સ્ત્રી પોતે એક શકિતનો સાગર છે.
"વંશ" માલવી
ભારતીય સંસ્કૃતિમાં નારી એટલે શકિતનું રૂપ. નારીની પૂજા કરવામાં આવે છે. સ્ત્રીને શકિતરૂપેણ સંસ્થિતા કહેવામાં આવે છે. તેને પોતાની ગરિમા અને પ્રતિષ્ઠા હોય છે. જે સમાજ કે રાષ્ટ્રમાં નારીનું સન્માન થાય છે તે સમાજ કે રાષ્ટ્રમાં સુખ શાંતિ રહે છે. કોઈ એક ચિંતકે સાચી જ વાત કહી છે " કોઈપણ સમાજમાં મહિલાનું સ્થાન શું છે તે જો મને કહેતો તે સમાજ કેવો છે તે હું નક્કી કહીશ. "
૨૧મી સદીમાં મહિલાઓના ઉત્કર્ષ, શિક્ષણ, સશકતીકરણ, સ્વાવલંબન, સ્વરક્ષા બાબતે સરકાર જયારે પ્રયત્નશીલ છે, ત્યારે મહિલાઓ પણ પાછળ નથી. આવી જ એક બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામની દિકરી પ્રિતી પટેલ ની વાત જે સ્વરક્ષા અને સ્વાવલંબન માટે મહિલાઓ ને તાલીમ આપે છે. પ્રિતી પટેલ પોતે એક રાજસ્થાન સરહદથી નજીક આવેલ જાડી ગામના મૂળ વતની છે. તેઓનો અભ્યાસ ગાંધીનગર મુકામે પૂર્ણ કરેલ. તેમના પિતાજીના નાના દિકરી એટલે પ્રિતી. જેઓ એક ખેડૂત પુત્રી છે. મહેનત એ એમને ગળથૂથીમાં મળેલ સોગાત છે. તેઓ આજના સમયમાં મહિલાઓને અનેક સમસ્યા થકી સ્વરક્ષણ બાબતે કેમ જાગૃત થવું અને પોતે નારી તરીકે સ્વાવલંબન પૂર્વક કેવી રીતે જાતે પોતાની જાતને સુરક્ષિત રાખી શકે એના માટેની તાલીમ રાજયભરમાં અનેક જિલ્લાની દિકરીઓને આપી રહ્યા છે. આ માટે તેઓએ સૌપ્રથમ પોતે કરાટેની તાલીમ લીધી ત્યારબાદ સતત ૧૧ વર્ષ થી અન્ય દિકરીઓને તાલીમ આપી રહ્યા છે. તેઓ અત્યાર સુધી સવા લાખથી વધુ દિકરીઓને તાલીમ આપી ચૂકયા છે. આ કાર્ય બદલ તેઓને અનેક સન્માન પત્રો, એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.
નવાઈની વાત તો એ છે કે આ દિકરી ભલે ગામડાની હોય પરંતુ પ્રિતી પટેલ પૂર્વ મંત્રી ગુજરાત સરકાર હરજીવનભાઈ પટેલની સુપુત્રી છે. એક મંત્રીની દિકરી જયારે રાષ્ટ્રમાં નારી શક્તિ માટે સતત કાર્યશીલ હોય ત્યારે અનેરી પ્રેરણા આપતી હોય. સમાજમાં જયારે આપણે ડોકિયું કરીએ તો આવી કેટલીય નારી રત્નો આપણને મળી રહે એમ છે.
સ્ત્રીઓને સ્વરક્ષા માટે પ્રિતી પટેલ દ્વારા ૨૦૦૮માં એમ્પાવરમેન્ટ એકેડમી નામની સંસ્થા સ્થાપી. જે ગામડે ગામડે, શાળાઓમાં, વિવિધ સંસ્થાઓમાં ગુજરાત રાજયની વિવિધ જિલ્લામાં સવા લાખ જેટલી દિકરીઓને તાલીમ આપીને જ્ઞાન પિરસવાનું કાર્ય કર્યું છે. આ સરાહનીય કાર્ય માટે પ્રીતિ પટેલ ને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત મળી અને તેઓના કાર્ય માટે શુભેચ્છાઓ સહ અભિનંદન આપ્યા. આ સિવાય આ કાર્ય માટે તેઓને નીચે મુજબના સન્માન પ્રાપ્ત થયા છે.
વર્ષ ૨૦૧૪માં માન. મંત્રી રમણભાઈ વોરા દ્વારા સન્માન.
૨૬ જાન્યુઆરી ૨૦૧૬ના બનાસકાંઠા જિલ્લાના જિલ્લાકક્ષાએ દવજવંદન કાર્યક્રમમાં સન્માન.
૧૫મી ઓગસ્ટ ૨૦૧૭માં અમદાવાદ જિલ્લામાં જિલ્લાકક્ષાએ દવજવંદન કાર્યક્રમમાં સન્માન.
વર્ષ ૨૦૧૭માં માન. મંત્રી. જયંતીભાઈ કાવડીયા દ્વારા સન્માન.
વર્ષ ૨૦૧૮માં માન. મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા સન્માન.
૮ માર્ચ ૨૦૧૯ના રોજ મહિલા દિને એબીવીપી દ્વારા સન્માન. આવા અનેક સન્માનો અને પ્રમાણપત્રો પ્રિતી પટેલ ને પ્રાપ્ત થયા છે. સમાજસેવા થકી દિકરીએ તેઓના માતા- પિતા, ગામ, જિલ્લા તથા સમાજનું નામ રોશન કર્યું છે... અંતે કહીશ કે...
" નારી ને નવ નીંદયે, નારી રતનની ખાણ;
નારી થકી નર નીપજયા, ધ્રુવ-પ્રહલાદ સમાન. "
વંશ માલવી.

No comments:
Post a Comment