હાઈકોર્ટના આદેશ પછીએ ફિક્સવેતનમાં રિબાવતી સરકારે શિક્ષકોનું અપમાન...
--> શિક્ષક દિવસે શિક્ષકોના સન્માનના નામે આત્મશ્લાઘા દ્વારા સ્વની પ્રસિધ્ધી કરતી ગુજરાત સરકાર સામે શિક્ષણજગતમાં અંદરખાને ભારે આક્રોષ છે. હાઈકોર્ટના આદેશ પછીએ પણ ફિક્સવેતનદારોને આર્િથક, સમાજિક સ્તરે રિબાવતી ગુજરાતની ભાજપ સરકાર વર્ષોથી શિક્ષકોનું અપમાન કરી રહી છે. તેમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે. રાજકોટ અને જૂનાગઢના ૧૫૦ ઉપરાંત માધ્યમિક વિભાગના નિવૃત શિક્ષકોએ ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ સમક્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા માટે શિક્ષણ વિભાગ સામે અપિલ કરી હતી. ટ્રિબ્યુનલે તમામ અપીલો મંજૂર કર્યા બાદ આ પ્રકારના શિક્ષકોને તમામ લાભો ચૂકવી આપવા વર્ષ ૨૦૧૧માં ચૂકાદો આપ્યો હતો. તેમ જણાવતા કર્મચારી મહામંડળ (રાજ્યકક્ષા) કમરાના કર્મચારી બુલેટીનના સેક્રેટરી મહેન્દ્ર વચ્છરાજાનીએ ઉમેર્યુ છે કે, એ સમયે શિક્ષણ વિભાગના અધિકારીએ ટ્રિબ્યુનલના ચૂકાદાના અમલ માટે મોટાપાયે રકમની માંગણી કરી હતી. તેના આધાતમાં શિક્ષક મંડળના હોદ્દેદારનું દુખદ અવસાન થયુ હતુ. ત્યારબાદ શિક્ષણ વિભાગે એકવર્ષ સુધી રાહ જોયા બાદ હાઈકોર્ટમાં ટ્રિબ્યુલનના ચૂકાદા સંદર્ભે પિટીશન કરી હતી. હાઈકોર્ટે આ પિટીશન ડિસમીસ કર્યા બાદ પણ શિક્ષણ વિભાગના અધિકારીઓ ચૂકાદાનો અમલ કરવા મોટી રકમ માંગી રહ્યા હોવાના સોગંદનામા સાથે ટ્રિબ્યુનલમાં પુનઃ અરજી કરાઈ હતી. તેની ૨૦ મુદ્દતો પછી એક પણ અધિકારી હાજર રહેતા નથી. ત્રણ વર્ષથી પેન્શન નહિ મળતા વૃધ્ધ શિક્ષક હક માંગતા પોલીસે ધરપકડ કરી હતી. ટ્રિબન્યુનલ અને હાઈકોર્ટના ચૂકાદા બાદ અમલ નહી થતા શિક્ષકદિને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સમક્ષ આ વિવાદને સત્વરે ઉકેલવા માટે કમરાના પ્રતિનિધીઓએ રજૂઆત કરી છે.
No comments:
Post a Comment