આત્મહત્યાની સમસ્યાનું નિવારણ ગિજુભાઈ બધેકાની શિક્ષણપ્રણાલી થકી શકય છે.
"મા-બાપ થવું આકરું છે. "- ગિજુભાઈ બધેકા
વર્તમાન સમયમાં રોજેરોજ આત્મહત્યાના સમાચારોનું પ્રમાણ વધી રહ્યું છે. આત્મહત્યાનો શિકાર બાળકોથી લઈ વૃધ્ધો સુધી થઈ રહ્યા છે. બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ થવા પાછળ માતા-પિતા, વાલીની વધુ પડતી અપેક્ષાઓ અને લાદેલી શિસ્ત. કયાંક આજનું બાળક માતાપિતા કે વાલીના ઉંચા સ્વપ્નો વચ્ચે ગુંગળાઇને આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે, પરંતુ આત્મહત્યાએ કોઈ બાબતનું સમાધાન નહિ સમસ્યા છે. વર્તમાન શિક્ષણ પધ્ધતિમાં પરિવર્તન કરી શકાય તો આવી ધટના પર ચોકકસ રોક આવી શકે.
ગિજુભાઈ બધેકાની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ગિજુભાઈ બઘેકાના વિચાર આધારિત શિક્ષણ સપ્તાહ જયારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે ચોકકસ કહી શકાય કે આજની અકડતા વચ્ચે ગિજુભાઈ બધેકા દ્વારા અપનાવેલ શિક્ષણ પધ્ધતિઓ જો અમલ કરીએ તો આત્મહત્યાની સમસ્યાનું નિવારણ કરી શકાય એમ છે. ગિજુભાઈ બધેકા એટલે બાળકનો આત્મા કહી તો અતિશયોક્તિ નથી. ગિજુભાઈ બધેકા હંમેશા બાળકોની ઈચ્છાને માન આપતા, બાળકોને ગમતું કરવાનો પ્રયાસ કરતા. તેઓ બાળકો પર પોતાના વિચારો થોપવાના બદલે બાળકોના વિચારો જાણી સમજી કામ કરતા.
ગિજુભાઈ બધેકાના જીવનમાં શિક્ષક તરીકેના પ્રથમ દિવસનો પ્રસંગ. ગિજુભાઈ બધેકા પ્રથમ દિવસે ધોરણ ચારમાં પોતાના શિક્ષણ કાર્યની શરુઆત રમત દ્વારા કરે છે. પ્રથમ દિવસે બધા જ બાળકો વર્ગમાં તોફાન કરે છે, ઘમાચકડી મચાવે છે, વાતાવરણ શોરબકોરથી ગજવી નાંખે છે. આજુબાજુના વર્ગને પણ ખલેલ પહોંચાડે છે. આ બધી અશાંતિ જોઈ બાળકોની ભણવાની અનિચ્છા જોઈ ગિજુભાઈ બધેકા બાળકોને ધરે જવાની રજા આપીદે છે. બાળકો રાજીરાજી થાયછે, આચાર્ય ગિજુભાઈને ઠપકો આપે છે. બીજા દિવસે પણ બાળકો ગિજુભાઈ પાસે રજાની માંગણી કરે છે, પરંતુ ગિજુભાઈ કહે છ કે પહેલા હું તમને એક વાર્તા કહીશ તે આપ સાંભળશો પછી હું તમને રજા આપીશ. ગિજુભાઈ બાળકોને રોજ વાર્તા કહેતા બાળકો ને રસ પડતા તેઓ ધીમે ધીમે શાંત થઈને બેસી જતા. પછીતો તેઓ ગિજુભાઈ ની રાહ જોતા. શાળા છુટે પણ ધેર જવાનું નામ ન લેતા.
ગિજુભાઈ બધેકાએ "દિવાસ્વપ્ન" પુસ્તકમાં પોતાના અનુભવોનું આલેખન કર્યું છે. જે આજની શિક્ષણ પ્રણાલીમાં સમસ્યાના નિવારણ માટે કારગર સાબિત થાય એવા છે. ગિજુભાઈ એ માત્ર બાળક અને શિક્ષક પુરતી જ વાતો નથી આલેખી, પરંતુ માતા-પિતા બાળક સાથે કેમ રહેવું એના વિશે પણ ધણીબધી બાબતો પર ધ્યાન આપ્યું છે. તેઓએ વાલીપણાના શિક્ષણ વિશે વાતો કરી છે. જે આજે દરેક વાલીઓેએ સમજવા જેવી બાબત છે. તેઓએ' મા-બાપ થવું આકરું છે. ' એમાં બાળકેળવણીમાં માતા-પિતા ની ભુમિકા વિશે જોરદાર વાતો પણ કરી છે. આજે દરેક માબાપને ગિજુભાઈ બધેકાના પુસ્તકો વાંચવા અને સમજવા જોