરશુરામ શેઠે પોટરી લીધી.
થાનગઢમાં બહાર બનેલું પહેલું મકાન "સિદ્દીક મંઝિલ" ત્યાં જીવન શરુ થયું. લેટ્રીન ઘરમાં હોય તેવો કોઈને ખ્યાલ જ નહિ. માંદા હોય તે જ ઘરમાં જાય. બાકી બધા તો તળાવે જ જાય. અહીંના બાળકો હાલતાં શીખે હારોહાર તરતા શીખે!! ગામમાં બે તળાવ. શાહબુદ્દીન માટે ખાવું, પીવું, ને લહેર કરવી એ બાળપણ. જીવનનો મોટો આનંદ એ તરવું. ઘટાટોપ રાણનું ઝાડ જે આજે પણ છે. ઘેઘુર બે પીપળા હતા. એમાંનો એક પીપળો ગયો ત્યારે આખા ગામે શોક પાળેલો!!!
મિત્રો અનેક!! પરશુરામનગરમાં મિત્રો અને વર્ગના મિત્રો. સુરેશ, આનંદ, રમણીક ત્રિવેદી. દેશનો પહેલો કમ્પ્યુટર નિષ્ણાત સરેશ વિષ્ણુ દેવધર ને હાલ લોસ એન્જેલસમાં ઈજનેર છે તે રમણીક. તો નટુ, વનેચંદ, રતિલાલ, પ્રાણલાલ, જશવંત, સુલેમાન.... ભણવામાં બધા આગળ પાછળ પણ ધીંગામસ્તી ને મોજમજામાં ભેગા. શાહબુદ્દીન હોશિયાર નહિ, પણ નાપાસ ન થાય તેવો એવરેજ! ભણવા કરતા ભાઈબંધોને ભેગા થવાનું મહાતમ વધુ. ઓઝા સાહેબ ગણિતના દાખલ લખતા હોય ને તળાવ પરથી ઠંડો પવન આવતો હોય તો શાહબુદ્દીન ચડે ઝોલે, ને નસકોરા બોલે એવું ઊંઘે!! મહીપતરામ જોશી ડ્રોઈંગ ટીચર પણ ગુજરાતી વધુ સારું ભણાવતા!
શાહબુદ્દીનને જીવનમાં વ્યથા કોને કહેવાય, મિત્રોથી જુદા પાડવાનું દુઃખ કોને કહેવાય એ ખબર પડી જ્યારે ભણવા માટે થાન છોડ્યું ત્યારે! દસ રૂપિયા ઉછીના ખિસ્સામાં લઇ વગર ટિકિટે ભાવનગર જવા રાતની કીર્તિ (એક્સપ્રેસ)માં બેઠા ત્યારે મિત્રોની યાદે આંખ ભીની કરાવેલી. લોજમાં ત્રીસ રૂપિયામાં બે ટાઈમનું જમવાનું માસિક બિલ ને ભાઈનું બજેટ બધું થઈને મહિનાનું ૨૦ રૂપિયા!! લાંઘણ ખેંચ્યા!! આવી જ તંગી એફ. વાય. ની ફી ભરતી વખતે! ભાઈબંધોએ ભેગા થઈને પરશુરામનગરના ઘરના બારીબારણાં રંગાવાનું કામ લીધું, સાંજ પડે સૌ થાકીને લોથ, કેટલાક તો રોઈ પડતા !! રૂપિયા ૧૩૫ મળ્યા તેમાંથી એફ. વાય.ની ફી ભરીને ચોપડા ખરીદ્યા.
