Showing posts with label કાવ્યો. Show all posts
Showing posts with label કાવ્યો. Show all posts

Thursday, June 11, 2020

બાળગીત:- છૂક... છૂક... છૂક... રેલગાડી આવી

*બાળગીત*
 *છૂક... છૂક... છૂક... રેલગાડી આવી*

છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
        ઓ... રેલગાડી આવી... (૨)

ધરતી ધ્રુજાવતી, પટરી  ખખડાવતી,
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
        ઓ... રેલગાડી આવી.

આગળ છે એન્જિન, પાછળ છે ટી. ટી. બાબુ,
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
        ઓ... રેલગાડી આવી.

લાલ લાઈટે ઊભી રહેતી, લીલી લાઈટે ચાલી જાતી,
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
        ઓ... રેલગાડી આવી.

રમેશ, મહેશ, મીના ઝડપથી દોડો - દોડો ,
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
        ઓ... રેલગાડી આવી.


માણસોનો મેળાવડો લઈને, પાલનપુરના પ્લેટફોર્મ પર,
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
        ઓ... રેલગાડી આવી.

છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
        ઓ... રેલગાડી આવી... (૨)

            *રચના*
             *વશરામ પટેલ (વંશ)*
     *સી. આર. સી. કો. ઑ. થાવર*
           *તા. ધાનેરા, જિ. બ. કાં.*
             *મો. 9725409775*



Thursday, January 2, 2020

એક મજાની ખિસકોલી...

એક મજાની ખિસકોલી... એક મજાની ખિસકોલી... 
   કાળા-ધોળા પટ્ટાવાળી એક મજાની ખિસકોલી... 

આમ જાય, તેમ જાય.. . 
      પાછી એતો ઝટપટ ઝાડ પર ચડી જાય... 
                     એક મજાની ખિસકોલી... 

મંદ-મંદ હસતી જાયને, ઊંચી-નીચી કૂદતી જાય, 
  પાછી એતો પૂંછડીને નચાવતી દોડી-દોડી જાય... 
                        એક મજાની ખિસકોલી... 

ખિલ-ખિલ ખાતી જાયને, યોગા એતો કરતી જાય, 
     પાછી એતો હસતાં હસતાં રમતા શીખવી જાય... 
                   એક મજાની ખિસકોલી... 
રાત પડેને ઝટપટ ઘરે જાય, 
             સવારે પાછી આંગણે આવી જાય.. . 
એક મજાની ખિસકોલી... 


                                                રચના:-
                                     વશરામ (વંશ) એન. પટેલ
                                    સી. આર. સી. કો. ઓ. થાવર
                                    બનાસકાંઠા


Saturday, July 13, 2019

ગુજરાતી સંગીત સાહિત્ય માણો... જલસો... જલ્પા દવે સાથે


કાર્યક્રમ ને માણવા અહીં ક્લિક કરો

હેતુ આવા કાર્યક્રમ દ્વારા ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના પ્રેમને જાગૃત કરવાનો.