Showing posts with label રસપ્રદ માહિતી. Show all posts
Showing posts with label રસપ્રદ માહિતી. Show all posts

Wednesday, July 20, 2022

"છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે"- ગલબાકાકા

"છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે"- ગલબાકાકા

        ગુજરાતના ઉત્તર સરહદે આવેલો રણપ્રદેશથી ઘેરાયેલ ઓછો પાણીદાર વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે બનાસકાંઠા. ઉત્તર ગુજરાતના બનાસ વિસ્તાર ભૌગોલિક રીતે વિષમતા ખરી પણ! અહીંના મનેખ પરિશ્રમી, કુદરતની વચ્ચે રહેનાર, ખમીરવંતા, જીવનની થપાટો ખાઈને બેઠા થનાર, પાણીદાર, માયાળુ. બનાસે અનેક પ્રતિભાવંતી વ્યકિતઓ આપ્યા છે, એમાનાં એક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ (ગલબાકાકા). 
           બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરથી નજીક વડગામ તાલુકાથી 6 કિ. મી. અંતરે આવેલ નળાસર ગામ ગલબાકાકાની જન્મભૂમિ. એક સામાન્ય ખેડુત કુટુંબમા 15મી ફેબ્રુઆરી 1918ના રોજ જન્મ થયો. માતા હેમાબેન અને પિતા નાનજીભાઈ. ગલબાકાકને પિતાનું સાનિધ્ય લાબું પ્રાપ્ત થયું નહિ, બે વર્ષ જેટલી નાની વયે એમને પિતાની છત્રછાયા ગુમાવી દીધી. પિતાના અવસાન બાદ માતા એમનો આઘાત સહન કરી શકયા નહિ, છ માસમાં સ્વર્ગવાસ થયો. માતા-પિતા બન્નેની કુમળી વયે છત્રછાયા ગુમાવનાર ગલબાભાઈની તમામ જવાબદારી દલુભાઈના શિરે આવી. આમ, ગલબાકાકાનો ઉછેર કાકા-કાકીના સાનિધ્યમાં થયો. 
             ગલબાભાઈને ભણી ગણીને આગળ વધવાની ખેવના ખરી પરંતુ એ સમયે બનાસકાંઠા જિલ્લો ભણતર બાબતે અતિપછાત. ભાગ્યે જ કોઈ વ્યકિત ભણેલો મળે. ગલબાભાઈ સીમમાં પશુઓ ચરાવવા જાય, ત્યાં એમની મિત્રતા ગલબાભારથી સાથે થઈ. આ ગલબાભારથી ગામમાં બે ચોપડી ભણેલો છોકરો. બન્ને ગાઢ મિત્રો. ગલબાભાઈની ભણવાની ઈચ્છા જોઈને ગલબાભારથીએ એમને અક્ષરજ્ઞાન આપવાની શરૂઆત કરી. બન્ને મિત્રો પશુઓને સીમમાં રેઢા ચારવા મુકીને કુદરતના સાન્નિધ્યમાં પ્રકૃતિના ખોળે બેસીને ભણવાની શરુંઆત કરી. દલુભાઈને આ વાતની ખબર પડીને અને ગલબાભાઈને ભણવા નિશાળે બેસાડે છે. થોડાક સમય બાદ ગલબાભાઈને કાણોદર શાળામાં ભણવા જાય છે, ત્યાં તેઓ અસ્પૃશ્યતા ના ભેદને ભુલાવીને દલિત વિઘાર્થીઓને મિત્રો બનાવ્યા અને લોકોને આ દુષણથી મુકત રહેવા રાહ ચિધ્યો. આમ ગલબાભાઈ થોડું ગણું ભણે છે. 

              અભ્યાસ બાદ તેઓ વેપારની દિશામાં ડગ ભરે છે. તેઓ શરુંઆતમા ભાગીદારીમાં દુકાન કરે છે. પરંતુ ગલબાભાઈ કોમળ હ્રદયના દયાળું સ્વભાવ એટલે ગરીબોને વસ્તુ મફત આપી દે, ઉઘાર માગનારને ઉધાર આપે અને ઉધરાણી પણ ન કરે. થોડાક સમયમાં દુકાન બંઘ કરવી પડી. પછી તેઓ લાકડાની લાટીનો ધંધો ભાગીદારીમાં શરુ કર્યો પણ એમાંથી ભાગ કાઢી નાખ્યો. ગામમાં દુકાન નાખી પણ ઝાઝી ફાવટ ન આવીને દુકાન બંઘ થઈ. ગલબાભાઈ વેપારના ધંધામાં સંપૂર્ણ નિષ્ફળ થયા પણ એમના મનથી હાર ન માનનારા.આમ વારંવાર ધંધામાં નિષ્ફળ રહ્યા. 
             આપણે પાલનપુરમાં પ્રવેશ કરીએ ને આપણા માનસપટ પર બનાસડેરીનુ ચિત્ર ન આવે એવું કયારે બને નહિ.ગઢામણ દરવાજાથી થોડેક આગળ ડેરી રોડ પર એક પ્રતિમા સર્કલ પર ઊભી છે જે જોઈને દરેક બનાસવાસીના ચહેરા પર સ્મિત રેલાય, છાતી ગદગદિત ફુલી જાય એ આપણા ગલબાકાકાની પ્રતિમા. 
          ગલબાભાઈનું બસ એક જ સ્વપ્ન જિલ્લાના છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે". પાલનપુર અને વડગામ તાલુકામાં  પશુપાલનનો વ્યવસાય થકી દુધમંડળીઓની શરુંઆત કરી, દુધ એકત્ર કરીને મહેસાણા દૂધસાગર ડેરીમાં આપી આવે.થોડાક સમય બાદ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. પાલનપુરની નોંધણી કરી ડેરીની શરુંઆત કરી.માત્ર આઠ જેટલી મંડળીઓથી શરું થયેલ બનાસ આજે વિશ્વમાં શ્વેતક્રાંતિ માટે એક મિશાલ બની રહી છે , એ ગલબાકાકાના વિઝનનું પરિણામ છે. 
           આજે પ્રતિદિન બનાસકાંઠા જિલ્લામા પશુપાલકોના બેન્ક ખાતામાં 3 ત્રણ કરોડ રૂપિયા આવે છે.બનાસકાંઠા જિલ્લાની લાખો પશુપાલક બહેનો ભાઈઓના ચહેરા પર જે આર્થિક આઝાદીનું સ્મિત રેલાઈ રહ્યું છે, બનાસડેરીમા સેવા આપતા હજારો કર્મચારીઓના ઘરનો ચુલો પ્રગટાવવાનું કાર્ય જે કાર્ય થઈ રહ્યું છે;એના મુળમાં ગલબાકાકાના પરિશ્રમની ફોરમ છે. 
              આજે બનાસડેરીએ સીમાડાઓને ઓળંગીને રાજસ્થાન,ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં પણ લોકોને સ્વનિર્ભર બનાવવા માટે જે પ્રયાસ કર્યો છે એમાં ગલબાકાકાની દીર્ધદષ્ટિના દર્શન થાય છે. 

          
             ગલબાકાકા દ્રીભાષી મુંબઈ રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં ચૂંટાયા અને ૧૯૫૭ની ધારાસભાની ચૂંટણીમાં પણ તેઓ વિજય થયા હતા. ગલબાભાઈ નાનજીભાઈ પટેલએ ઈ.સ ૧૯૬૮માં બનાસકાંઠા જિલ્લાના પંચાયત પ્રમુખ બન્યા હતા. તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ પણ પ્રમુખ રહ્યા હતા.ગલબાકાકાએ પોતાના માનવ ધર્મને સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવ્યો છે .
                આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ગલબાકાકાની દીર્ધદષ્ટિની પરખ કરી છે,એમને અનેકવાર એમના ભાષણોમાં આ મહામાનવના કાર્યપધ્ધતિ અને વિચોરોનો ઉલ્લેખ કર્યો છે.
                 બનાસડેરીના વર્તમાન ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ ગલબાકાકાના નામ પર જિલ્લામાં પ્રથમ મેડિકલ કોલેજ એમના નામ પર બનાવીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.  
              આજે હું અને સમસ્ત બનાસવાસીઓ ગલબાકાકાના નામને સન્માનભેર લઈ રહ્યા છીએ, એમના મુળમાં એમના સાદગી, સેવા વૃતિ અને ત્યાગ જેવા ગુણો રહેલા છે. સાદગી અને કર્મની મૂર્તિ એવા ગલબાકાકાને સત સત વંદન. 

      લેખન:- વંશ_માલવી

Monday, December 6, 2021

અજવાસ- બનાસ જળક્રાંતિના જનક પરથીભાઈ

જળક્રાંતિના જનક ,લોકસેવક,કૃષિના ઋષિ પરથીભાઈ ચૌધરી
બનાસકાંઠાએ ભૌગોલિક વિવિધતાથી ધેરાયેલો પંથક.એક તરફ અરવલ્લીની ગિરિમાળાઓ તો બીજી તરફ રણપ્રદેશથી ધેરાયેલો પ્રદેશ. બનાસકાંઠાના માનવીઓ માયાળુ ,મહેનતુ અને ખંતીલા.કેટકેટલીય વિષમ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને આનંદિત રહેતા મનખોનો આ પંથ. બનાસકાંઠાનો કેટલો ભાગ નર્મદા કેનાલથી અને બાકીનો ઘણો વિસ્તાર બોરવેલથી સમૃદ્ધ બન્યો..
પણ હવે બોરવેલથી તળ ખાલી થઈ રહ્યા છે.1000 થી લઈને 1200 ફૂટ સુધી પાણીના તળ પહોંચ્યા છે. અમુક વિસ્તારોમાં તો તળમાં પાણી જ નથી. આવનારી પેઢીને જમીન જાગીર તો વારસામાં આપીશું પણ તળમાં પાણી જ નહીં હોય તો? એ જમીન જાગીર શું કામની? બનાસકાંઠા જિલ્લામાં આ પાણીની ખપતને કેમ કરી પુરી કરવી? એ પણ એક પ્રશ્ન❓ સરકાર, તંત્ર અને લોકો કરે તો કરે શું? આ સમયે એક એવા વ્યક્તિ જેમણે બનાસકાંઠા જિલ્લાને હરિયાળો પાણીદાર બનાવવા માટે એક સંકલ્પ કર્યો. એમણે સીમનુ પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે અને લોકોને ઉપયોગી બને એમાટે જળસંચય અભિયાન ઉપાડયું. પાણીને બચાવવા માટે પાણીનો વ્યય થતો અટકાવો પડે એતો ખરું!! પણ, સાથેસાથે એનો સંગ્રહ કરવો પણ ખૂબજ જરુરી.
એ વ્યકિત બીજી કોઈ નહિ ... ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાનાં ડાંગીયા ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં જેઓનો જન્મ થયો એવા અસાધારણ પ્રતિભા ધરાવનાર વ્યકિત એટલે પરથીભાઈ ચૌધરી .બાળપણથી તેઓનો ઉછેર એક સામાન્ય રીતે પરિશ્રમી પરિવારમાં થયો હોવાથી મહેનતુ ,ખંતીલા અને સ્વપ્ન દ્રષ્ટા વ્યક્તિ . કોલેજ સુધી અભ્યાસ કરીને પોલીસ વિભાગની પરીક્ષા પાસ કરીને પોલીસ સેવામાં જોડાયા અને અંતે તેઓ ડી.વાય.એસ.પી.સુધી સેવા આપીને નિવૃત થયા . જળસંચય અભિયાનને સફળ બનાવવા માટે પરથીભાઈએ સૌપ્રથમ ગામના અને દાંતીવાડા તાલુકાના ખેડુતો અને યુવાનો આગળ પોતાનો વિચાર વ્યકત કર્યો.આ કાર્ય માત્ર એકલા હાથે કરી શકાય નહિ,કારણ એમાં શ્રમ,નાણાં અનેસમયની જરૂર પણ એટલી.એ વિસ્તારના સહકાર થકી દાંતીવાડા તાલુકાના એવા વિસ્તાર જે જગ્યાએ સૌથી વધુ પાણી સંગ્રહ કરી શકાય અને પડતર જમીનનો ઉપયોગ કરી શકાય એવા વિસ્તારની પસંદગી કરવામાં આવી.પી.જે.ચૌધરીના નેતૃત્વમાં દાંતીવાડા તાલુકાનાં સેવાભાવિ લોકોની એક આખી ટીમ જોડાઈ અને તાલુકાનાં સૂકા વિસ્તારને હરિયાળો ,પાણીદાર બનાવવા માટે સૌકોઈ એકજૂટ થઈને જલસંચયની કામગીરી માટે તૈયાર થયા . એક અનુભવી અને કુશળ નેતૃત્વની દિશાસૂચન સાથે તાલુકામાં તળાવોનું ખોદકામ શરૂ થયું . કોઈ ટ્રેકટર ,કોઈ જે.સી.બી .મશીન તો કોઈ ટ્રૉલી લઈને તો કોઈ નાણાં ,સમય આપીને આ અભિયાનમાં જોડાયા . દાંતીવાડામાં રાણીટૂંક ખાતેથી આ અભિયાન શરૂ થયું . પી.જે.ચૌધરી સાહેબની આ મહેનત આખરે એક નવા ઇતિહાસ તરફ આગળ વધીને 20થી વધુ ગામોના ખેડૂતો આ અભિયાનમાં જોડાયા .ખુબ જ સરસ આયોજન સાથે 88 લાખ જેટલા રૂપિયાના ખર્ચે તળાવો બાંધવામાં આવ્યા .
તાલુકા મથકમાં બનાવેલ તળાવો - રાણોલ ગામમાં 04 તળાવો , વાવધરા ગામે 01 તળાવ , સાતસનણ ગામે 01 તળાવ .રતનપુર આટાલ ગામે 01 તળાવ . તમામ તળાવો ના નામ પણ અનોખી રીતે આપવામાં આવ્યા . બે ચોમાસામાં આ તળાવોમાં પાણી ભરાયા અને ખેડૂતોને આ પાણી સિંચાઇ માટે ખૂબ જ ઉપયોગી થયું.આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ પણ ઊંચા આવ્યા . આખરે જે ઉદેશ સાથે આ કાર્યનો આરંભ થયો હતો તે ખરો સાબિત થયો. પી.જે.ચૌધરી સાહેબના આ વિચારને જો બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ લોકો અપનાવે તો બનાસને પાણીદાર જિલ્લો બનાવતા કોઈ રોકી શકે નહિ. આજે પણ તેઓ બનાસને હરિયાળું ,પાણીદાર બનાવવાની નેમ સાથે જીલ્લામાં ખુબજ ખંત પૂર્વક લોકો માટે કરી કરી રહ્યા છે .
લેખન : - વંશ માલવી