થાનમાં તો કોઈ થોડું ભણે ને લાગે નોકરીએ પરશુરામ પોટરીમાં. શાહબુદ્દીન પણ આમ કરી શકત પણ એક ગાંઠ વાળેલી કે પોટરીમાં નોકરી નહિ કરું! કારણ બહુ સ્પર્શી જાય એવું હતું. પિતાજીએ એકવાર નોકરી છોડ્યા બાદ ફરી અરજી કરી ત્યારે એમને પોટરીએ નોકરી ન આપી, એટલે શાહબુદ્દીને મનમાં ગાંઠ વળી કે મારે આ પોટરીમાં તો ન જ જોડાવું. જીવનનો આ વળાંક આજે સફળતાનાં શિખર સુધી લઇ ગયો છે. એફ. વાય. પછી ચોટીલા થી ૬ ગામ દૂર કાબરણ નામનું ગામ. ત્યાં સિત્તેર રૂપિયા પગારથી પ્રાથમિક શિક્ષક થયા. થોડી બચત થઈ એટલે નોકરી છોડી દીધી. બચતમાંથી ઇન્ટરના પુસ્તકો ખરીદ્યા અને ઇન્ટર પાસ કર્યું.
આખરે ૦૧-૦૨-૧૯૫૮ના રોજ જ્યાંથી ભણ્યા હતા એજ શાળામાં શિક્ષક થયા. નિમણૂંકપત્ર આપતા બી.ટી.રાણા સાહેબે કહેલું કે, "તારા પિતાએ મને નોકરી આપી હતી, ને હું તને નોકરી આપું છું." (પિતાના અવસાન બાદ આવી ખેલદિલી કોણ બતાવે છે?? આજના કળિયુગમાં એ જેના પર વીતી હશે એ ચોક્કસ સમજી શકશે!!) પછી તો ઈતિહાસ અને પોલિટિક્સમાં બી.એ. કર્યું. પ્રાધ્યાપક ઉપેન્દ્ર પંડ્યા અને મનસુખલાલ ઝવેરીના અવાજ હજુ કાનમાં ગુંજે છે. શિક્ષક તરીકે એટલું જ આવડે કે તન્મય થઈને ભણાવવાનું, મેથડની કંઈ ખબર ના પડે. એવું રસપ્રદ ભણાવે કે પિરિયડ ક્યાં પૂરો થાય તેની ખબર ન વિદ્યાર્થીને થવી જોઈએ કે ન આપણને. જે વિષય આપે તે બધા જ ભણાવવાના. ગણિત અને ચિત્ર પણ ! છોકરાંવની સાથે જ ચિત્રની એલિમેન્ટરી અને ઈન્ટરમિડિયેટની પરીક્ષા ય પાસ કરી. તે સમયમાં લીમડીમાં બે શિક્ષકો સ્પેશિયલ કેસમાં આચાર્ય થયા. એક મહિપતસિંહ ઝાલા, અને બીજા શાહબુદ્દીન રાઠોડ!!
બી.એડ તો કર્યું છેક ૧૯૬૯માં રાજકોટની પી.ડી. માલવિયા કોલેજમાંથી. ત્યાં એચ. વી. શાહ સાહેબ કહેતા, "શિક્ષક મેથડને અનુસરતા નથી, મેથડ શિક્ષકને અનુસરે છે." ડો. મનુભાઈ ત્રિવેદી કહેતા, "અંગ્રેજીમાં પાઠ તરીકે નાટક કોઈ લેતું નથી." શાહબુદ્દીનભાઈએ અંગ્રેજીમાં એકાંકી લખ્યું અને ભજવ્યું પણ ખરું. એ જ વર્ષમાં "શિક્ષકનું સર્જન" અને "ઈન્સાનિયત" પણ લખ્યા. સ્ટેજ સાથે નાતો ઘણો જૂનો, નાનપણમાં "બાપુનો ડાયરો" અને ૧૯૫૬માં પ્રેમશંકર યાજ્ઞિકનું નાટક "રખેવાળ" ભજવેલું. પરશુરામનગરમાં મોટું સ્ટેજ હતું. બાસઠ વર્ષ ત્યાં ગણેશ ઉત્સવ ઉજવાયો. થાન-મોરબી-વાંકાનેરમાં કાર્યક્રમો થાય. ૧૯૫૭માં "સૈનિક" ભજવ્યું. તેમાં વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર સુલેમાન પટેલે ડાન્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું. સ્ત્રી પાત્ર વગરના નાટકો લખ્યા અને ભજવ્યા. "વનેચંદ ભણતો ત્યારે કંઈ યાદ ન રહે પણ નાટકમાં મારા ડાયલોગ કડકડાટ મોઢે રાખે!!" -- શાહબુદ્દીનભાઈ જીવનની રુડી વાતો આ રીતે વાગોળે છે.
તેર વર્ષ શિક્ષક અને પચ્ચીસ વર્ષ આચાર્ય તરીકે ભરપૂર જીવી જાણનાર શાહબુદ્દીન રાઠોડ જીવનનું પરમ સત્ય કહે છે:
"જેમની સંસારમાં વસમી સફર હોતી નથી,
એમને શું છે જગત, તેની ખબર હોતી નથી."
સીક્સ્થમાં પાસ હોય તેને દસ રૂપિયાની સ્કોલરશીપ મળતી. આ સહાયનો ચાલીસ રૂપિયાનો મનીઓર્ડર આવ્યો ત્યારે એસ.એસ.સી.નું ફોર્મ ભરી શકનાર આ કરુણાનો માણસ આજે પણ કેટલાય વિદ્યાર્થીઓની ફી ભરે છે. પોતાની શાળાનો વિદ્યાર્થી વૉલીબૉલના ખેલાડી તરીકે એક ટુર્નામેન્ટમાં બહાર રમવા ગયો હતો. ને અચાનક એને લોહીની ઉલ્ટીઓ થવી શરુ થઇ ગઈ. આયોજકો મૂંઝવણમાં હતા અને એના પિતાજીને અને ઘરવાળાઓને જાણ કરવાનું વિચાર કરતા હતા. ત્યાં પેલો છોકરો બોલ્યો, "મારા આચાર્ય શ્રી શાહબુદ્દીન રાઠોડને જાણ કરો એ બધું જ ગોઠવી લેશે!!" શિક્ષક્ત્વની આ ઊંચાઈ છે!! થાનમાં ચોપન વર્ષ નવરાત્રી મહોત્સવનું સઘળું આયોજન કર્યું. સાહિત્ય-શિક્ષણ-સમાજના ધુરંધરો આવ્યા. એક કલાક રામચરિતમાનસ અને પછી ગરબાની રમઝટ.
શાહબુદ્દીનભાઈનું નામ પડે ને હોઠ મલકે! "વનેચંદનો વરઘોડો" સાંભરે જ, "નટુ અને વિઠ્ઠલ" નજર સામે તરે. આ એમની શ્રોતા વર્ગ સાથેની સીધી જ કનેક્ટિવિટીની ઉપલબ્ધી અથવા તો બ્રાન્ડ્સ છે!! ૧૯-૧૧-૧૯૬૯માં લીમડીમાં પહેલવહેલો કાર્યક્રમ, ને પછી બાવીસથી વધુ દેશમાં એમણે કાર્યક્રમો આપ્યા, ૧૯૮૦માં એન્ટવર્પથી વિદેશયાત્રા આરંભી. હજુય થોડી નાદુરસ્ત તબિયત હોવા છતાં એ યાત્રા અવિરત છે. પોતે પસંદગી કરીને વસાવેલા ૧૦,૦૦૦ થી પણ વધુ પુસ્તકો પોતાની સ્કૂલ લાયબ્રેરીમાં છે. પુસ્તકોને પુંઠા ચઢાવતા ને ગોઠવતા એમાંથી વાંચનની ટેવ પડી છે, જેણે જીવનને ઊંડાણ બક્ષ્યું. ચિંતન-મર્મ-અધ્યાત્મથી ભરપૂર હાસ્ય. શાહબુદ્દીનભાઈ ગર્વથી કહી શકે છે, "શિક્ષણથી મેં હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી મેં શિક્ષણને હળવું બનાવ્યું છે. મારા માટે હાસ્ય જીવનનું સાધ્ય છે અને તેથી સ્વમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ કક્ષાથી નીચે ન ઉતરવું -- એ સિદ્ધાંત મેં પાળ્યો છે."
સાંસ્કૃતિક વાતો એમની શૈલીનું મુખ્ય આકર્ષણ બની રહી છે અને સંસ્કૃતિનો અવિરત પ્રવાહ એમની શૈલીમાંથી નીતરતો રહ્યો છે.
