ધાનેરા તાલુકા કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન થાવર અનુપમ પે સે શાળામાં યોજાયું.
જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બ. કાં. આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેકનોલોજી" વિષય પર થાવર અનુપમ શાળા ખાતે યોજાયું.
જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બ. કાં. આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેકનોલોજી" વિષય પર થાવર અનુપમ શાળા ખાતે યોજાયું.
આ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માં તાલુકાના ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ બ. કાં. ના ચેરમેન શ્રીમતિ લક્ષ્મીબેન કરેણ, વસંતભાઈ પુરોહિત, જગદીશભાઈ પટેલ, પ્રાગજીભાઈ, જેસુંગભાઈ હડિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એન. ગુર્જર સાહેબ, જિલ્લા તથા તાલુકા મંડળી ચેરમેન, ગામના ડેપ્યુટી સરપંચ, તમામ સીઆરસી કો ઓ., પે. કે. આચાર્ય શ્રી તમામ, તથા દાતાશ્રી ઓ ઉપસ્થિત રહ્યા.
લક્ષ્મીબેન કરેણ ચેરમેનશ્રી જિલ્લા શિક્ષણ સમિતી બ કાં. ના હસ્તે વિધિવત રીતે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું. તમામ મહેમાન દ્વારા બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માં કુલ ૬૭ કૃતિઓ એ ભાગ લીધો હતો. તમામ બાળવૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માં મોટામેડા, ધરણોધર, ભીલવાસ, થાવર તથા અન્ય શાળાના બાળકો દ્વારા નીહાળી હતી. કુલ ૧૨૦૦ વ્યકિતઓએ ભોજન પ્રસાદ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બી. આર. સી. ઈશ્વર ભાઈ, સી. આર. સી. થાવર વશરામભાઇ પટેલ, પે. કે. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ દ્વારા કરવામાં આવ્યું.
No comments:
Post a Comment