Tuesday, November 9, 2021

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ...ગુજરાતનું ગૌરવ

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ... કચ્છના અબડાસા તાલુકાનું સાંધો ગામ. પિતાની જન્મભૂમિ! જ્યાં પ્લેગ ફેલાયો હતો ત્યારે એક પરિવારના તેરમાંથી અગિયાર માણસોને પ્લેગ ભરખી ગયો. નાના બાળકને લઈને એક સ્ત્રી પહેરે લુગડે મુંબઈ ભાગી. તેની પરવરીશ કરી મુંબઈ વસતા કચ્છીઓએ. સ્ત્રીનું નામ તો ક્યાંથી લખાય? પણ પેલું બાળક મોટું થયું અને તે દીકરાનું નામ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે નોંધાયું. એ સમય વીસમી સદીના શરૂના દોઢ બે દસકનો. સિરામિકના કોર્સ સૌ પહેલા શરુ થયેલા તેમાં પહેલો વિદ્યાર્થી સિદ્દીકભાઈ અબ્બાસભાઈ.
સિદ્દીકભાઈના પત્નીનું નામ હસીનાબેન. સૌ એને નાનીબેન કહે. આ દંપતીના પરિવારમાં ચાર સંતાનો. અમીનાબહેન, છોટુભાઈ, કરીમભાઈ અને શાહબુદ્દીન. આખું કુટુંબ પછી તો મુંબઈ છોડી થાન આવ્યું. થાનમાં ૧૯૧૩માં પોટરી શરુ થયેલી. ૧૯૩૪ સુધી સોહરાબ દલાલ નામના પારસી શેઠે પોટરી ચલાવી. પછી પરશુરામ શેઠે પોટરી લીધી. થાનગઢમાં બહાર બનેલું પહેલું મકાન "સિદ્દીક મંઝિલ" ત્યાં જીવન શરુ થયું. લેટ્રીન ઘરમાં હોય તેવો કોઈને ખ્યાલ જ નહિ. માંદા હોય તે જ ઘરમાં જાય. બાકી બધા તો તળાવે જ જાય. અહીંના બાળકો હાલતાં શીખે હારોહાર તરતા શીખે!! ગામમાં બે તળાવ. શાહબુદ્દીન માટે ખાવું, પીવું, ને લહેર કરવી એ બાળપણ. જીવનનો મોટો આનંદ એ તરવું. ઘટાટોપ રાણનું ઝાડ જે આજે પણ છે. ઘેઘુર બે પીપળા હતા. એમાંનો એક પીપળો ગયો ત્યારે આખા ગામે શોક પાળેલો!!! મિત્રો અનેક!! પરશુરામનગરમાં મિત્રો અને વર્ગના મિત્રો. સુરેશ, આનંદ, રમણીક ત્રિવેદી. દેશનો પહેલો કમ્પ્યુટર નિષ્ણાત સરેશ વિષ્ણુ દેવધર ને હાલ લોસ એન્જેલસમાં ઈજનેર છે તે રમણીક. તો નટુ, વનેચંદ, રતિલાલ, પ્રાણલાલ, જશવંત, સુલેમાન.... ભણવામાં બધા આગળ પાછળ પણ ધીંગામસ્તી ને મોજમજામાં ભેગા. શાહબુદ્દીન હોશિયાર નહિ, પણ નાપાસ ન થાય તેવો એવરેજ! ભણવા કરતા ભાઈબંધોને ભેગા થવાનું મહાતમ વધુ. ઓઝા સાહેબ ગણિતના દાખલ લખતા હોય ને તળાવ પરથી ઠંડો પવન આવતો હોય તો શાહબુદ્દીન ચડે ઝોલે, ને નસકોરા બોલે એવું ઊંઘે!! મહીપતરામ જોશી ડ્રોઈંગ ટીચર પણ ગુજરાતી વધુ સારું ભણાવતા! શાહબુદ્દીનને જીવનમાં વ્યથા કોને કહેવાય, મિત્રોથી જુદા પાડવાનું દુઃખ કોને કહેવાય એ ખબર પડી જ્યારે ભણવા માટે થાન છોડ્યું ત્યારે! દસ રૂપિયા ઉછીના ખિસ્સામાં લઇ વગર ટિકિટે ભાવનગર જવા રાતની કીર્તિ (એક્સપ્રેસ)માં બેઠા ત્યારે મિત્રોની યાદે આંખ ભીની કરાવેલી. લોજમાં ત્રીસ રૂપિયામાં બે ટાઈમનું જમવાનું માસિક બિલ ને ભાઈનું બજેટ બધું થઈને મહિનાનું ૨૦ રૂપિયા!! લાંઘણ ખેંચ્યા!! આવી જ તંગી એફ. વાય. ની ફી ભરતી વખતે! ભાઈબંધોએ ભેગા થઈને પરશુરામનગરના ઘરના બારીબારણાં રંગાવાનું કામ લીધું, સાંજ પડે સૌ થાકીને લોથ, કેટલાક તો રોઈ પડતા !! રૂપિયા ૧૩૫ મળ્યા તેમાંથી એફ. વાય.ની ફી ભરીને ચોપડા ખરીદ્યા. થાનમાં તો કોઈ થોડું ભણે ને લાગે નોકરીએ પરશુરામ પોટરીમાં. શાહબુદ્દીન પણ આમ કરી શકત પણ એક ગાંઠ વાળેલી કે પોટરીમાં નોકરી નહિ કરું! કારણ બહુ સ્પર્શી જાય એવું હતું. પિતાજીએ એકવાર નોકરી છોડ્યા બાદ ફરી અરજી કરી ત્યારે એમને પોટરીએ નોકરી ન આપી, એટલે શાહબુદ્દીને મનમાં ગાંઠ વળી કે મારે આ પોટરીમાં તો ન જ જોડાવું. જીવનનો આ વળાંક આજે સફળતાનાં શિખર સુધી લઇ ગયો છે. એફ. વાય. પછી ચોટીલા થી ૬ ગામ દૂર કાબરણ નામનું ગામ. ત્યાં સિત્તેર રૂપિયા પગારથી પ્રાથમિક શિક્ષક થયા. થોડી બચત થઈ એટલે નોકરી છોડી દીધી. બચતમાંથી ઇન્ટરના પુસ્તકો ખરીદ્યા અને ઇન્ટર પાસ કર્યું. આખરે ૦૧-૦૨-૧૯૫૮ના રોજ જ્યાંથી ભણ્યા હતા એજ શાળામાં શિક્ષક થયા. નિમણૂંકપત્ર આપતા બી.ટી.રાણા સાહેબે કહેલું કે, "તારા પિતાએ મને નોકરી આપી હતી, ને હું તને નોકરી આપું છું." (પિતાના અવસાન બાદ આવી ખેલદિલી કોણ બતાવે છે?? આજના કળિયુગમાં એ જેના પર વીતી હશે એ ચોક્કસ સમજી શકશે!!) પછી તો ઈતિહાસ અને પોલિટિક્સમાં બી.એ. કર્યું. પ્રાધ્યાપક ઉપેન્દ્ર પંડ્યા અને મનસુખલાલ ઝવેરીના અવાજ હજુ કાનમાં ગુંજે છે. શિક્ષક તરીકે એટલું જ આવડે કે તન્મય થઈને ભણાવવાનું, મેથડની કંઈ ખબર ના પડે. એવું રસપ્રદ ભણાવે કે પિરિયડ ક્યાં પૂરો થાય તેની ખબર ન વિદ્યાર્થીને થવી જોઈએ કે ન આપણને. જે વિષય આપે તે બધા જ ભણાવવાના. ગણિત અને ચિત્ર પણ ! છોકરાંવની સાથે જ ચિત્રની એલિમેન્ટરી અને ઈન્ટરમિડિયેટની પરીક્ષા ય પાસ કરી. તે સમયમાં લીમડીમાં બે શિક્ષકો સ્પેશિયલ કેસમાં આચાર્ય થયા. એક મહિપતસિંહ ઝાલા, અને બીજા શાહબુદ્દીન રાઠોડ!! બી.એડ તો કર્યું છેક ૧૯૬૯માં રાજકોટની પી.ડી. માલવિયા કોલેજમાંથી. ત્યાં એચ. વી. શાહ સાહેબ કહેતા, "શિક્ષક મેથડને અનુસરતા નથી, મેથડ શિક્ષકને અનુસરે છે." ડો. મનુભાઈ ત્રિવેદી કહેતા, "અંગ્રેજીમાં પાઠ તરીકે નાટક કોઈ લેતું નથી." શાહબુદ્દીનભાઈએ અંગ્રેજીમાં એકાંકી લખ્યું અને ભજવ્યું પણ ખરું. એ જ વર્ષમાં "શિક્ષકનું સર્જન" અને "ઈન્સાનિયત" પણ લખ્યા. સ્ટેજ સાથે નાતો ઘણો જૂનો, નાનપણમાં "બાપુનો ડાયરો" અને ૧૯૫૬માં પ્રેમશંકર યાજ્ઞિકનું નાટક "રખેવાળ" ભજવેલું. પરશુરામનગરમાં મોટું સ્ટેજ હતું. બાસઠ વર્ષ ત્યાં ગણેશ ઉત્સવ ઉજવાયો. થાન-મોરબી-વાંકાનેરમાં કાર્યક્રમો થાય. ૧૯૫૭માં "સૈનિક" ભજવ્યું. તેમાં વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર સુલેમાન પટેલે ડાન્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું. સ્ત્રી પાત્ર વગરના નાટકો લખ્યા અને ભજવ્યા. "વનેચંદ ભણતો ત્યારે કંઈ યાદ ન રહે પણ નાટકમાં મારા ડાયલોગ કડકડાટ મોઢે રાખે!!" -- શાહબુદ્દીનભાઈ જીવનની રુડી વાતો આ રીતે વાગોળે છે. તેર વર્ષ શિક્ષક અને પચ્ચીસ વર્ષ આચાર્ય તરીકે ભરપૂર જીવી જાણનાર શાહબુદ્દીન રાઠોડ જીવનનું પરમ સત્ય કહે છે: "જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, એમને શું છે જગત, તેની ખબર હોતી નથી." સીક્સ્થમાં પાસ હોય તેને દસ રૂપિયાની સ્કોલરશીપ મળતી. આ સહાયનો ચાલીસ રૂપિયાનો મનીઓર્ડર આવ્યો ત્યારે એસ.એસ.સી.નું ફોર્મ ભરી શકનાર આ કરુણાનો માણસ આજે પણ કેટલાય વિદ્યાર્થીઓની ફી ભરે છે. પોતાની શાળાનો વિદ્યાર્થી વૉલીબૉલના ખેલાડી તરીકે એક ટુર્નામેન્ટમાં બહાર રમવા ગયો હતો. ને અચાનક એને લોહીની ઉલ્ટીઓ થવી શરુ થઇ ગઈ. આયોજકો મૂંઝવણમાં હતા અને એના પિતાજીને અને ઘરવાળાઓને જાણ કરવાનું વિચાર કરતા હતા. ત્યાં પેલો છોકરો બોલ્યો, "મારા આચાર્ય શ્રી શાહબુદ્દીન રાઠોડને જાણ કરો એ બધું જ ગોઠવી લેશે!!" શિક્ષક્ત્વની આ ઊંચાઈ છે!! થાનમાં ચોપન વર્ષ નવરાત્રી મહોત્સવનું સઘળું આયોજન કર્યું. સાહિત્ય-શિક્ષણ-સમાજના ધુરંધરો આવ્યા. એક કલાક રામચરિતમાનસ અને પછી ગરબાની રમઝટ. શાહબુદ્દીનભાઈનું નામ પડે ને હોઠ મલકે! "વનેચંદનો વરઘોડો" સાંભરે જ, "નટુ અને વિઠ્ઠલ" નજર સામે તરે. આ એમની શ્રોતા વર્ગ સાથેની સીધી જ કનેક્ટિવિટીની ઉપલબ્ધી અથવા તો બ્રાન્ડ્સ છે!! ૧૯-૧૧-૧૯૬૯માં લીમડીમાં પહેલવહેલો કાર્યક્રમ, ને પછી બાવીસથી વધુ દેશમાં એમણે કાર્યક્રમો આપ્યા, ૧૯૮૦માં એન્ટવર્પથી વિદેશયાત્રા આરંભી. હજુય થોડી નાદુરસ્ત તબિયત હોવા છતાં એ યાત્રા અવિરત છે. પોતે પસંદગી કરીને વસાવેલા ૧૦,૦૦૦ થી પણ વધુ પુસ્તકો પોતાની સ્કૂલ લાયબ્રેરીમાં છે. પુસ્તકોને પુંઠા ચઢાવતા ને ગોઠવતા એમાંથી વાંચનની ટેવ પડી છે, જેણે જીવનને ઊંડાણ બક્ષ્યું. ચિંતન-મર્મ-અધ્યાત્મથી ભરપૂર હાસ્ય. શાહબુદ્દીનભાઈ ગર્વથી કહી શકે છે, "શિક્ષણથી મેં હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી મેં શિક્ષણને હળવું બનાવ્યું છે. મારા માટે હાસ્ય જીવનનું સાધ્ય છે અને તેથી સ્વમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ કક્ષાથી નીચે ન ઉતરવું -- એ સિદ્ધાંત મેં પાળ્યો છે." સાંસ્કૃતિક વાતો એમની શૈલીનું મુખ્ય આકર્ષણ બની રહી છે અને સંસ્કૃતિનો અવિરત પ્રવાહ એમની શૈલીમાંથી નીતરતો રહ્યો છે. એમના કોઈ પણ કાર્યક્રમમાં નાના ભૂલકાઓ પણ જેવું શાહબુદ્દીનભાઈ બોલવાનું શરુ કરે એટલે સ્વયંભૂ ટપોટપ બેસીને શાંતિ અને શિસ્તથી ધ્યાનસ્થ થઇ સાંભળે! આ એમની ધ્યાનાકર્ષક વાણીછટા રહી છે. ૧૯૭૧માં મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં લોકડાયરો હતો, પ્રેક્ષકોમાં કલ્યાણજીભાઈ, સી. ટી. ચૂડગર, સવિતાદીદી અને બાબુલાલ મેઘજી શાહ જેવા માણસો તથા સ્ટેજ ઉપર લાખાભાઈ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દીવાળીબેન ભીલ, નાનજીભાઈ મીસ્ત્રી અને હાજી રમકડુ જેવા કલાકારો સાથે શાહબુદ્દીન રાઠોડ પણ હતા, અગત્યની વાત એ હતી કે શાહબુદ્દીન રાઠોડનાં ભાવિ સસરા પોતાની પુત્રી સાથે મુરતિયાને જોવા તથા સાંભળવા માટે ઓડીયન્સમાં બેઠા હતા, આવા માહોલમાં શાહબુદ્દીન રાઠોડને મુંબઈમાં પોતાનો પ્રથમ કાર્યક્રમ આપવાનો હતો!! કલાકારનાં મનમાં ખુબ મથામણ હતી કે સૌરાષ્ટ્રમાં તો છેલ્લા બે વરસથી લોકો સાંભળે છે પણ મુંબઈમાં મારી દેશી ભાષા અને ગામઠી વાતો ચાલશે કે નહી ? ત્યાં નામ જાહેર થયુ ને ‘વનેચંદનો વરઘોડો’ શરૂ થયો, લોકો ઉલળી-ઉલળીને હસવા લાગ્યા, પ્રેક્ષકોમાં એક યુવાન તો એટલો બધો ખુશ થાય કે ઉભો થઈને તાલીઓ વગાડી દાદ આપે, આ યુવાનનું નામ રમેશ મહેતા, આ શાહબુદ્દીન રાઠોડ અને રમેશ મહેતાની પ્રથમ મુલાકાત. ૧૯૭૧નાં આ કાર્યક્રમથી શાહબુદ્દીન રાઠોડને સાબીરાબેન જેવી પત્ની મળી, રમેશ મહેતા જેવો મિત્ર મળ્યો અને જગતને શાહબુદ્દીન રાઠોડ જેવો કલાકાર મળ્યો. શાહબુદ્દીનભાઈ ફેલ્ટ/હેટ પહેરવાના શોખીન છે, હસતા હસતા કહે, "એમાં બે લાભ છે, વટ તો પડે જ પણ મોટી થતી ટાલ સંતાડી પણ શકાય!" માત્ર પેન્સિલથી, એક માત્ર રંગથી, એક્રેલીકથી, સુંદર ચિત્રો દોરવા તે તેમનો અંગત શોખ છે. જીવનની સુંદર ક્ષણોની અભિવ્યક્તિ એ ચિત્ર છે. તેથી નિજી મૂડમાં હું પીંછી પકડું છું. અને છેલ્લે, સંસ્કૃતિનો પરિચય આપતું વ્યક્તિત્વ: "શાળામાંથી નિવૃત્તિ સમયે વસવસો રહેતો હતો કે ડોનેશન ભેગું કરી મારા થાનમાં ગર્લ્સ હાઈસ્કૂલનું મકાન તો બનાવી શક્યો, પણ બે વર્ગોમાં દીકરીઓ માટે નવી બેન્ચ ન અપાવી શક્યો!!" હળવદના સોનલ રાવલ દુબઈ છે, એમનો ફોન આવ્યો કે કાર્યક્રમ આપવા આવો તો કહેવાઈ ગયું કે "બાવન હજાર ડોનેશન આપો તો આવું!!" દુબઈથી આવી સ્કૂલે બે ખટારામાં નવી બેન્ચ મોકલી ત્યારે આઠમા ધોરણની દીકરીયું હર્ષોલ્લાસ કરતી ખટારામાં ચડી જે હોંશથી બેન્ચ ઉતારવા લડી કે ના પૂછો વાત. જીવનમાં એટલો સંતોષ ક્યારેય નથી મળ્યો અને હવે જોતો ય નથી." આટલું બોલ્યા પછી એ દિવસે શાહબુદ્દીન રાઠોડ વધુ કંઈ ન બોલી શકયા. અને મારી કલમ પણ હવે વધુ કંઈ એમના વિષે લખી નહિ શકે...!! એ પણ એની હદ જાણે જ છે અને આવી મહાન હસ્તી સામે શાંતિથી મારા ખિસ્સામાં સરી જાય એમાંજ એની ભલાઈ છે! (પુસ્તક:"મુઠ્ઠી ઉંચેરા ૧૦૦ માનવરત્નો") લેખકઃ ડૉ. કાર્તિક શાહ સંકલિત. https://www.mavjibhai.com/gadya/156_padmashri.htm 🍁

ઉઘાડા પગે પારંપરિક વસ્ત્રોમાં પદ્મશ્રી લેવા પહોંચનાર વૃદ્ધ મહિલા કોણ છે? 🎖🎖🎖🎖🎖

ઉઘાડા પગે પારંપરિક વસ્ત્રોમાં પદ્મશ્રી લેવા પહોંચી વૃદ્ધ મહિલા, તાળીઓથી ગૂંજી ઉઠ્યો હૉલ કર્ણાટકનાં આદિવાસી મહિલા તુલસી ગૌડા ક્યારેય સ્કૂલમાં નથી ગયા પરંતુ 70થી વધુ ઉંમરે આખું જંગલ ઊભું કર્યું, છ દાયકાથી પર્યાવરણ સેવા કરતાં 30 હજાર રોપા વાવ્યાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માનિત કરવામાં આવેલ કર્ણાટકના 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડાનુ નામ હવે દુનિયા આદરથી લઈ રહી છે. તેમને પર્યાવરણની સુરક્ષામાં તેમના યોગદાન માટે સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ચંપલ વિના ઉઘાડા પગે ચાલતા અને જંગલ વિશેની તમામ માહિતી રાખતા તુલસી ગૌડા હજારો છોડ વાવી ચૂક્યા છે. પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરાવા પર ઘણા લોકો તેમના વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે. તો આવો જાણીએ કોણ છે એ સ્ત્રી તુલસી ગૌડા...
કર્ણાટકના ગરીબ પરિવારમાં જન્મ્યા તુલસી ગૌડા . તે પારંપરિક પોષાક પહેરે છે. તેમનો પરિવાર એટલો ગરીબ છે કે તે ભણી શક્યા નહિ. તેમના માટે જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ હોય છે. તેમણે ક્યારેય ઔપચારિક શિક્ષણ મેળવ્યુ નથી પરંતુ આજે તેમને એનસાઈકિલોપીડિયા ઑફ ફૉરેસ્ટ (વનના વિશ્વકોષ) તરીકે ઓળખવામાં આવે છે. છોડ-વૃક્ષો અને જડીબુટીઓની વિવિધ પ્રજાતિઓના તેમના વિસ્તૃત જ્ઞાનના કારણે તેમને આ નામ આપવામાં આવ્યુ છે.
72 વર્ષની ઉંમરે પણ કામ અવિરત ચાલુ આંધ્ર પ્રદેશના ભાજપ પ્રમુખ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ કહ્યુ કે આજે 72 વર્ષની ઉંમરે પણ તુલસી ગૌડાએ પર્યાવરણ સંરક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા માટે છોડનુ પોષણ કરવાનુ અને યુવા પેઢી સાથે પોતાના વિશાળ જ્ઞાનને શેર કરવાનુ ચાલુ રાખ્યુ છે. તેમણે કહ્યુ કે તુલસી ગૌડા એક ગરીબ અને સુવિધાઓથી વંચિત પરિવારમાં મોટા થયા તેમછતાં તેમણે આપણા જંગલનુ પાલન-પોષણ કર્યુ છે.
વિષ્ણુ વર્ધન રેડ્ડીએ ટ્વિટ કરીને કહ્યુ કે તેઓ એક આદિવાસી પર્યાવરણવિદ છે જેમણે 30,000થી વધુ છોડ વાવ્યા છે અને છેલ્લા છ દશકથી પર્યાવરણ સંરક્ષણ કાર્યોમાં શામેલ છે. વળી, રાષ્ટ્રપતિ ભવન તરફથી પણ જણાવવામાં આવ્યુ કે તુલસી ગૌડાને તેમના સામાજિક કાર્યો અને પર્યાવરણ પ્રત્યે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

Friday, October 15, 2021

આભાર કેમ ન માનું પ્રભુ તારો ?

*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* દરેક વ્યક્તિ મૃત્યુ પછી જન્મ ધારણ કરે છે અને જન્મ પછી મૃત્યુ અને પાછો જન્મ, આ ક્રમ સતત ચાલતો રહેતો હોય છે તેમ આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે. *पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् ।* (આ સંસારમાં ફરી ફરીને જન્મ, ફરી ફરીને મરણ અને વારંવાર માતાના ગર્ભમાં રહેવું પડે છે, તેથી હે મુરારે! હું આપના શરણે આવેલો છું, આ દુસ્તર સંસારમાંથી મને પાર ઉતારો.)
આ વાત પર આપણને પૂર્ણ વિશ્વાસ છે, એટલેજ મૃત્યુ પર્યન્ત વ્યક્તિ આગામી જન્મારા માટેનું બેલેંસ બનાવવા પ્રયત્ન કરતો રહે છે. જન્મ લેવાનો નક્કી છે પણ *જન્મ કયાં લેવો ? જન્મ ક્યા સમયમાં લેવો ? જન્મ કયા દેશમાં લેવો ? જન્મ કયા ગામમાં લેવો ?જન્મ કઈ જ્ઞાતિમાં લેવો ? જન્મ કોના ઘરે લેવો ? જન્મ કઈ ભાષા બોલતા લોકોમાં લેવો ? તે બધું આપણા હાથમાં નથી.* એટલા માટે જન્મ જ્યાં મળ્યો જેવી પરિસ્થિતિમાં મળ્યો તેનું ગૌરવ આપણને હોવું જોઈએ. પોતાના જન્મ પર અને જન્મથી મળેલા પર્યાવરણ પર આપણને મિથ્યાભિમાન નહિ પણ ગૌરવની લાગણી હોવી જોઈએ. ગૌરવ નહિ હોય તો આપણો જન્મારો ગૌરવશાળી બનવાની જગ્યાએ સજારૂપ બની જશે. મને જીવનમાં જેમણે કૃતજ્ઞતા વ્યક્ત શીખવાડી છે અને એમનો જન્મદિવસ મનુષ્ય ગૌરવદિન તરીકે ઉજવાય છે તેવા પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે દાદાજીને પ્રતિ કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરી મારા જીવનમાં જેમણે નાના મોટા ઉપકાર કર્યા છે તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા એક કાવ્ય રચના દ્વારા પ્રયત્ન કર્યો છે. જીવનના ગતિદાતા અને મતિ દાતા તમે, છે અગણિત ઉપકાર અમ પર તમારા !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* ભગવાન સમગ્ર શ્રુષ્ટિના સર્જક અને પોષક છે.આપણી સમજમાં પણ ન આવે એટલી કૃપા આપણા પર છે,ત્યારે પ્રભુ પ્રતિ પ્રાર્થના ભાવથી આભાર વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે. ભારત ભૂમિમાં અવતાર દીધો, વળી ગુર્જર ધરાનું મરેડા રૂડું ગામ !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* ભારત દેશનું જીવન દર્શન શીખવા વિશ્વના ઘણા લોકો વર્ષો સુધી આપણા દેશમાં આવીને રહ્યા છે. આ અવતારોની ભૂમિ છે, આ ગંગા અને હિમાલયની ભૂમિ છે તે ભૂમિના કાયમી વિઝા મળવા તે આપણું સદભાગ્ય છે. ગુજરાત મોરી મોરી રે અને રૂડું રૂપાળું મારુ ગામડું. વતનની ભૂમિનો પ્રેમ કેવી રીતે વ્યક્ત કરી શકાય ? અહીં શબ્દો દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે. 'ચૌધરી' જ્ઞાતિમાં જન્મ અને :ચૌધરી સમૃતિ'ના મળ્યા આશીર્વાદ !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* પૂજનીય દાદાજીએ આપેલી ત્રિકાળ સંધ્યા કંઠસ્થ કરેલા ચૌધરી જ્ઞાતિના સાડા ત્રણ લાખ લોકો 12 જાન્યુઆરી 2020માં એકજ જગ્યાએ શિસ્તબદ્ધ મળ્યા, ન ભૂતો ન ભવિષ્યતિ જેવો સાંસ્કૃતિક પ્રસંગ ભગવાનની હાજરીમાં થયો હોય તેવી અનુભૂતિ સૌને થઈ તેનું ગૌરવ વિશેષ છે.આ પ્રસંગ ભગવાનની કૃપા વગર શક્ય નથી. દરેક જ્ઞાતિમાં કોઈને કોઈ ગૌરવશાળી ઘટનાઓ બનેલી છે. પોતાની જ્ઞાતિના ગૌરવની સાથે દરેક જ્ઞાતિ પ્રત્યે એટલોજ ભાવ પણ થવો જોઈએ. જ્ઞાતિનો ભૌતિક વિકાસ કેટલો છે તેના કરતાં જ્ઞાતિના સાંસ્કૃતિક ઇતિહાસનું મહત્વ વધારે હોવું જોઈએ. 'ડાહીમા' અને 'નાથુભા' જેવા માવતર દીધા વળી દીધો રૂડો પરિવાર !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* માતા પિતા અને પરિવારનું ઋણ કેવી રીતે વ્યક્ત કરી શકીએ? મળ્યા તે મા બાપ. ભગવાને આપણી લાયકાત કર્મ કે ઋણાનુબંધથી આપ્યા હશે તે હરીને ખબર પણ માતા પિતા માટે એક શબ્દની પણ ફરિયાદ કર્યા વગર તેમના ગુણગાન ગાવાની સંતાનનું કર્તવ્ય છે.પિતાજી સી વર્ષ નિરામય જીવન જીવ્યા, કઠોર પરિશ્રમ, ગાયકવાડી રાજ્યના ફાઇનલ પાસ,માતા અભણ પણ ગજબની હિંમત અને કોઠાસુજ, તેમને યાદ કરતાં જ આંખ ભરાઈ આવે છે, તેવા માતા પિતાને અંહી શાબ્દિક વંદન કર્યા છે. માતૃભાષા ગુજરાતી ને હિન્દી રાષ્ટ્રભાષા પણ દાદી જેવી વ્હાલસોઈ સંસ્કૃત ભાષા અમને !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* અહીં જન્મથી મળેલી ભાષાઓ એટલુંજ નહિ પણ જેમ ભાષાઓમાં લખાયેલ ગ્રંથો, સાહિત્ય વાંચીએ તેમ તે ભાષા ન મળી હોત તો કેટલું ન મળ્યું હોત !! આ વિચાર કરતાંજ ભગવાન પ્રત્યેનો અહોભાવ જાગૃત થયા વગર રહેતો નથી. સર્જન શુ કરી શકીએ પ્રભુ ! સર્જનના બનાવ્યા તમે નિમિત્ત !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* નારસિંહ મહેતા કહે છે 'હું કરું હું કરું તે જ અજ્ઞાનતા, સકટ નો ભાર જેમ શ્વાન તાણે...' ભગવનાજ creator છે પણ મારા દ્વારા ભગવાન કરાવે છે તે વાત અહીં શાબ્દિક રીતે વ્યક્ત કરી છે. કૃષિ અને પશુપાલનનો મૂળ વ્યવસાય અમારો ઋષિ અને પશુપતિ સાથનો નાતો થયો પાકો !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* આપણા માતા પિતાના વ્યવસાય પ્રત્યે સુગ નહિ પણ ગૌરવ હોવું જોઈએ. આપણા દેશનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ખેતી અને પશુપાલન પ્રતિ ઓરમાયું વર્તન આજના લોકોનું થતું જાય છે. ગાય ભેંસનું પાલન પોષણ કે ખેતી કરનાર પ્રતિ સુગ કરવી એ પાપ છે.જ્યારે વ્યક્તિ પોતાના બાપના ધંધા પ્રતિ માનની દ્રષ્ટિએ નથી જોતો ત્યારે એ પાપ કરે છે. કૃષિ ને ઋષિ સાથે અને પશુપાલક ને પશુપતિ સાથે જોડીને ખેતી અને પશુપાલન વ્યવસાય પ્રતિ ગૌરવ ઊભું કરનાર પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રતિ આશાબ્દિક રીતે વિશેષ કૃતજ્ઞતા ભાવ કર્યો છે. ભણવાની સાથે ભણાવવા મળ્યું વળી *'एकोहम बहुस्याम्'* ની મળી તક !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* મારા જન્મ સમયે દેશમાં ચાલીસ ટકાથી વધારે લોકો નિરક્ષર હતા. મારી બે મોટી બહેનો પબ નિરક્ષર છે. મને ભણવાની તક મળી , શિક્ષક ના વ્યવસાય માં આવતાં ભણાવવાની તક મળી. *एकोहम बहुस्याम्* - હું એક છું મારે અનેક થવું છે. પ્રાચાર્ય તરીકેની કામ કરવાની તક મળતાં વૈચારીક રીતે અનેક મિત્રોમાં વ્યાપ થવાની તક મળી. આ વાતનું મહત્વ સમજી ભગવાનના ગુણગાન ગાવાનો પ્રયત્ન કર્યો છે. કળી કળી લાગે કળિયુગની , પણ પળે પળે પ્રભુ તારો સાથ !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* જીવનમાં એટલા બધા કડવા અનુભવો પણ થયા છે કે એમ લાગે કે સર્વત્ર કળિયુગ આવી ગયો છે. કસોટીની ક્ષણો ગણો કે કડવા અનુભવો ગણો પણ અનુભૂતિ એવી પણ થતી રહી છે પલે પલે ભગવાન આપણને સંભાળી રહ્યો છે. એટલા માટેજ શબ્દો વાંરવાર વાગોળવાનું મન થાય છે કે... *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* જીવનના ગતિદાતા અને મતિ દાતા તમે, છે અગણિત ઉપકાર અમ પર તમારા !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* ભારત ભૂમિમાં અવતાર દીધો, વળી ગુર્જર ધરાનું મરેડા રૂડું ગામ !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* ચૌધરી જ્ઞાતિમાં જન્મ અને ચૌધરી સમૃતિના મળ્યા આશીર્વાદ !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* ડાહીમા અને નાથુભા જેવા માવતર દીધા વળી દીધો રૂડો પરિવાર !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* માતૃભાષા ગુજરાતી ને હિન્દી રાષ્ટ્રભાષા પણ દાદી જેવી વ્હાલસોઈ સંસ્કૃત ભાષા અમને !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* સર્જન શુ કરી શકીએ પ્રભુ ! સર્જનના બનાવ્યા તમે નિમિત્ત !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* કૃષિ અને પશુપાલનનો મૂળ વ્યવસાય અમારો ઋષિ અને પશુપતિ સાથનો નાતો થયો પાકો !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* ભણવાની સાથે ભણાવવા મળ્યું વળી *'एकोहम बहुस्याम्'* ની મળી તક !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* કળી કળી લાગે કળિયુગની , પણ પળે પળે પ્રભુ તારો સાથ !! *આભાર કેમ ન માનું પ્રભુ તારો ?* 🙏 *ડૉ. જી.એન.ચૌધરી*🙏

Saturday, September 25, 2021

સકસેસ સ્ટોરી:- UPSCની પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ દેશમાં 8મુ સ્થાન મેળવ્યું, ગુજરાતમાં પ્રથમ સ્થાને.

સુરતના કાર્તિક જીવાણીએ ત્રણ વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. કાર્તિક જીવાણીએ યુપીએસસીની પરીક્ષામાં આ વખતે દેશભરમાં આઠમો રેન્ક પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. લાંબા સમયના ઈંતજાર બાદ ગુજરાતનો કોઈ વિદ્યાર્થી ટોપ ટેનમાં ઝળક્યો છે. 📚અભ્યાસ📚✏️ ધોરણ12 સુધીનો અભ્યાસ તેણે સુરતમાં કર્યો હતો ,અને ત્યારબાદ તે કોલેજ મુંબઈ ખાતે IIT એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો. 💡સતત પ્રયાસ:- કાર્તિક જીવાણીએ 2019માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી જેમાં તે 94મા ક્રમે આવ્યો હતો. ત્યારબાદ ફરી તેણે પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો. પરંતુ નસીબએ સાથ ન આપ્પ્રયો.બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો. તેણે હિંમત હારી નહીં અને સતત પ્રયાસ કરતો રહ્યો અને ત્રીજી વખત તે સમગ્ર દેશની અંદર આઠમો ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કરી દીધું અને તેનું સપનું આઈએએસ બનવાનું પૂર્ણ કર્યું છે.
તેઓએ એક ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું... તેઓનો જન્મ 1994માં થયો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો. એ વખતે સુરતમાં પ્રસૂતિ કરાવનાર ડોક્ટર હાજર નહોતા. એ વખતના સુરતની વાતો સાંભળેલી જેમાં એસ.આર. રાવ નામના પાલિકા કમિશનરે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી હતી. શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું. રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને મને પણ IAS બનવાની ઈચ્છા હતી. પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બીટેક થયો છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.આમ તો 2019માં જે રીતે તૈયારી કરતો હતો તેના કરતાં સમય ખૂબ ઓછો મળતો હતો. હૈદરાબાદમાં ટ્રેનિંગ IPSની ચાલતી હતી. સમય ખૂબ ઓછો મળતો હતો. પરંતુ આત્મવિશ્વાસ વધી ગયો હતો. એકવાર આપણે પરીક્ષા પાસ કરી ચૂક્યા પછી ડર ઓછો થઈ ગયો હોય. આ વખતે રેન્ક સારો મેળવવામાં સફળતા મળી છે. ધોરણ 1થી 8માં મેં ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ મેળવ્યું છે. સ્પોકનઈંગ્લીશના ક્લાસ કરીને અંગ્રેજી પાક્કુ કર્યું હતું. મેં પણ હાર્ડ વર્ક કર્યુ છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ હાર્ડ વર્ક કરતાં હોય છે પરંતુ હાર્ડ વર્કમાં પ્રેક્ટિકલ પોઈન્ટ ભુલી જાય છે કે, રોજ 15થી 18 કલાક તૈયારી કરવાથી વધારેયા ત રહેશે એવું નથી. હું રોજ માત્ર 8થી 10 કલાક જ પ્રેક્ટિસ કરતો હતો. કારણ કે, દિવસમાં 18 કલાક વાંચેલું કોઈ દિવસ યાદ રહેતું નથી. જ્યારે મને કંટાળો આવતો ત્યારે યુપીએસસી પાસ કરેલા ઓફિસર્સના વિડિયો જોઈ પોતાની જાતને મોટીવેટ કરતો હતો. ક્લાસીસમાં ગયા વગર જ ઈન્ટરનેટ પર વિડિયો જોઈ તૈયારી કરતો હતો. જ્યારે પહેલી વખત યુપીએસસીની પરીક્ષા આપી ત્યારે પાસ કરી શક્યો ન હતો. એક વિક સુધી હું ડિપ્રેશનમાં રહ્યો હતો. ત્યારે મેં વિચાર કર્યો કે, હું નાપાસ કેવી રીતે થયો? એ કારણ જાણ્યું તો ખબર પડી કે, લખવાની સ્પીડ ઓછી હોવાને કારણ હું નાપાસ થયો હતો. એટલે ત્યાારે ઘરે એક બેન્ચ મુકાવી ત્યાર પછી ટાઇમ પર ટેસ્ટ પેપર આપતો હતો. આવી રીતે પેપરની પ્રેક્ટિસ કરીને વર્ષ 2019માં પ્રથમ વખત મે યુપીએસસી પરીક્ષા પાસ કરી અને સમગ્ર દેશમાં 94મો ક્રમ અને ગુજરાતમાં પહેલા ક્રમે આવ્યો હતો. ત્યાર બાદ મને વાંચવાની અને લખવાની પ્રેક્ટિસ પડી ગઈ હતી. મારી પરીક્ષા પાસ કરવામાં મારા માતા-પિતાએ ઘણો સંઘર્ષ કર્યો છે. મને રાત્રે વાંચવાની આદત હતી ત્યારે મને કંપની આપવા માટે મમ્મી-પપ્પા મારી રૂમની અંદર જ રહીને મને કંપની આપતા હતાં. જ્યારે કંટાળો આવતો ત્યારે હું ફિલ્મ જોઈ લેતો હતો. આ પરીક્ષા આપતા પહેલા મેં અલગ અલગ વર્ષમાં લેવાયેલી યુપીએસસીની પરીક્ષાના 25 જેટલા પેપર્સ સોલ્વ કર્યા હતાં. 📲 સાભાર- વેબસાઇટ પરથી...

Thursday, June 3, 2021

અજવાસ2 સરહદના સરદાર સમા – જગતાબાપુ .

2. સરહદના સરદાર સમા – જગતાબાપુ આજથી 85-90 વર્ષ પૂર્વે ગોરાઓની સામે દેશ લડાઈ લડી રહ્યો હતો ,ત્યારે સુકા રણમાં હાલના પાકિસ્તાન સરહદી વિસ્તારમાં લોકો કુરિવાજો , અંધશ્રદ્ધા ,નિરક્ષરતા અને દમન વચ્ચે માત્ર શ્વાસ લેવો એ પણ જીવન સમજતા હશે ત્યારે એક સામાન્ય કુટુંબમાં જન્મેલ બાળક એજ આજના સરહદના સરદાર સમા જગતાબાપુ. સ્વતંત્રતા પૂર્વે થરાદના નાગલા ગામે ચૌધરી સમાજમાં માતા કરમાબાઈ અને પિતા માવાભાઇને ત્યાં તા- 07-09-1927ના રોજ દીકરાનો જન્મ થયો. બાળપણમાં જ પોતાના ઘરમાથી શ્રીમદ ભગવતગીતા ,રામાયણ જેવા ધાર્મિક જ્ઞાન સાભળીને મેળવી લીધું . એમની યુવા વયે દેશમાં સ્વાતંત્ર્ય માટેની ચળવળો ચાલતી હતી.એ સમયે તેઓ ચાર મહિના જેટલો સમય શાળામાં અભ્યાસ કરીને લખતા વાચતા શિખ્યા.ત્યારે તેઓ મેમણ હાજી ઉસમાન અબદલે બનાવેલી લાઇબ્રેરીમાં ગાંધીયુગના પુસ્તકો અને સામાયિકો વાચતાં.આ વાંચન દ્વારા તેઓ સ્વાતંત્ર્ય માટેની ચળવળોથી પરિચિત થયા અને અંગ્રેજો સામેની લડાઈમાં ભાવિ યોજનાઓ ધડતા. તેઓ લોકોને સ્વાતંત્ર્ય માટેની ચળવળોની લડાઈમાં ભાગ લેવા સમજાવતા પણ એમનું સમજે કોણ એ સમયે ! એ સમયે લોકો અંધશ્રધ્ધા , દમન ,નિરક્ષરતા અને ડર વચ્ચે કચડાયેલા માનસમાં જીવનારા. છતાં પણ એમને પ્રયત્નો ચાલુ રાખ્યા .
15-08-1947ના ભારત અંગ્રેજોના કબજામાથી મુકત થયું ,નવા ભારતનો સૂર્યોદય થયો. ત્યારે સ્વતંત્રતા બાદ રવિશંકર મહારાજનું એક અધિવેશન થરાદ તાલુકાનાં મલુપુર ગામે ભરાયું . આ અધિવેશનમાં જગતાબા એ વિનોબા ભાવેની “ભૂદાન ચળવળ”ને ઉપાડી લીધી. તેઓ પોતાના થોડાક મિત્રો સાથે ગામે- ગામ જનચેતના પ્રગટાવવા માટે પદયાત્રાઓ શરૂ કરી . સંકુચિત માનસ,કુરિવાજો ,અંધશ્રધ્ધા અને દમન વચ્ચે જીવવા ટેવાયેલા લોકોમાં જનચેતના પ્રગટાવવાનું કાર્ય આપણે માનીએ એટલું સરળ પણ નોહતું . એ સમયના પડકાર વચ્ચે જીવના જોખમે જગતાબા એ સરહદના છેવાડાના માનવીને સ્વાતંત્ર્તાનો અમી રસ ચખાડ્યો . સરહદના લોકોને પાયાની સુવિધાઓ મળી રહે એમાટે ગ્રામલક્ષ્મીની પૂજા યજ્ઞ શરૂ કર્યા. સાદગી અને કરકસરયુકત જીવનપ્રણાલીમાં લોકોની સેવા કરવાનું શરૂ કર્યું.શરુઆતમાં ડોડગામ ગ્રામ પંચાયતના સરપંચ પદે,સતત 14 વર્ષ સુધી થરાદ તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ રહ્યા અને 17 વર્ષ સુધી થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યાઅને લોકોની અવિરત સેવા કરી. પ્રમુખ પદે હતા ત્યારે એક પ્રસંગ બને છે...એક શિક્ષક આગ્રહપૂર્વક તેઓને શાળામાં લઈ જાય છે,કન્યા પાસે એમનું કુમ-કુમ તિલકથી સ્વાગત કરે છે અને પછી શાળામાં ઓરડો નથી એટલે વરસાદ –ટાઠ,તડકામાં અગવડ પડવાની વાત એમના સમક્ષ મૂકે છે .એ સમયે નાણાંની ખૂબ અછત રહેતી છતાં પણ શિક્ષકની વાતને પોતાની ડાયરીમાં ટપકાવી.એકાદ અઠવાડિયા બાદ એ નિશાળના ઝાપે ગાડી આવે છે, ને ખાદીધારી જગતાબા ઉતરીને શિક્ષકને બોલાવીને કહે છે તમારે એક ઓરડો મંજૂર કરી લીધો છે,એકાદ માસમાં તમારે કામ ચાલુ થઈ જશે.આટલું બોલીને નીકળી જાય છે.આ બાબત એમની કાર્યશૈલીની સાક્ષી પૂરે છે.તેઓ એ સમયે 80 જેટલા શાળાઓમાં પાક્કા ઓરડા બનાવી શિક્ષણને મહત્વ આપ્યું હતું . ખેડૂતોના પ્રશ્નોને પણ વાચા આપી. સહકારી માળખાને આ વિસ્તારમાં ઊભું કરવામાં એમનું યોગદાન રહ્યું છે . જગતાબાનું સૌથી મોટું સ્વપ્ન સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાનું હતું. તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મારા સમાજને શિક્ષણ ની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી હું ખાટલા કે પથારીમાં ઊંઘીશ નહિ –આવી કઠોર પ્રતિજ્ઞા લેનાર ખાદીધારી માણસ. ઇ.સ.1978માં સમાજની સેવા અને શિક્ષણ અર્થે આંજણા પટેલ કેળવણી મંડળની રચના કરી અને છાત્રાલય શરૂ કરી . ઇ.સ. 1986માં સમાજને કુરિવાજોની બદીઓમાથી મુકત કરાવવા માટે ગાયત્રી વિધાલયનો પાયો નાખ્યો . આજે આ સંસ્થા સરહદી ક્ષેત્રમાં એક વટવૃક્ષ સમી જગતાબાની હયાતીની સાક્ષી પૂરી રહી હોય એમ ઊભી છે.વર્ષ 1995+96મા સમાજની પાચ જેટલી દિકરીઓને ગાંધીનગર મુકામે સ્વ ખર્ચે અભ્યાસ કરવા મુકેછે.હાલમાં આ સંસ્થામાં એમનું બાવલું ઊભું છે ,એ એમના કાર્યની ફોરમ પ્રસરાવી રહ્યું છે .
તેઓ સામાન્ય અને ગરીબ જન જનના હ્રદયમાં આજે પણ હયાત છે. તેઓએ દરેક સમાજને સન્માન ,શિક્ષણ ,કુરિવાજોથી મુકત કરવા અને અંધશ્રધ્ધાથી બહાર લાવવા પ્રયત્નશીલ રહ્યા. આજથી 50 વર્ષ પહેલા પણ સામાજિક સમરસતા માટે સમૂહભોજનનું આયોજન કર્યું હતું.જેના લીધે તેઓને સમાજ બહાર પણ કરવામાં આવ્યા અને આગેવાનોની સમજૂતી બાદ પુન:સમાજમાં લેવામાં આવ્યા.આ બાબત એમની અન્ય સમાજપ્રત્યેની લાગણીનું ઉ.દા .પૂરું પાડે છે. સરહદી ક્ષેત્રમાં સુકારણમાં સમાજ સુધારણા ,શિક્ષણ અને લોકોના ઉત્થાન માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દેનાર જગતાભાઈ માવાભાઇ પટેલ (જગતાબાપુ)ને સરહદનો પ્રત્યેક વ્યકિત “શાસ્ત્રીજી”, સરહદના સરદાર જેવા હુલામણા નામે આજે પણ જાણે છે . એમની અંતિમ ઇચ્છા હતી કે મારો સમાજ વ્યસન મુકત હોય, ઘેર ધેર દીકરીના વધામણાં હોય .દરેક ઘરમાં તુલસી અને ગાય હોય ,સમાજના દીકરા-દીકરી ભણીગણી ને આગળ આવે . મારી ઈચ્છા મુજબના સમાજનું નિર્માણ થશે ,તો મને આપેલી શ્ર્ધ્ધાંજલી સાચી શ્ર્ધ્ધાંજલી ગણાશે. લેખન:- વંશ માલવી માહિતી સ્ત્રોત :- પ્રકાશકુમાર સુથાર રીસર્ચ -4-3-2018 ચંદરવો-રાધવજી માધડ

અજવાસ -1 બનાસના ગાંધી – લોકસેવક હરિસિંહ ચાવડા (દાદા)

બનાસના ગાંધી – લોકસેવક હરિસિંહ ચાવડા (દાદા) બનાસકાંઠા જિલ્લામાં નિરક્ષરતાના કલંકને અળગું કરવામાં જેનું અમૂલ્ય યોગદાન રહેલું છે,એવા સફેદ ખાદીનો લેંઘો-જભ્ભો પહેરનાર ,રણકતો પ્રેમાળ અવાજ ધરાવનાર ,લોકબોલીમાં બોલનાર અને કર્મ જ સુવાસ એવું માનનારા, “દાદા”ના હુલામણા નામે જાણીતા બનાસના ગાંધી સમા વ્યકિત વિશે જાણીએ ... મૂળ મહેસાણા જિલ્લાના અંબોડા ગામના . માતા શ્રીમતી ઉદીબાના કૂખે 30-10-1930ના રોજ જન્મેલા નોખી વિચારધારાવાળા માણસ એટલે હરિસિંહ. પિતા પ્રતાપસિહ. બનાસકાંઠા જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવીને શિક્ષણની અલખ જગાવનાર ગાંધીપુરુષ શ્રી હરીસિહ પ્રતાપસિંહ . ગુજરાતની ભૂમિએ સત્ય,અહિંસા અને સત્યાગ્રહની ભૂમિ. ગાંધીજીના વિચારોને અમલમાં કરીને ગુજરાતમાં અનેક રચનાત્મક સંસ્થાઓ નિર્માણ પામી છે ,વેડછી ,બોચાસણ ,દક્ષિણામૂર્તિ ,લોકનિકેતન અને નુતનભારતી . જેમાની એક સંસ્થા લોકનિકેતન જે પૂજય દાદાશ્રી હરિસિંહએ ગાંધી વિચારોને પચાવીને એક રચનાત્મક સંસ્થા સ્થાપીને લોકસેવા અને શિક્ષણનું કામ કર્યું છે . તેઓએ પોતાની આગવી આવડત ,કોઠાસુજ,ખાંતપૂર્વકની મહેનતના લીધે બનાસકાંઠામાં પોતાની આગવી ઓળખ બનાવી.
શિક્ષણક્ષેત્રે પૂર્વ પ્રાથમિકશિક્ષણ થી લઈને પ્રાથમિક , માધ્યમિક ,ઉચ્ચ માધ્યમિક અને વિવિધ પ્રકારની કોલેજ સુધીની સંસ્થાઓ સ્થાપી અને એમને વિકસાવી , પગભર બનાવી તથા છેવાડાના માનવી સુધી પહોચાડીને જાગૃતતા લાવી. લોકનિકેતન સંસ્થાને સાથે સાંકળીને સમગ્ર જીલ્લામાં તાલુકા મુજબ આશ્રમશાળાઓ ,પ્રાથમિક શાળાઓ ,પછાત વિસ્તારમાં નિવાસી વિધાલયો સ્થાપી. હરિસિંહ દાદા મૂળતો શિક્ષણનો જીવ પણ માત્ર ચીલાચાલુ કે પરંપરાગત શિક્ષણ નહિ .તેઓ ગાંધી વિચારો સાથે જોડાયેલા એટલે રચનાત્મક ,મૂલ્યલક્ષી અને વ્યાવસાયિક શિક્ષણના કાયમી હિમાયતી રહ્યા . તેઓ જીવનપર્યંત બનાસકાંઠા જિલ્લાના છેવાડાના માનવીના શિક્ષણ અને સ્વાસ્થય ની ચિંતા કરી. બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાન સરહદી વાવથી લઈને રાજસ્થાન સરહદના અમીરગઢ-દાંતા તાલુકાનાં માણસના શિક્ષણ ,સ્વાસ્થય માટે સતત કાર્યશીલ રહ્યા.તેઓએ પ્રત્યેક તાલુકામાં પ્રવાસ કરીને જન જન સુધી પહોંચીને સાચી પરિસ્થિતીનો તાગ મેળવીને એમની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યા. હરિસિંહ દાદા સવારે ત્રણ વાગ્યે જાગનાર શ્રમજીવી વ્યકિત.સવારે વહેલા ઊઠીને દૈનિક ક્રિયાઓ પૂરી કરીને સમગ્ર સંસ્થામાં આંટો લગાવીને સ્વ નિરીક્ષણ કરતાં. તેઓ જાતે પાવડો અને કોદાળી લઈને યુવાનોને શરમાવે એવું શ્રમ કાર્ય કરતાં . ગરીબ અને પછાત લોકો પ્રત્યે એમને અનહદ પ્રેમ અને કરુણા હતી. જેનું ઉતમ ઉ.દા. આશ્રમમાં અભ્યાસ કરતાં બાળકો. જેનું કોઈ નથી તેવા લોકોને મદદરૂપ બનીને પોતાના આશ્રમમાં સ્થાન આપતા .ગરીબ પછાત વર્ગના બાળકોને ભણવાથી લઈને રહેવા સુધીની તમામ સગવડો દાદા કરી આપતા. હજારો ગરીબ બાળકોના બેલી દાદા બન્યા છેદાદા બાળકોને જ ભગવાનનું સ્વરૂપ માનતા. બાળકોને પ્રેમ આપવાથી આનંદ પ્રાપ્ત થાય છે ,તેવો બીજા કાર્યોમાં નથી મળતો . દાદા હમેશા શિક્ષાના વિરોધી હતા, બાળકોથી ભૂલો થાય તો સમજ આપો શિક્ષા નહીં. તેઓ શિસ્ત અને ચોકસાઈના આગ્રહી હતા,એકવાર સંસ્થાના તમામ બાળકો પ્રાર્થના સભામાં બેસી ગયાને એમના ચપ્પલ બહાર અસ્ત-વ્યસ્ત હતા .તેઓ સ્વયં એ ચપ્પલને એક હરોળમાં કરીને પ્રાર્થનામાં બેસ્યા .
હરિસિંહ દાદાબે વાર મંત્રી તથા સાંસદ રહી ચૂક્યા છે,છતાં પણ એમને કયારેય સતાનો ચસ્કો કે અભિમાન સ્પર્શી શક્યું નહીં.તેઓ સદાય આશ્રમી જીવન સાદગીપૂર્ણ રીતે જીવ્યા. આજે પણ એમના દ્વારા સ્થાપિત લોકનિકેતન રતનપુર સંસ્થા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંબાજી વચ્ચે એમની અમી છાયડાની સાક્ષી પૂરે છે. લાખો બાળકો આ સંસ્થામાં શિક્ષણ મેળવીને સારી જગ્યા પર સેવાઓ આપી રહ્યા છે . વર્તમાન સમયમાં પણ લોકનિકેતન સંસ્થામાં તથા એમની પેટાશાખામાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે .તેઓ પંચોતેર વર્ષની ઉમરે પણ એક સ્વપ્નું સેવ્યું હતું – લોકનિકેતન ને “ડીમ્ડ યુનિવર્સિટી “ બનાવવાનું .જે તેઓ પૂર્ણ ના કરી શક્યા. હરિસિંહ દાદાએ બધાજ વાદવિવાદથી મુકત રહીને એક રાજકીય વ્યક્તિ કેવી રીતે રચનાત્મક કરી થકી સમાજના જન જન સુધી સેવા આપી શકે એનું ઉતમ ઉ.દા . પૂરું પાડ્યું. ટૂકમાં હરિ નામે રામના નામના ભેખધારી ,શિક્ષણ અને સેવાનો સંગમ કરનાર આજીવન સેવાદળને સમર્પિત રહેનાર ,બનાસકાંઠાને પોતાનું ઘર બનાવનાર એક બાહોશ અને નિર્ભય વ્યક્તિત્વ વાળો માણસ . ગાંધીજીના વિચારોથી રંગાયેલા સમાજને નવી રાહ ચિંધનાર હરિસિંહ ચાવડાને લોકનિકેતન સંસ્થા તથા સમગ્ર બનાસવાસીઓ “દાદા”ના હુલામણા નામે ઓળખે છે. એમના વિશે લખવા બેસીએ તો એક ગ્રંથ પણ લખી શકાય એમ છે ,પરંતુ એમની પ્રમુખ બાબતોને આવરવાનો પ્રયાસ કર્યો છે. બનાસના શિક્ષણ માં જે પછાતપણું નામનું કલંક હતું એ દૂર કરવામાં દાદાના યોગદાનને પ્રત્યેક બનાસવાસી ભૂલી શકે એમ નથી . એમના અંતર આત્માને નમન... નમન... લેખન:- વંશ માલવી નોધ- આ લેખની લિંક આપ શેર કરી શકશો ,પરંતુ આપના નામે આ લેખને ચડાવવાનો પ્રયાસ કરશો નહીં.

Friday, March 19, 2021

વિશ્વ ચકલી દિવસ

વિશ્વ ચકલી દિવસ 20માર્ચ એક દાયકા પહેલા મારા કાનમાં સતત ગુંજતો અવાજ થઈ રહ્યો છે લુપ્ત. સૌનું લાડકવાયું પક્ષી એટલે ચકલી… ગુજરાત ના દરેક આંગણે આજ થી એક દાયકા પહેલા પક્ષી જગતનું સૌથી ડરપોક, શરમાળ અને નાનું પક્ષી ચકલી નો ચીં…ચીં…નો અવાજ ગુંજ્યા કરતો હતો. પરંતું આજે મોટા ભાગ ના રાજ્યમાંથી ચકલી ની પ્રજાતિ જાણે લુપ્ત થવા લાગી છે. તેથી સતત ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. એક સમયે બાળગીતો માં ખૂબ જ પ્રચલિત બનેલું બાળગીત ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં.આ બાળગીત આજે યથાર્થ થઈ રહ્યું કેમ ચકલીઓને શોધવા આજે જંગલ વિસ્તાર તરફ જવું પડે છે પરંતુ આવું થોડાક વર્ષો સુધી ચાલુ તો ચકલીઓને આપણી આગામી પેઢીને ફોટામાં બતાવવી પડશે ચકલી ની સંખ્યા લુપ્ત થવાના કારણોમાં આજનું ઔદ્યોગિક પ્રદૂષણ, ધોંઘાટ, ખેતરોમાં થતો કેમિકલયુક્ત દવા નો છંટકાવ, મોબાઇલ ટાવરોના રેડિયેશન જેવા પરિબળો છે જેના કારણે ચકલીઓ ની સંખ્યા બહુ મોટા પ્રમાણ માં ધટી રહી છે. ઘટતી જતી ચકલીઓની સંખ્યા ઓ ને લઈને અમુક N. G. O અને સામાજિક કાર્યકર્તા, શૈક્ષણિક સંસ્થાઓ, પર્યાવરણીય સંસ્થાઓ આગળ આવી રહ્યા છે. તારીખ ૨૦ માર્ચને ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. કેટલીક સામાજિક સંસ્થાઓ આ દિવસે ચકલી ઘર કુંડાનું વિતરણ કરે છે ત્યારે સામાન્ય માણસને પણ સજાગ બનવાની જરૂર છે. આવા લુપ્ત થતા પક્ષી ઓને પ્રાણીઓને બચાવવા માટે આપણે યથાર્થ પ્રયત્નો કરવા જોઈએ
‘વિશ્વ ચકલી દિવસ’-20 માર્ચ પર મને અમુક વર્ષ પહેલા 1958માં ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝીંડોગે ચીનના આર્થિક વિકાસ તેમજ લોકોની જીવનશૈલી સુધારવા માટે ચાર કેમ્પેઈન હાથ ધર્યા હતા તે પૈકીનું એક ચકલીઓનો ચીનમાંથી વિનાશ કરવાનું હતું, આ કેમ્પેઈન માં લાખોની સંખ્યામાં ચકલીઓને મારવામાં આવી હતી પરંતુ તેના બીજા જ વર્ષે ખેતરમાં જીવડા ની સંખ્યા વધતા પાકનો નાશ થવા લાગ્યો પાક ન ઉગતા આર્થિક સમસ્યા સાથે દુકાળ પડ્યો જેથી બે ત્રણ વર્ષમાં 40 લાખ લોકો મોતને ભેટયા હતા. ખાવા માટે વલખા મારતા લોકો એકબીજાને મારી ને ખાવા લાગ્યા હતા મોટા પ્રમાણમાં થઈ રહેલી જાનહાનિ ને અટકાવવા ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝીંડોગે એ છેલ્લે ચકલી ને મારવાનો આદેશ પાછો ખેંચ્યો હતો અને ચકલીને પરત લાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. આમ આ દિવસે આપણે સૌ નક્કી કરીએ કે પ્રકૃતિના દરેક જીવનું સંરક્ષણ કરીશું.

Thursday, October 15, 2020

પડછાયો નથી પડતો એવું મંદિર...

તાંજોર:બૃહદેશ્વરમંદિરનો પડછાયો નથી પડતો. 👉અહો આશ્ચર્યમ..!આપણા ભારત દેશમાં પ્રાચીન સ્થાપત્યોની કોઈ કમી નથી.આપણે ત્યાં એવા ઘણા શિલ્પ સ્થાપત્યો છે,જે યુગોથી ભારતીય સંસ્કૃતિનો પરિચય આપી રહ્યા છે.આમા કેટલાંક પ્રસિધ્ધીના શિખર પર બિરાજે છે,તો કેટલાંક કાળની ગર્તામાં વિસરાઈ ચૂક્યાં છે.ભારતની ધરતી પર બનેલા ભવ્ય હિન્દુ સ્થાપત્યો એક સમયે ભારતના ગૌરવ સમા મોજૂદ હતાં.પણ એમાંથી અમુકની જાળવણી ન થવાને કારણે તે હાલના સમયમાં રહ્યા નથી.આપણા દેશમાં વિધર્મીઓના આક્રમણ સમયે ઘણાખરાં સ્થાપત્યોને ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં.છતાંપણ દક્ષિણ ભારત આજે પણ અનેક શિખરબદ્ધ હિન્દુ મંદિરો ધરાવે છે,જેના આકાશને આંબતા ગુંબજો આજે પણ આર્ય સંસ્કૃતિની ગુંજ વિશ્વભરમાં પ્રસારે છે.આજે લીલાધરરાનંદે એવા જ એક દક્ષિણભારતના તમિલનાડુના ભવ્ય શિવમંદિર વિષે વાત કરવી છે.તેના પાણે-પાણે હજારવર્ષ જૂનો ઈતિહાસ સંઘરાયેલો છે.વાસ્તુકળાથી લઈને મૂર્તિવિજ્ઞાન કળામાં જેમનો જોટો જડે તેમ નથી.એ મંદિર છે તમિલનાડુનું બૃહદેશ્વર મંદિર.એન્જિનિયરીંગના આ યુગમાં આ મંદિર એક કૌતુક સમાન છે. 👉આ મંદિર તમિલનાડુના તાંજોર જીલ્લામાં આવેલું છે.બૃહદેશ્વર નામનું ભવ્ય શિવમંદિર સમગ્ર ભારતમાં તેમની વિશાળતા,સુંદરતા અને કલાત્મકતા માટે પ્રખ્યાત છે.જણાવીએ કે, યુનેસ્કોએ આ મંદિરને "વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ"ની યાદીમાં સ્થાન આપ્યું છે.આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે.ઈ.સ.૧૦૦૪ના ગાળામાં આ મંદિરનું બાંધકામ શરૂ થયેલું.ચોલ વંશના રાજવી રાજારાજ પ્રથમે તેમનું નિર્માણ કરાવેલું.ચોલવંશ જેવો પરાક્રમી રાજપરિવાર ભારતમાં થયો નથી.એમની પરાક્રમ ગાથાઓની ટૂંકમાં વાત કરીએ તો,એ વખતમાં ચોલરાજાઓ પાસે પોતાની "રોયલ નેવી" હતી.એ વખતમાં આ રાજાઓના રાજદૂતો ગ્રીકદેશોમાં નિમાયેલા હતા.રાજારાજ ચોલા શિવભક્ત હતા.પણ બૌધ્ધ-જૈન ધર્મ સહિત હિન્દુધર્મના પણ દરેક પંથનું સન્માન કરતા હતા.અને સાચા રાજાનું આ એક લક્ષણ હોય છે.એવું કહેવાય છે કે તેમણે લગભગ છ એક વર્ષના ગાળામાં જ ગગનચૂંબી બૃહદેશ્વર મંદિર બંધાવી દીધું હતું. 👉બૃહદેશ્વર મંદિરની પૂર્વ-પશ્વિમ દિશામાં લંબાઈ લગભગ 240 મીટર છે.તેમજ ઉત્તર-દક્ષિણની પહોળાઈ 122 મીટર છે.એની ઉંચાઈ 66 મીટર જેટલી છે.આ મંદિર આખેઆખું ગ્રેનાઈટના પથ્થરોથી બનવાયેલું છે.આ મંદિરનું સોનાથી બનેલું શિખર જે પથ્થર પર ઉભું છે.તેનું એકલાનું વજન જ 80 ટન છે.બીજી એક ખાસ વાત એ છે કે અહીં આજુબાજુમાં ક્યાંક દૂર સુધી પણ ગ્રેનાઈટ નથી મળતો,તેમજ ભૂતકાળમાં મળતો હોવાના કોઈ લક્ષણ પણ મળ્યા નથી.એટલે લોકોને સવાલ એ થાય છે કે,આજથી હજાર વર્ષ પહેલાં ગ્રેનાઈટના આવા મોટા મોટા પથ્થરો કોણ અને કઈ રીતના અહીં સુધી લાવ્યું હશે? વળી,શિખર પર રહેલો પેલો ૮૦ ટન વજનનો ભીમકાય પથ્થર કઈ રીતે ત્યાં મૂકવામાં આવ્યો હશે?હજી સુધી એનો કોઈ સંતોષકારક ખુલાસો થયો નથી.સંશોધકો આનો જવાબ નથી આપી શક્યા.એટલે એને અત્યારે તો રહસ્ય જ માનીને ચાલો.આ મંદિરની વિશેષતા એ છે કે, જમીન પર શિખરનો પડછાયો જ નથી પડતો.છે ને રહસ્યમયી બધું,બાકી હાલ સ્થાપત્ય ક્ષેત્રે પ્રગતિ-વિકાસને બદલે અધોગતિ થઈ છે.RCC ટકે તો નહીં,પણ સળિયા સડી રીપેરીંગ માંગે.
👉એવી કહેવત છે કે,પડછાયો કોઈનો સાથ છોડતો નથી.પણ અહીં તો પડછાયાએ પણ સાથ છોડી દીધો છે.અથવા એમ કહો કે મંદિરને બાંધનારાઓએ એવો કરતબ દેખાડીને સાથ છોડાવરાવ્યો છે.જણાવી દઈએ કે આ મંદિરના શિખરનો પડછાયો જમીનને સ્પર્શ કરતો નથી,એવી અદભુત આની રચના છે.તો આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે,આપણા આર્કિટેક્ચરો કેવા કુશળ હતા.આ મંદિર પર અદ્ભુત સુંદર કોતરણી કરવામાં આવી છે.દેવી-દેવતાઓના મનોહર શિલ્પો બનાવવામાં આવ્યા છે.અહીં ગોપુરમ્ (મુખ્ય પ્રવેશદ્વાર)ની અંદરની તરફ એક ચબૂતરા પર શિવજીના વાહન ગણાતા નંદીની મૂર્તિ સ્થાપિત છે.આખા ભારતમાં વિશાળતાની દ્રષ્ટિએ આ નંદીનો લગભગ બીજો નંબર આવે છે.આ નંદીની મૂર્તિ એક જ પથ્થરમાંથી નિર્માણ પામી છે.આ નંદીની પ્રતિમાનો લંબાઈ-પહોળાઈ-ઉંચાઈનો રેશિયો ૬ : ૨.૬ : ૩.૭ મીટરનો છે.આ મંદિરના ગર્ભગૃહમાં વિશાળ શિવલીંગ છે.જેની ઉંચાઈ ૮.૭ મીટર જેટલી છે.શિવલીંગના દર્શન થતા જ ખ્યાલ આવી જશે કે શા માટે આ મંદિરને "#બૃહ્દ"નામ અપાયું છે.આટલા વિશાળ મંદિરની દીવાલોનો એક પણ ભાગ તમને કોરો જોવા નહી મળે.અહીં હરેક ઈંચમાં કોતરેલું છે પથ્થરમાં કાવ્ય.માતા દુર્ગા,વીણાવાદિની દેવી સરસ્વતી,ભગવાન શિવ અને માતા ભવાનીને દર્શાવતું અર્ધનારીશ્વર,વીરભદ્ર કાલાંતક,નટી-નટ-નાયક સહિત અનેક પ્રતિમાઓથી મંદિરનો અંદરનો ભાગ અને બહારનો ભાગ છવાયેલો છે. 👉આ મંદિરનું નિર્માણ કરાવનાર રાજવી રાજારાજ ચોલાના નામ પરથી આ મંદિરનું બીજું નામ "રાજરાજેશ્વર મંદિર"પણ પડ્યું હતું.ઘણા લોકો એવું જણાવે છે કે પહેલાં આ મંદિર આ જ નામે ઓળખાતું.પણ પછી મરાઠાઓ દક્ષિણ ભારતમાં ત્રાટક્યા ત્યારે એમણે આ મંદિરને "બૃહદેશ્વર મંદિર"નામ આપ્યું હતું.તો બોલો,હવે જયારે પણ તમિલનાડુ જવાનું થાય,તો આ ભવ્ય મંદિરની મુલાકાત લેવી ગમે ને.!💐 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 ચોલાપુરમ અને બૃહદેશ્વર મંદિરોની વાત છે. copy...byfb.liladhar patel

Monday, October 12, 2020

પ્રાચીન ભારતીય મંદિરોમાં સ્થાપત્યની શૈલી...