એમના કોઈ પણ કાર્યક્રમમાં નાના ભૂલકાઓ પણ જેવું શાહબુદ્દીનભાઈ બોલવાનું શરુ કરે એટલે સ્વયંભૂ ટપોટપ બેસીને શાંતિ અને શિસ્તથી ધ્યાનસ્થ થઇ સાંભળે! આ એમની ધ્યાનાકર્ષક વાણીછટા રહી છે.
૧૯૭૧માં મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં લોકડાયરો હતો, પ્રેક્ષકોમાં કલ્યાણજીભાઈ, સી. ટી. ચૂડગર, સવિતાદીદી અને બાબુલાલ મેઘજી શાહ જેવા માણસો તથા સ્ટેજ ઉપર લાખાભાઈ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દીવાળીબેન ભીલ, નાનજીભાઈ મીસ્ત્રી અને હાજી રમકડુ જેવા કલાકારો સાથે શાહબુદ્દીન રાઠોડ પણ હતા, અગત્યની વાત એ હતી કે શાહબુદ્દીન રાઠોડનાં ભાવિ સસરા પોતાની પુત્રી સાથે મુરતિયાને જોવા તથા સાંભળવા માટે ઓડીયન્સમાં બેઠા હતા, આવા માહોલમાં શાહબુદ્દીન રાઠોડને મુંબઈમાં પોતાનો પ્રથમ કાર્યક્રમ આપવાનો હતો!!
કલાકારનાં મનમાં ખુબ મથામણ હતી કે સૌરાષ્ટ્રમાં તો છેલ્લા બે વરસથી લોકો સાંભળે છે પણ મુંબઈમાં મારી દેશી ભાષા અને ગામઠી વાતો ચાલશે કે નહી ? ત્યાં નામ જાહેર થયુ ને ‘વનેચંદનો વરઘોડો’ શરૂ થયો, લોકો ઉલળી-ઉલળીને હસવા લાગ્યા, પ્રેક્ષકોમાં એક યુવાન તો એટલો બધો ખુશ થાય કે ઉભો થઈને તાલીઓ વગાડી દાદ આપે, આ યુવાનનું નામ રમેશ મહેતા, આ શાહબુદ્દીન રાઠોડ અને રમેશ મહેતાની પ્રથમ મુલાકાત. ૧૯૭૧નાં આ કાર્યક્રમથી શાહબુદ્દીન રાઠોડને સાબીરાબેન જેવી પત્ની મળી, રમેશ મહેતા જેવો મિત્ર મળ્યો અને જગતને શાહબુદ્દીન રાઠોડ જેવો કલાકાર મળ્યો.
શાહબુદ્દીનભાઈ ફેલ્ટ/હેટ પહેરવાના શોખીન છે, હસતા હસતા કહે, "એમાં બે લાભ છે, વટ તો પડે જ પણ મોટી થતી ટાલ સંતાડી પણ શકાય!" માત્ર પેન્સિલથી, એક માત્ર રંગથી, એક્રેલીકથી, સુંદર ચિત્રો દોરવા તે તેમનો અંગત શોખ છે. જીવનની સુંદર ક્ષણોની અભિવ્યક્તિ એ ચિત્ર છે. તેથી નિજી મૂડમાં હું પીંછી પકડું છું.
