Wednesday, October 16, 2019

અનુપમ શિક્ષણની સુવાસ બનાસની ચોમેર પ્રસરાવનાર અનુપમ ઋષિ.

અનુપમ શિક્ષણની  સુવાસ બનાસની ચોમેર પ્રસરાવનાર અનુપમ ઋષિ.
ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે,
                        ને તારા બાળક સાથે રમ .
ઘડીભર  વકીલો કાવાદાવા છોડી દે .
                                ને તારા બાળક સાથે રમ .
ઘડીભર વેપારની ગડમથલ છોડી દે.
                        ને તારા બાળક સાથે રમ .
ઘડીભર કાવ્ય-સંગીતને છોડી દે.
                        ને તારા બાળક સાથે રમ .
ઘડીભર  ભાઈબંધ –મિત્રોને છોડી દે.
                        ને તારા બાળક સાથે રમ .
ઘડીભર પ્રભુભજનને  પણ છોડી દે.
                        ને તારા બાળક સાથે રમ .
ઘડીભર સમગ્ર જીવન વિસરી જા.
                        ને તારા બાળક સાથે રમ .
                                    (ગીજુભાઈ બધેકા)
    જે રાષ્ટ્રનું પ્રાથમિક શિક્ષણ મજબુત હોય એ રાષ્ટ્રનું ઘડતર મજબુત હોય. આજે શિક્ષણને લઈને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ  છે ,ત્યારે શિક્ષણની ગુણવતતા  હોય કે પછી છેવાડાના માનવી સુધી શિક્ષણની વાત પહોચાડવાની  સહભાગીતા હોય એમાં શિક્ષક ક્યાય પાછળ નથી .શિક્ષણ માંજ  પોતાના સમગ્ર જીવનને સમર્પિત કરનાર વ્યકતિઓમાના એક વ્યક્તિ ડૉ.જી.એન.ચૌધરી
           ડો.ગણેશભાઈ એન ચૌધરી મુળ મહેસાણા જીલ્લાના વતની છે .તેઓનો જન્મ એક ખેડૂત કુટુંબમાં થયેલ.માતા ડાહ્યીબેન અને પિતા નાથુભાઈ એ જન્મથીજ એમનામાં મહેનતનાં સંસ્કારોનું સિંચન કરેલ .તેઓ સૌ પ્રથમ સીગોતરિયા  તા.સમી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા.તેઓએ ૧૭ વર્ષ  સુધી પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપી .શિક્ષક વિદ્યાથી નાં સબંધોને  સાચા અર્થમાં  ચરિતાર્થ  કર્યો છે .
         ત્યાર બાદ તેઓ આગળનો અભ્યાસ ,પરિશ્રમના લીધે  પ્રાચાર્ય તરીકે કારકિર્દી શરૂ કરી .તેઓની ૨૦ વર્ષ સુધી પ્રાચાર્ય ની કારકિર્દીમાં સમગ્ર ગુજરાત રાજ્યના અનેક જીલ્લામાં શિક્ષણની સેવા આપવાની તક મળી .જે તકને તેઓએ તેમની અનોખી સંસોધનવૃતિ ,કર્મનિષ્ઠા  ,જ્ઞાન અને અનુભવના નીચોડ , વહીવટી કુશળતાના લીધે સમગ્ર ગુજરાત  રાજ્યને લાભ અપાવ્યો .તેઓએ પ્રાચાર્ય તરીકે ૨૦૦૫મા  મહેસાણા જીલ્લામાં ધોરણ ૧ થી ૫ માં" joyful english" પ્રોજેક્ટ અમલમાં  મુક્યો .અમરેલી જીલ્લામાં   “અક્ષર શાળા”  પ્રોજેક્ટ ,સુરેન્દ્રનગર  જીલ્લામાં “અભિજ્ઞા પ્રોજેક્ટ” ,મહેસાણા ,પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં  “અનુપમ શાળા  પ્રોજેક્ટ: અમલ માં  મુક્યો .  બનાસકાંઠા જીલ્લામાં વર્ષ ૨૦૧૫ માં ડૉ .જી .એન.ચૌધરી  પ્રાચાર્ય તરીકે શિક્ષણની ધુરા સંભાળી , બનાસકાંઠા જીલ્લામાં પ્રાચાર્ય તરીકે આવતાની સાથેજ તેઓએ બનાસકાંઠા જીલ્લાના  છેવાડા માનવીના શિક્ષણ વિષયક ચિંતા તેઓએ કરી . બનાસકાંઠા જીલ્લાના પ્રાથમિક શિક્ષણને ગુણવતા યુક્ત બનાવવા તથા બાળકોને શાળામાં આવવું ગમે ,રહેવું ગમેં  લોકોનો શાળા સાથે નાતો બંધાય તે હેતુંથી તેઓએ “અનુપમ શાળા પ્રોજેક્ટ” સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં અમલમાં મુક્યો .તેઓએ અનુપમ શાળા પ્રોજેક્ટ  થકી  સમગ્ર બનાસકાંઠા  જીલ્લાના દરેક તાલુકાના  છેવાડાના માનવી સુધી પહોચાડવાના  પ્રયત્ન  કર્યો.તેઓએ અનુપમ શાળા પ્રોજેક્ટ માં સ્વેચ્છાએ  પ્રાથમિક શાળાઓને જોડાવવા માટે આહવાન  કર્યું .એમની ૨ વર્ષ ની સતત મહેનત અને મર્ગદર્શન થકી બનાસકાંઠા  જિલ્લાની  ૭૨ પ્રાથમિક શાળાઓ અનુપમ  પ્રાથમિક  શાળા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું .જે માત્ર ડૉ .જી.એન.ચૌધરી  સાહેબ અને ડાયટ ટીમને  આભારી  હતું.