પ્રાચીન ભારતીય મંદિરોમાં સ્થાપત્યની શૈલી. 🏞️🌅🏞️🌅🏞️🌅🏞️🌅🏞️🌅🏞️🌅 👉ગુપ્ત કાળની 4થીથી 6ઠ્ઠી સદીમાં મંદિરોના નિર્માણના પુરાવા મળેલ છે.સ્થાપત્યવિદોના અનુમાન અનુસાર અગાઉના સમયના મંદિરોના પુરાવા જોતાં તે સમયે લાકડાના મંદિરો બંધાવવામાં આવતા હશે.પરંતુ ટૂંક સમયમાં ભારતમાં ઘણા સ્થળોએ ઈંટોના મંદિર બનાવવાનું શરૂ થયું.7મી સદી સુધીમાં દેશની આર્ય સંસ્કૃતિમાં પત્થરોવાળા મંદિરોના પુરાવા પણ મળ્યા છે.પૂર્વ-મધ્યયુગીય શિલ્પોમાં મંદિરના સ્થાપત્યની ત્રણ મુખ્ય શૈલીઓ મનાય છે.1.નાગરશૈલી 2.દ્રવિડશૈલી 3.વેસરશૈલી. 👉નાગર શૈલીનો વ્યાપ હિમાલય અને વિંધ્યાચળ પર્વતોની નર્મદા વચ્ચે જોવા મળે છે.દ્રવિડ શૈલીના મંદિરોનો વ્યાપ કૃષ્ણા અને કાવેરી નદીઓ નજીકની જમીન સાથે જોડાયેલ છે.આથી આ વિસ્તારના મંદિરોમાં આ શૈલીની ઝાંખી થાય છે.ભારતીય સ્થાપત્યમાં મંદિર સ્થાપત્યની વેસર શૈલી 3જી શૈલી છે.જે નાગર શૈલી અને દ્રવિડ શૈલીને આધાર બનાવીને વિકસાવેલ માનવામાં આવે છે.નાગરી શૈલીના મંદિરની વિશેષતા તેની બાંધકામ હોય છે.નાગરી મંદિરમાં કુલ 8 ભાગ હોય છે.મુખ્ય બે ભાગમા ગર્ભગૃહ અને મંડપની ગણના કરવામાં આવે છે.ગર્ભગૃહ મંડપથી ઊંચું હોય છે.ગર્ભગૃહની છત ગોળાઈમાં હોવાથી તેની ઉંચાઈ વધી જાય છે.શરૂઆતની નાગરી શૈલીના મંદિરોમાં સ્તંભ મુકતા ન હતા.નાગરી શૈલીના મંદિરનો વિસ્તાર હિમાલયથી લઈને દક્ષિણ સુધી જોવા મળતો હોવાથી દરેક મંદિરોમાં સ્થાનિક ફેરફાર અને સ્થાનિક બાંધણીની વિશેષતા જોવા મળે છે.પરંતુ પાયાથી ઉપરની તરફ જતા ત્રિકોણ આકાર શિખર જેવું સ્થાપત્ય સામાન્યતઃ બધે જ સરખું જોવા મળે છે.મોટાભાગે હિન્દૂ મંદિરો જે નાગરી શૈલીના બનાવવામાં આવેલા. 👉દ્રવિડ શૈલીના મંદિરો દક્ષિણ બાજુ વધુ પ્રચલિત છે.કેટલાક પૌરાણિક મંદિરો ઉત્તર અને મધ્ય ભારતમાં પણ જોવા મળે છે.દ્રવિડ શૈલીના મંદિરોમાં પણ લંબગોળ ગર્ભગૃહ જોવા મળે છે.ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા કરવા માટેની જગ્યા મુકવામાં આવે છે.આ શૈલીના મંદિરની ખાસિયત એ છે કે મંદિર પિરામિડ આકારના હોય છે.દ્રવિડ શૈલીના મંદિરોમાં પ્લાસ્ટર અને સ્તંભનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો જોવા મળે છે.વિસ્મયજનક રીતે વિશાળ વિસ્તારમાં ફેલાયા હોય.અને તે વેળા કઈ ટેક્નિકથી ટનબંધી વજનના પથ્થર કેમ કરીને કોતર્યા કે શિખરે ચડાવ્યા હશે.એ સંશોધનને પાત્ર નથી?!
👉વેસર શૈલીના મંદિર સ્થાપત્યની શરૂઆત મધ્યયુગમાં થયેલ માનવામાં આવે છે.સ્થાપત્યવિદોના સંશોધન અનુસાર આ શૈલીને મિશ્રિત શૈલી માનવામાં આવે છે.વેસર શૈલીના મંદિરોની ઉંચાઈ વધારે નથી હોતી.જોકે મધ્ય ભારતમાં પણ એક જ શૈલીના મંદિરોમાં વિશેષતા જોવા મળે છે.ટૂંકમાં ભારતીય મંદિરોની બાંધણી મૌલિક અદભુત હોય છે.પણ આપણને શું ભણાવાતું રહ્યું અને પ્રચારાતું આવ્યું કે તાજમહાલ શ્રેષ્ઠ.અરે,તેજોમહાલય છે એ.

Saturday, October 10, 2020

જિંદગી એક સફર... પ્રદીપ નામ છે એનું.

પ્રદીપ નામ છે એનું. દુનિયામાં જેમનાં જીવન પર વાર્તા કહી શકાય એવાં માણસો તો ઘણાં જોયાં, પરંતુ આ માણસ એવો છે કે જેની વાર્તા ક્યારેય બહાર જ ન નીકળી શકે. કદાચ આ માણસ લાંબી જીંદગી જીવી નાખે અને પછી ધરતીના પટ્ટ પરથી ગાયબ થઇ જાય તો કોઈને ખબર પણ ન પડે એટલી સામાન્ય જિંદગી. મૂંગી ગાથા. ક્યારેય કોઈને કહે નહીં, અને કહી દે તો સામેનો માણસ મૂંગો થઇ જાય એવું જીવન. પ્રદીપ.
રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ વળી ગયેલી. ટૂંકું નાનું સુકું શરીર છે. પીઠ પર ખુંધ છે એટલે દેખાવ અસામાન્ય છે. બાળપણથી લગભગ એક જ દેખાવ છે. અવાજ એકદમ ઝીણો. તીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું) આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને પંદર-સત્તર વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે. સત્તર વરસથી ફૂટપાથ પર પુસ્તકો વેચે છે. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે સત્તર વર્ષથી ફૂટપાથ પર બેસીને જૂનાં પુસ્તકો વેચીને જે બસ્સો-પાંચસો રૂપિયા કમાય છે એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે. આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે! આઈ રિપીટ : એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠોબેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય. રૂમમાં રાખેલાં ગેસ પર બટાકા-ડુંગળીનું શાક બનાવીને ખાય લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે. સુઈ જાય. આજ એની જીંદગી. હું છ-સાત વર્ષ પહેલાં એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે એ બુક સાથે બીજી આઠ-દસ બુક વાંચવા આપી. નેઈલ ગેઈમેન, સીડની શેલ્ડન, વેરોનીકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર બધાં લેખકોની બેસ્ટ નવલકથાઓ વિષે એક-એક મસ્ત-મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઇ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે : “આપ સબ બુક્સ લે જાઓ. પઢ કે વાપસ દે જાના” વાત એની ગરીબી કે વાંચનયાત્રાની નથી. વાત આ માણસની અંદર છૂપાયેલી સારપની છે. મારા જેવા તો કેટલાયે માણસોને એણે પુસ્તકો આપી દીધેલાં હશે. કેટલાયે પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીયે વાર પુસ્તકો ચોરાયા છે. ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં પુર આવેલા, વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણકે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં અનાજ, નહીં વીજળી. હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય લે. વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલાં. ખિસ્સામાં એક રૂપિયો ન હતો. કોઈ સગાવહાલાં નહીં. કોઈ મદદ કરનારું નહીં. ...પણ એ ભાઈ...આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડાં જલ્દી આંબતા નથી. એને હરાવી શકતાં નથી. કદાચ પ્રદીપને એમની સામે જીતવું જ નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતાંહસતાં સ્વીકારી લે છે. છ-છ દિવસ સુધી ભૂખ્યો સુઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સુઈ ગયો. એ પુર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખુબ કોલ કર્યા. એનો Nokia 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો. વડોદરાની M.Sયુનિવર્સીટીમાંથી ઘણાં સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતાં. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાનાં જુના પુસ્તકો ભેગાં કરીને ફૂટપાથ પર ગોઠવ્યાં. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધાં પુસ્તકો આપવાં આવતાં તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ! હજુ આજે પણ એનાં પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે. (કારણકે એણે રસ્તા પર તણાઈ ગયેલાં કેટલાંયે ભેગા કરીને તડકે સુકવીને રાખી મૂકેલાં છે.) એક વર્ષ પહેલાં પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એનાં કોઈ દૂરના કાકાનો દીકરો વીસ વર્ષનો દીકરો ખુબ હોંશિયાર હોવાં છતાં ભણવાનું મુકીને મજૂરીએ જવા લાગ્યો છે કારણકે એનાં માબાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો. ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્લીમાં ક્લાસીસ કરવાં હતા. જે વડોદરામાં રહેતાં હશે એમને ખબર હશે કે સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. (બેંકની સામે જ પ્રદીપ બેસે છે). પ્રદીપ એ બેંકમાં ગયો અને ત્રીસ હજારની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ ત્રીસ હજાર કેમ ભેગાં કરી શકે? પણ એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે. લોન મળી. છોકરાને ફ્લાઈટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધો ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે પાંચસો રૂપિયાના પુસ્તકો વેચે. ચાલીસ રૂપિયામાં પોતે બપોરે જમી લે. બાકીના બધા બેકમાં જઈને જમા કરાવી દે જેથી લોન પૂરી થાય! રાત્રે ન જમે. પોતે ભૂખ્યો સુઈને પેલાં છોકરાને માટે બધું જ કરે. આ જ ગાળામાં કોરોના આવ્યો. લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો, મહિનાં સુધી ઘર બહાર નીકળી ન શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો. અનાજ નહીં. માત્ર બટાકા હતાં. પ્રદીપે કાચાં બટાકા ખાઈને પણ રાતો કાઢી. કેટલાયે દિવસ સુધી રૂમના અંધકારમાં પડ્યા-પડ્યા માત્ર પુસ્તક વાંચ્યું. ...પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો : “જીતેશભાઈ...મેને ઇતને સારે કિતાબ પઢ લીયે. મુજે લગતા થા કી કોઈ દુઃખ મુજે તોડ નહીં સકતા. પર લોકડાઉન મેં જબ પૂરા હપ્તા કુછ નહીં ખાયાં તો અકેલે-અકેલે મેં તૂટ ગયાં. મુજે લગા કી મેને પૂરી જીંદગી જીતના પઢા ઔર સમજા વહ સબ મુજે કામ નહીં આયા. મેં રોને લગા. પહલીબાર” આ ચાર ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાયડો પહેલીવાર કદાચ જીંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ ‘પ્રદીપ’ છે, એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે. જેનો કોઈ નહીં બેલી, એનો ભગવાન બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે એણે ફૂટપાથ પર કેટલાયે દિવસથી પડેલાં પુસ્તકો જોયાં. એણે પ્રદીપને ખુબ મહેનત પછી શોધ્યો. એને માટે બીરયાની લઇ ગયો. એ દિવસે પ્રદીપે બીરયાની ખાધી. પોલીસનો આભાર માન્યો. અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણાં પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોચાડવાનું રાખ્યું. હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલાં છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને? “નહીં. મેને ઉસકો બોલા હી નહીં હૈ કી મેંને ઉસકે લીયે લોન લીયા. ઉસકો મૈને બોલા હૈ કી મેરે પાસ બુક્સ બેચ કે પૈસા બહોત હૈ” *** આવો ઘસાઈને ઉજળો થનારો માણસ. હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એનાં પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જીંદગીની ઊંડાઈ અને ઉંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે? વડોદરામાં રહેતાં હો અને સેફ્રોન સર્કલ જાઓ તો પ્રદીપ પાસે જાજો. એને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે. પુસ્તક પણ ગમશે. કારણકે એણે એ વાંચી નાખેલું હશે. *Post of jitesh Donga on fb...*

Wednesday, July 29, 2020

💐💐💐💐સૂર્યમંદિર, મોઢેરા🕌🕌🕌વિશે માહિતી🕌🕌🕌🕌🕌🕌

🌹🌤સૂર્યમંદિર, મોઢેરા:🌤🌹
 🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌
👉#હાલનાં ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણથી આશરે 30 km.જેટલા અંતરે દક્ષિણમાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે.આ સૂર્યમંદિર સ્થાપત્યકળા-શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે.ઈ.સ.1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા આ મંદિરના નિર્માણ કરાવવામાં આવ્યું હતું.