અને છેલ્લે, સંસ્કૃતિનો પરિચય આપતું વ્યક્તિત્વ:
"શાળામાંથી નિવૃત્તિ સમયે વસવસો રહેતો હતો કે ડોનેશન ભેગું કરી મારા થાનમાં ગર્લ્સ હાઈસ્કૂલનું મકાન તો બનાવી શક્યો, પણ બે વર્ગોમાં દીકરીઓ માટે નવી બેન્ચ ન અપાવી શક્યો!!" હળવદના સોનલ રાવલ દુબઈ છે, એમનો ફોન આવ્યો કે કાર્યક્રમ આપવા આવો તો કહેવાઈ ગયું કે "બાવન હજાર ડોનેશન આપો તો આવું!!" દુબઈથી આવી સ્કૂલે બે ખટારામાં નવી બેન્ચ મોકલી ત્યારે આઠમા ધોરણની દીકરીયું હર્ષોલ્લાસ કરતી ખટારામાં ચડી જે હોંશથી બેન્ચ ઉતારવા લડી કે ના પૂછો વાત. જીવનમાં એટલો સંતોષ ક્યારેય નથી મળ્યો અને હવે જોતો ય નથી." આટલું બોલ્યા પછી એ દિવસે શાહબુદ્દીન રાઠોડ વધુ કંઈ ન બોલી શકયા. અને મારી કલમ પણ હવે વધુ કંઈ એમના વિષે લખી નહિ શકે...!! એ પણ એની હદ જાણે જ છે અને આવી મહાન હસ્તી સામે શાંતિથી મારા ખિસ્સામાં સરી જાય એમાંજ એની ભલાઈ છે!
(પુસ્તક:"મુઠ્ઠી ઉંચેરા ૧૦૦ માનવરત્નો")
લેખકઃ ડૉ. કાર્તિક શાહ
સંકલિત.
https://www.mavjibhai.com/gadya/156_padmashri.htm
🍁
Wednesday, June 3, 2020
ગુજરાતી, ધોરણ. 7.પ્રથમસત્ર . એકમ 1.મેળામાં...
ગુજરાતી, ધોરણ. 7.પ્રથમસત્ર . એકમ 1.મેળામાં...
ડાઉનલોડ કરો.
ડાઉનલોડ કરો.
Thursday, May 21, 2020
આધુનિક ભારતના પિતા 'રાજા મોહનરાય'ની જન્મજયંતિએ ચાલો જાણીએ
🙏👏🙏આજે (22 મે) આધુનિક ભારતના પિતા 'રાજા મોહનરાય'ની જન્મજયંતિએ ચાલો જાણીએ ....👏🙏
🩸🥏રાજારામ મોહનરાય🥏🩸
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
👉જન્મ :-22 મે 1772
👉જન્મસ્થળ:-બંગાળ ->હુગલી (રાધાનગર)
👉મૃત્યુ :-27 સપ્ટેમ્બર 1833
👉ઉપનામ :-આધુનિક ભારતના આધસુધારક,નવા યુગના અગ્રદુત,આધુનિક જયોતિધર
👉માતા -પિતા :-તારીની દેવી/રમાકાંત
✅✅જીવન ઝરમર ✅✅
👉રાજારામ નાનપણથી જ ખૂબ બુદ્ધિશાળી હતા
👉તેઓ એક સમાજસુધારક હતા
👉તેમને 1796 માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કલાર્ક તરીકે નોકરી કરતાં હતાં
👉રાજારામ મોહનરાયે અભ્યાસ જીવન દરમિયાન 11 ભાષા શીખી હતી
👉તેમને કોલકાતામાં 'ડેવિડ હાયરની'મદદથી 'હિન્દુ કોલેજની સ્થાપના કરી જે પાછળથી 'પ્રેસિડેન્સી કૉલેજ તરીકે ઓળખ હતી
👉તેના મોટા ભાઇનું 1811 માં અવસાન થતાં ભાભી પણ સતી થયાં આ ઘટના રાજા મહોનરાયને ખૂબ અસર કરી તેમને સતીપ્રથા નાબુદી માટે વિરોધ કર્યો અંતે 4 ડીસેમ્બર1829 અંગ્રેજ ગવર્નર 'વિલિયમ બેન્ટિકે 'સતીપ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડયો
👉રાજારામે 1814 માં 'આત્મીય સભાની'સ્થાપના કરી
👉આ ઉપરાંત તેમને 1819 માં કોલકાતામાં 'એકતાવાદી સભાની'સ્થાપના કરી