                                     બનાસકાંઠા  જીલ્લામાં તેઓના ૨૦૧૫ થી ૨૦૧૮ નાં કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૧૭ નાં પુર જેવી કુદરતી આપતિઓના ભોગ કેટલાક તાલુકાઓ  બન્યા .જેમાં  ધાનેરા .થરાદ ,વાવ ,સુઈગામ વગેરે  પુર વખતે પણ ડો.જી.એન.ચૌધરી  એ જી.સી.આર.ટી ગાંધીનગર તથા રાજ્ય સરકાર  શિક્ષણ  વિભાગના સંકલનમાં રહી પ્રાથમિક શાળાઓના બાળકો, શિક્ષકો ને પ્રેરણા પૂરી પાડવાનું  અનોખું કાર્ય  કર્યું છે ,તે ભૂલી સકાય તેમ નથી .આમ, બનાસકાંઠા જીલ્લાના શિક્ષકને હરણફાળ આપવાનું કાર્ય એમના સાનિધ્યમાં પ્રાપ્ત થયું છે .તેઓએ ૭૨ અનુપમ શાળાઓને શિક્ષણ નિયામકશ્રી ,ચીફ યુનિસેફ  ગુજરાત, પૂર્વ નિયામક ડૉ.નલીન પંડિતસાહેબ ના હસ્તે અનુપમ એવોર્ડ અપાવીને  વિશિષ્ટ સમ્માન પ્રદાન કર્યું છે .જેના માટે  બનાસકાંઠા જીલ્લાનો  શિક્ષણ પરિવાર સદાય તેમનો આભારી રહેશે .આજે પણ અનુપમ શાળા  પ્રોજેક્ટ બનાસકાંઠા જીલ્લાની  શાળાઓમાં કાર્યરત છે .અનુપમ પ્રોજેક્ટ થકી બનાસકાંઠા જિલ્લાને  શિક્ષણ ની સુવાથી પ્રફુલ્લિત કરવાનું કાર્ય તેમને કર્યું છે .આ સિવાય તેમને રાજ્ય  કક્ષાએ સૌપ્રથમ સાંસ્કૃતિક મહોત્સવ કે  પી.ટી .સી. કોલેજો માં  રમતોત્સવ યોજવાનું  સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે

             ડો.જી.એન.ચૌધરી  પ્રાથમિક  શિક્ષક થી પ્રાચાર્ય  સુધી ની સફળ દરમિયાન અનેક  એવોર્ડ  પ્રમાણપત્ર  પ્રાપ્ત  થયેલ  છે .જેઓને ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ  અથાર્ત અધ્યયાન-અધ્યાપક નો  નવતર  પ્રયોગ કરવામાં આવેલ જેના માટે જાન્યુ -૨૦૦૬ માં  હરિયાણા નાં ચંડીગઢ મુકામે રાજ્યપાલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે .તેઓના જીવનનો મહત્વનો એવોર્ડ તો  તેઓ આજે પણ  દરેક  પ્રા.શિક્ષકો તથા  બાળકોના હ્રદયમાં  વસેલા છે ,તે પુરુસ્કાર   મોટો છે .
તેઓ અત્યારે  નિવૃત  જીવન વિતાવી રહયા છે .તેઓ નિવૃત જીવનમાં પણ  પૂજ્ય પાંડુરંગ દાદાનાં સ્વાધ્યાકાર્ય ધ્વારા   સમાજનાં તથા શિક્ષણનાં ક્ષેત્રમા  સતત સેવાકીય કાર્યો કરી રહ્યા છે .તેઓ એક દિવ્ય મૂર્તિ છે ,જેમના  હાથનોસ્પર્શ માત્ર  પણ આપના શરીર માં નવી ચેતના પ્રસરાવે છે , આવા દિવ્ય અનુપમ ઋષિ ને વંદન... વંદન.. વંદન .તેઓની કર્મનિષ્ઠા  આજે પણ પ્રેરણા દાયી છે .


                                                                         “   વંશ “ માલવી .
                                                                                                          nanjibhai417851@gmail.com

No comments:

Post a Comment