ઈતિહાસ:
🏰🏰🏰
👉#સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈ.સ.1026માં (વિક્રમ સંવત ૧૦૮૩) કરેલું હતું.તે ૨૩.૬°અક્ષાંસ પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે.આ સ્થાન પહેલા સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું.હાલના સમયમાં આ મંદિરમાં કોઈ પૂજા થતી નથી.આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.અમે થોડાં વર્ષ અગાઉ ગયા ત્યારે એ "રક્ષિત" ઈમારતનાં વિદેશી પ્રવાસીઓને જાણ કે,ગોળનું ગાડું મળી ગયું હોય એમ ઊંધા પડીને ફોટોગ્રાફ લઈ રહ્યા હતાં.ત્યારે કૅમેરા ફોન કે સ્માર્ટફોનની કલ્પના ય ન્હોતી.મારી સિવાયના સાથીઓને ઈતિહાસની ખબર જ નહોતી,તેથી જ તેઓ વિસ્મિત હતાં.!😮મેં કહ્યું:મોહનભાઈ,ધોળીયાઓ આપણાં વારસાને કલાને તુરત પામી જાય.
મોઢેરા નૃત્ય મહોત્સવ :
🏰🏰🏰🏰🏰🏰
👉#કથક નૃત્યાંગના નમ્રતારાય,મોઢેરા નૃત્ય મહોત્સવ.ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ૩ દિવસનો નૃત્યમહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે.જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે.
સ્થાનનોંધ ...!
🎪🏞️🎪🏞️
👉આજના સમયે મંદિરની પાછળ રહેલા શિલાલેખ પર આધારિત છે.મંદિરનું તોરણ અને સ્તંભો દેલવાડાના વિમલવંશી આદિનાથ મંદિર સાથે સામ્યતા ધરાવે છે,જે ઈ.સ.1031-32માં બંધાયું હતું.એટલે બંનેનો સમય સરખો છે.કર્કવૃત્તનું સ્થાન ચોક્કસ નથી,અને તે સમયાનુસાર ચલ છે.તે ઈ.સ.1923માં ૨૩° ૨૭′ હતું, જે ઈ. સ.2045માં ૨૩° ૨૬'થશે.


👉#મોઢેરા અંગે ઈ.સ.1887માં એલેકઝાન્ડર ફાર્બસે તેમના પુસ્તક રાસમાળામાં આ સ્થળ સ્થાનિકો દ્વારા સીતાની ચૌરી અને રામકુંડ તરીકે ઓળખાતું હોવાનો ઉલ્લેખ કર્યો છે,જે રામ અને સીતા સાથે સંબંધિત છે.આ ફારબસ એક અંગ્રેજ અમલદાર હતા,પરંતુ ભારતીય સંસ્કૃતિમાં,ગુજરાતી ભાષામાં એમને બહુ ઉંડો રસ.તેથી ગુજરાતી ભાષા કવિ દલપતરામ પાસે ખાસ પગાર દઈને શીખીને ગુજરાત વરનાક્યુલર સોસાયટી એમણે સ્થાપેલી.જે આજે ય હજી જરા જુદા નામે ચાલુ છે.વિચારો તો ખરા..!આપ યુરોપમાં ફ્રાન્સ જઈને ફ્રેન્ચ ભાષા શીખીને પછી નોકરી કરતાં કરતાં આવી સ્થાનિક પ્રવૃત્તિઓ - સંસ્થા સ્થાપિત કરી સાહિત્યની સેવા કરો એવું.તેઓએ ઈડરના ગઢ ઉપર રણમલ ચોકી નામનાં સ્થળે કવિઓની મિજલસ ભરી હતી,એ જમાનામાં.આજે તો ઈડરના સ્થાપત્યોની ય જાળવણી જોઈએ એવી હાલમાં નથી થતી.એ હું ત્યાં 3 વખત જઈ જોઈ આવ્યો છું એટલે લખું.અને પોળોનાં વિસ્તારમાં આવેલા ઈતિહાસવારસાની તો વાત જ જુદી.

નોંધ. આ લેખ ફેસબુક પરથી લીધેલ છે. એનો હેતુ માત્ર સારા ઐતિહાસિક સ્થળ વિશે માહિતી આપવાનો છે.

👌💐💐💐🌺મસ્તીની પાઠશાળા એટલે રાજોડા પ્રાથમિક શાળા💐💐💐💐🌺

આર્ટીકલ:- 
મસ્તીની પાઠશાળા એટલે રાજોડા પ્રાથમિક શાળા

બે ઘડી બેસવાનું, ભણવાનું મન થાય એવી સરકારી શાળા. 




         વર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે હરીફાઈ નો સમય છે. આજે દરેક ક્ષેત્રમાં હરીફાઈ જોવા મળી રહી છે, ત્યારે શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. આજે વાત કરવી છે, બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ધાનેરા તાલુકાની રાજોડા પ્રાથમિક શાળાની. આ શાળાની સ્થાપના સન 1955માં થઈ હતી. એક શિક્ષકથી શરુ થયેલી સરકારી શાળા આજે વટવૃક્ષ સમી થઈ છે. હાલ આ શાળામાં 342બાળકો અને 10 ગુરુજીઓ છે. 


         આજના વિજ્ઞાન અને ટેકનોલોજી ના સમયમાં ગામડાઓમાં તમામ વર્ગના બાળકોને ટેકનોલોજી યુકત, શિસ્ત યુકત અને આનંદદાયી શિક્ષણ મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે આ શાળા. આ શાળાના આચાર્ય અશોકભાઈ અને ગુરુજીઓ ની મહેનત ચોતરફ પ્રસરેલી જોવા મળી રહી છે. શાળાના આચાર્ય અશોકભાઈ ની નિમણૂંક વર્ષ 2018માં થઈ. નિમણૂંક ની સાથે જ તેઓ બાળકો માટે કંઈક અલગ જ કરવાની ખેવના ધરાવતા, યુવાન અને વહીવટના અનુભવી. સૌને સાથે લઈને બાળ હિતના કાર્યો કરનારા. શિક્ષણ હોય કે પર્યાવરણ, સુવિધાઓ હોય કે લોકસહયોગ દરેક બાબતમાં અલગ કરવાની સૂઝ ધરાવતા. 


            સુંદર મજાનું વિશાળ કેમ્પસ ધરાવતી, 12 વર્ગખંડો ટેકનોલોજી સાથે સુસજ્જ શાળા. દરેક વર્ગખંડમાં અને શાળા પરિસરમાં સી. સી. ટી. વી. કેમેરા સાથે સ્પીકરની વ્યવસ્થા. ધોરણ 6થી 8માં પ્રોજેકટર દ્વારા ટેકનોલોજી યુકત શિક્ષણ વ્યવસ્થા.વર્ષ 2018-19માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા દ્વારા આ શાળાને તાલુકા કક્ષાએ સ્વચ્છતા પુરસ્કાર એનાયત કરવામાં આવેલ. શાળાના બાળકો રમતગમત ક્ષેત્ર હોય કે શિક્ષણ દરેકમાં પોતાનું અવ્વલ પ્રદર્શન દર્શાવેલ. શાળામાંથી વર્ષ 2016-17માં 4બાળકો, વર્ષ 2017-18માં 4બાળકો, વર્ષ 2018-19માં 20બાળકો, વર્ષ 2019- 2020માં 4બાળકો એન. એમ. એમ. એસ. પરીક્ષા પાસ કરીને ક્વોલિફાય થયા. વર્ષ 2019-20માં રમતગમત ક્ષેત્રે જિલ્લા કક્ષાએ ઊંચીકૂદ અને દોડમાં બીજા ક્રમે રહ્યા. કલાઉત્સવમાં તાલુકામાં પ્રથમ, પુસ્તક સમીક્ષા માં તાલુકામાં પ્રથમ સ્થાને રહ્યા. આ તો શિક્ષણની વાત.  
         પરંતુ પર્યાવરણમાં પણ સુંદર મનમોહક નિશાળ. શાળાનું પર્યાવરણ પણ ખૂબ જ સુંદર, પતંગિયારુપી બાળકોની સાથે ભાત ભાતના પક્ષીઓ પણ આવે નિશાળે. છેલ્લા બે વર્ષમાં શાળા પરિવાર, એસ. એમ. સી. કમિટી અને લોકસહકાર થકી 600જેટલા નાના મોટા વૃક્ષોનું જતન કરી શાળાને હરિયાળી બનાવી. વૃક્ષોના જતન માટે દાતાશ્રી કરસનભાઈ મનજીભાઈ પટેલ દ્વારા ટપક ભેટ આપવામાં આવી. દાતાશ્રી ગંગાબેન વાલાભાઈ પટેલ દ્વારા રુપિયા 6 લાખમાં ભવ્ય પ્રવેશદ્વાર બનાવી આપવામાં આવ્યો. આ સિવાય સુંદર પ્રાર્થના ખંડ, પ્રોટેકશન વોલ અને પેવરબ્લોક યુકત રસ્તા ગ્રામપંચાયત દ્બારા બનાવી શાળાને ભૌતિક દ્રષ્ટિએ પણ લોકસહકાર થકી સુસજ્જ બનાવી. પ્રતિભાશાળી શિક્ષકોની કામગીરીની કદર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી. ગત વર્ષે માં વર્ષાબેન એસ. ચૌધરીને પ્રતિભાશાળી પુરસ્કાર એનાયત થયેલ. 
           શાળામાં શિક્ષણની સાથે બાળકોને મૂલ્ય લક્ષી, આનંદદાયક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેના થકી બાળકો જીવનધડતરના પાઠો શીખે છે. અહીં આવનાર દરેક બાળક મૂલ્ય લક્ષી, આનંદ દાયી, ભયમુક્ત શિક્ષણ થકી ખીલે છે, ફુલે છે, વિકસે છે. શાળામાં પ્રાર્થના સભામાં સમાચાર વાચન, ધડીયાગાન, બોધકથા થી લઈને અક્ષયપાત્ર, અક્ષય દ્રવ્ય, ખોયા પાયા, રામ દુકાન, બચત બેન્ક, ઈકોકલબ, પર્યાવરણ જતનની પ્રવૃત્તિ, દિનવિશેષની ઉજવણી જેવી અનેક વિવિધ પ્રવૃતિઓ થકી બાળકોનું જીવનધડતર કરતી મસ્તીની પાઠશાળા છે. આજના આ હરિફાઈ ના સમયમાં ગામડામાં પણ તમામ સુવિધાઓથી સજજ એવી સરકારી શાળાએ ઉદાહરણ રુપ બની રહી છે. શાળામાં જતાની સાથે જ જે વાતાવરણ જોવા મળે જેનાથી સૌ કોઇ ને અહીં બે ઘડી બેસવાનું ભણવાનું મન થાય. 

                                       વંશ માલવી






Monday, July 27, 2020

💐💐💐💐ડો.એ.પી.જે.અબ્દુલકલામ વિશે પ્રેરણાસ્ત્રોત વાતો જાણો...💐💐💐💐

2014ના વર્ષની આ વાત છે. સૌભાગ્ય વેટ ગ્રાઇન્ડર દ્વારા સ્પોન્સર્ડ એક કાર્યક્રમમાં ડો.એ.પી.જે.અબ્દુલકલામ મુખ્ય મહેમાન તરીકે ગયા હતા. કંપની તરફથી ડો.કલામને એક ગિફ્ટ આપવામાં આવી. ડો.કલામે વિનમ્રતા પૂર્વક ગિફ્ટનો અસ્વીકાર કર્યો. આયોજકોએ સ્પષ્ટતા કરી કે ગિફ્ટમાં બીજું કશું જ નથી માત્ર ગ્રાઇન્ડર છે અને ગિફ્ટ સ્વીકારવા આગ્રહ કર્યો.


ડો.કલામે આનાકાની કર્યા વગર ગિફ્ટ સ્વીકારી લીધી. ઘરે આવ્યા પછી પોતાને જે ગ્રાઇન્ડર ગિફ્ટમાં મળ્યું હતું તેની બજારમાં શુ કિંમત છે ? તે જાણવા માટે એક માણસને બજારમાં મોકલ્યો. પેલો માણસ કિંમત જાણી લાવ્યો એટલે ડો.કલામે સામાન્ય માણસને માર્કેટમાંથી એ ગ્રાઇન્ડર જેટલામાં મળે એટલી રકમનો (4850/- રૂપિયા)નો કંપનીના નામનો ચેક લખીને કંપનીને મોકલી આપ્યો.

ભારતના પૂર્વરાષ્ટ્રપતિએ પોતાની અંગત બચતમાંથી લખી આપેલો ચેક બેંકમાં ડિપોઝિટ કરવાની કંપનીની ઈચ્છા નહોતી એટલે સાચવીને મૂકી દીધો. એક મહિના જેવો સમય પસાર થયો. પોતાના બેન્ક ખાતામાંથી ચેકની રકમ ઉધારવામાં આવી નથી એ જાણ્યું એટલે ડો.કલામે પોતાના સ્ટાફને સૂચના આપી કે એમને કહી દો કે ચેક ડિપોઝિટ કરી દે અને જો એમ ન કરે તો એનું ગ્રાઇન્ડર રિટર્ન કરી દો.

કંપનીએ ચેકની સ્કેન કોપી કરાવી અને ફ્રેમમાં મઢાવીને ઓફિસમાં રાખી અને ઓરીજનલ ચેક બેંકમાં ડિપોઝિટ કર્યો. (ચેકનો ફોટો જુઓ)

નખ-શીખ પ્રામાણિક અને પવિત્ર મહામાનવ ડો.કલામ સાહેબને એમની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન. 💐💐💐💐💐🌺

Friday, July 24, 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન અને કવન વિશે ઓથેંટિક અને સચોટ માહિતી👌🤘💥

💥👇 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન અને કવન વિશે ઓથેંટિક અને સચોટ માહિતી👌🤘💥

https://t.me/GpscpreparationBYMAHESHPRAJAPATI