👉ઇ.સ.1804 માં ફારસી ભાષામાં 'તુહફત-એ-મુઝહિંદન'નામનો ગ્રંથ લખ્યો હતો
👉રાજારામ નું વિધાન" ધર્મશાસ્ત્રોમાં કયાંય પણ સતિપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી "
👉તેમને સમાજસુધારક માટે 1821 માં બંગાળીમાં (સંવાદકૌમુદી )અને 1822 માં ફારસીમાં (મિરાત-ઉલ-અખબાર) શરૂ કર્યા
👉કોલકાતામાં 'હિન્દુ કોલેજની સ્થાપના કરી
👉વિજીતકુમાર દતે તેનું લઘુ જીવનચરિત્રમાં લખ્યું છે કે',રાજરામ ચાલીસ કેરીનો નાસ્તો કરતાં તથા 50 લીલા નાળિયેરનું પાણી પી જતાં તોય તરસ્યા રેહતા તેઓ એક ટંકે 12 લિટર દુધ અને 4 કિલો માંસ ખાતા તોય અને આશરે સવા બસો વર્ષ પેહલા 80 વિઘા જમીન હોવા છતાં સમાજસુધારક અને સમાજ સેવાનું કાર્ય કરતાં હતા
👉દિલ્હી મુગલ બાદશાહ અકબર-2 તેમને 'રાજા 'ની ઉપાધિ આપી હતી
👉મુગલ બાદશાહએ રાજારામને પોતાના જાગીરના કેચ માટે ઇગ્લેન્ડ મોકલ્યા હતાં જયાં બ્રિસ્ટલ ખાતે 1833 માં આ દુનિયા છોડી જતાં રહ્યા
👉બિસ્ટોલ ખાતે રાજારામ મોહનરાયની પ્રતિમા આવેલી છે
☆બ્રાહ્મોસમાજ સંસ્થા ☆
•સ્થાપના :-1828
•સ્થળ :-કોલકાતા
•પત્રિકા :-તત્વબોધીની
•ઉદેશ:-ઉદારતાવાદ અને આધુનિકરણ વાતાવરણનો હતો
👉હિંદમાં ધર્મના જડ અને અંધવિશ્વાસવાળા વિચારો દુર કર્યા
✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ
🔹Join our what's up group👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/D5dBOmf2Jt9GJxtOPBSq0n
➖➖➖➖➖➖➖➖➖
🕯️Apexa Gyan🔑🕯️
🩸🥏રાજારામ મોહનરાય🥏🩸
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
👉જન્મ :-22 મે 1772
👉જન્મસ્થળ:-બંગાળ ->હુગલી (રાધાનગર)
👉મૃત્યુ :-27 સપ્ટેમ્બર 1833
👉ઉપનામ :-આધુનિક ભારતના આધસુધારક,નવા યુગના અગ્રદુત,આધુનિક જયોતિધર
👉માતા -પિતા :-તારીની દેવી/રમાકાંત
✅✅જીવન ઝરમર ✅✅
👉રાજારામ નાનપણથી જ ખૂબ બુદ્ધિશાળી હતા
👉તેઓ એક સમાજસુધારક હતા
👉તેમને 1796 માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કલાર્ક તરીકે નોકરી કરતાં હતાં
👉રાજારામ મોહનરાયે અભ્યાસ જીવન દરમિયાન 11 ભાષા શીખી હતી
👉તેમને કોલકાતામાં 'ડેવિડ હાયરની'મદદથી 'હિન્દુ કોલેજની સ્થાપના કરી જે પાછળથી 'પ્રેસિડેન્સી કૉલેજ તરીકે ઓળખ હતી
👉તેના મોટા ભાઇનું 1811 માં અવસાન થતાં ભાભી પણ સતી થયાં આ ઘટના રાજા મહોનરાયને ખૂબ અસર કરી તેમને સતીપ્રથા નાબુદી માટે વિરોધ કર્યો અંતે 4 ડીસેમ્બર1829 અંગ્રેજ ગવર્નર 'વિલિયમ બેન્ટિકે 'સતીપ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડયો
👉રાજારામે 1814 માં 'આત્મીય સભાની'સ્થાપના કરી
