પર્યાવરણ સંરક્ષણ: નારીશકિતનો અનોખો પ્રકૃતિ પ્રેમ .
પ્રો.ડો.સ્મિતાબેન જોશીનો અનોખો પ્રકૃતિ પ્રેમ, સ્વ ખર્ચે કરે છે પર્યાવરણની જાળવણી .
આજની 21મી સદીમાં માનવસમાજ સમક્ષ અનેક પડકારો છે. એ પૈકી એક પડકાર પર્યાવરણની જાળવણી બાબતે છે .સમસ્ત સજીવસૃષ્ટિના વિકાસ માટે ચોખ્ખી હવા, પાણી અને ખોરાક આ ત્રણ મુખ્ય જરૂરીયાત છે. આ પૈકી કોઈપણ એકની ગેરહાજરી હોયતો આપણા માટે ખતરારૂપ છે. આપણે પર્યાવરણની જાળવણી બાબતે વર્ષોથી બેદરકાર છીએ, જેના પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. પાણીનો બગાડ, વૃક્ષછેદન, એસિડ વર્ષા, વઘતું તાપમાન, વાહનોનું પ્રદૂષણ, પ્લાસ્ટિક કચરો, જળ પ્રદૂષણ જેવી પર્યાવરણની આજની વિકેટ સમસ્યાઓ છે.
આ સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય છે, જે બાબતે યુનોમાં પણ ચર્ચાઓ થઇ. 5મી જૂન 1972માં સ્ટોકહોમમાં સૌપ્રથમવાર બેઠક મળી. જેમાં પર્યાવરણની જાળવણી બાબતે સહિયારા પ્રયાસોનો નિર્ણય લેવાયો. પરંતુ આજના તબક્કે પર્યાવરણએ સમગ્ર દેશમાં માનવજાતિ માટે ચિંતનનો વિષય છે. આવનાર પેઢીને આપણે વારસામાં ચોખ્ખી હવા, પાણી ,ખોરાક આપવાની જવાબદારી આપણી છે. જેના માટે સરકાર અને આપણી સહિયારી જવાબદારી થાય છે. આજે કેટલાય રાક્ષસો પર્યાવરણને દૂષિત કરી રહ્યા છે તો કેટલીક સામાજિક સંસ્થાઓ, સંગઠનો, કેટલાય પર્યાવરણ પ્રેમીભાઈઓ બહેનો પર્યાવરણ બચાવોને લઇને સમાજને પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે. આપણાને સૌને ગર્વ થાય એવુ સરસ પર્યાવરણ બાબતે કાર્ય કરી રહ્યા છે નારીશકિત...પ્રો. ડો. સ્મિતાબેન જોશી.
ડો. સ્મિતાબેન જોશી હાલમાં એમ. બી. પટેલ આર્ટસ અને કોર્મસ કોલેજ અમદાવાદ ખાતે પ્રોફેસર તરીકે સંકળાયેલછે. આ સિવાય તેઓ મહિલા વિકાસ અને સશકિતકરણ તથા સુરક્ષાસેતુ સાથે પણ સંકળાયેલા છે. તેઓનું મૂળવતન બનાસકાંઠા જિલ્લાનું ભાભર તાલુકાનું ઉજનવાડા ગામ. તેઓને પર્યાવરણ જાળવણી બાબતે સંસ્કાર ગળથૂથીમાંથી પ્રાપ્ત થયેલ. તેમના પિતાશ્રી શંકરલાલ મગનલાલ રાવળ વ્યવસાયે વકીલ.પર્યાવરણપ્રેમી તથા સમાજસેવક પણ ખરા.તેઓએ આજથી 30વર્ષ પહેલા ભાભર જેવા વિસ્તારોમાં વૃક્ષોના ઉછેર માટે કાર્ય કરેલ. સ્મિતાબેન જોશીને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષ ઉછેરની પ્રેરણા એમના પપ્પાના પાસેથી મળેલ.
તેઓના પિતાનું દેહાંત થતા સ્મિતાબેને તેમની યાદમાં 250જેટલા વૃક્ષો ઉછેર્યા. તેઓ 2011થી પર્યાવરણમાં વૃક્ષ ઉછેર બાબતે સઘન કાર્ય કરી રહ્યા છે. તેઓએ અમદાવાદમાં ગોતા, સોલા, ભાગવત વિઘાપીઠ, સોલા પોલીસ સ્ટેશન ,આશ્રમ શાળાઓ, એસ. જી. હાઈવે જેવા વિસ્તારોમાં વૃક્ષો વાવી તેમનો ઉછેર પણ કરાવ્યો છે. તેઓએ મોટાભાગે આર્યુવૈદીક વૃક્ષો ઉછેર્યા છે. આર. સી. ટેકનિકલ કોલેજ ખાતે પોતાના ખર્ચે માળી રાખીને વૃક્ષોનો ઉછેર અને જતન કરાવેલ.
ડો. સ્મિતાબેને તેમના મૂળવતનમાં રણજેવા પ્રદેશમાં, પાણીની અછત હોવા છતાં પણ ત્યાં 250જેટલા વૃક્ષો ઉછેર્યા છે, મોટા ઘટાદાર વૃક્ષો એમની સાક્ષી પૂરે છે. આ સિવાય તેઓએ સબજેલમાં 5 પીપળાના વૃક્ષો પિતાજી ના નામે દત્તક લીઘા છે. જેનો ખર્ચ સ્મિતાબેન આપે છે.
તેઓ આજની રંગબેરંગી તરંગી દુનિયામાં કલ્પનાને છોડીને સમાજસેવા માટે કાર્ય કરી રહ્યા છે. તેઓ ખોટા ખર્ચા ટાળી એમાં બચેલ નાણાનો ઉપયોગ સમાજસેવા અને પર્યાવરણ બચાવવામાં કરી રહ્યા છે. સાચા અર્થમાંતેઓ પૂજય બાપુ
નું વાકય "સાદુ જીવન, ઉચ્ચ વિચાર "સાર્થક થતા જોવા મળી છે.
તેઓએ આજદિન સુધીમાં લગભગ 2500થી 3000જેટલા વૃક્ષોને ઉગાડી એમનો ઉછેર કર્યો છે. તેઓ આવનાર સમયમાં અમદાવાદમાં 1000 અને સાણંદ ખાતે 1000જેટલા વૃક્ષો ઉગાડવાનના છે. આ સાથે સાથે તેઓએ આ વર્ષે અનાજ બચાવોને લઇને કેમ્પેઇન કરેલ. "સેવ ફૂડ રીસ્પેકટ ફૂડ ".તેમાં તેઓએ 5000 યુવાનોને અનાજનો બગાડ અટકાવવા અંગે સંકલ્પ લેવડાવ્યા.
ડો. સ્મિતાબેન જોશી આ સાથે સહેલી તથા કીપ સ્માઈલ જેવી સંસ્થાઓ સાથે તથા અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.તેઓ લોકોમાં પર્યાવરણ જાળવણી પ્રત્યે જાગૃતી આવે એવા અનેક કાર્ય કરી રહ્યા છે. તેઓને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. આપણે પણ આવા નારીરતન માંથી પ્રેરણા લઇને હજારો નહિ, પણ એક એક વૃક્ષ ઉછેરવાનો તો નિર્ણય લેવો જોઈએ.
" વંશ " માલવી.
No comments:
Post a Comment