👉આ ઉપરાંત તેમને 1819 માં કોલકાતામાં 'એકતાવાદી સભાની'સ્થાપના કરી
👉ઇ.સ.1804 માં ફારસી ભાષામાં 'તુહફત-એ-મુઝહિંદન'નામનો ગ્રંથ લખ્યો હતો
👉રાજારામ નું વિધાન" ધર્મશાસ્ત્રોમાં કયાંય પણ સતિપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી "
👉તેમને સમાજસુધારક માટે 1821 માં બંગાળીમાં (સંવાદકૌમુદી )અને 1822 માં ફારસીમાં (મિરાત-ઉલ-અખબાર) શરૂ કર્યા
👉કોલકાતામાં 'હિન્દુ કોલેજની સ્થાપના કરી
👉વિજીતકુમાર દતે તેનું લઘુ જીવનચરિત્રમાં લખ્યું છે કે',રાજરામ ચાલીસ કેરીનો નાસ્તો કરતાં તથા 50 લીલા નાળિયેરનું પાણી પી જતાં તોય તરસ્યા રેહતા તેઓ એક ટંકે 12 લિટર દુધ અને 4 કિલો માંસ ખાતા તોય અને આશરે સવા બસો વર્ષ પેહલા 80 વિઘા જમીન હોવા છતાં સમાજસુધારક અને સમાજ સેવાનું કાર્ય કરતાં હતા
👉દિલ્હી મુગલ બાદશાહ અકબર-2 તેમને 'રાજા 'ની ઉપાધિ આપી હતી
👉મુગલ બાદશાહએ રાજારામને પોતાના જાગીરના કેચ માટે ઇગ્લેન્ડ મોકલ્યા હતાં જયાં બ્રિસ્ટલ ખાતે 1833 માં આ દુનિયા છોડી જતાં રહ્યા
👉બિસ્ટોલ ખાતે રાજારામ મોહનરાયની પ્રતિમા આવેલી છે
☆બ્રાહ્મોસમાજ સંસ્થા ☆
•સ્થાપના :-1828
•સ્થળ :-કોલકાતા
•પત્રિકા :-તત્વબોધીની
•ઉદેશ:-ઉદારતાવાદ અને આધુનિકરણ વાતાવરણનો હતો
👉હિંદમાં ધર્મના જડ અને અંધવિશ્વાસવાળા વિચારો દુર કર્યા
✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ
🔹Join our what's up group👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/D5dBOmf2Jt9GJxtOPBSq0n
➖➖➖➖➖➖➖➖➖
🕯️Apexa Gyan🔑🕯️
Sunday, April 19, 2020
ધો. 7.સામાજિક વિજ્ઞાન વિષયની એકમ મુજબ રોચક માહિતી... યકિન દરજી
સામાજિક વિજ્ઞાનની એકમ મુજબની માહિતી નીચે મુજબ ઉપલ્બધ છે... યકિન દરજી
ધો. 7. હેમચંદ્રાચાર્ય...
ડાઉનલોડ કરો.
ધો. 7.રાજપુત યુગ...
ડાઉનલોડ કરો.
ધો. 7. દિલ્લી સલ્તન
ડાઉનલોડ કરો.
ધો. 7.મુધલ સામ્રાજ્ય.
ડાઉનલોડ કરો.
ધો. 7. હેમચંદ્રાચાર્ય...
ડાઉનલોડ કરો.
ધો. 7.રાજપુત યુગ...
ડાઉનલોડ કરો.
ધો. 7. દિલ્લી સલ્તન
ડાઉનલોડ કરો.
ધો. 7.મુધલ સામ્રાજ્ય.
ડાઉનલોડ કરો.
Thursday, October 18, 2018
Thursday, February 15, 2018
સામાજિક વિજ્ઞાનના વનલાઈનર પ્રશ્નો...
💄સામાજિક વિજ્ઞાનના વનલાઈનર પ્રશ્નો...
💄એકમ મુજબ ના પ્રશ્નો.
💄તમામ સ્પર્ઘાત્મક પરીક્ષા માટે અગત્યના...
Click here download
💄એકમ મુજબ ના પ્રશ્નો.
💄તમામ સ્પર્ઘાત્મક પરીક્ષા માટે અગત્યના...
Click here download
Tuesday, February 13, 2018
Friday, December 2, 2016
Subscribe to:
Posts (Atom)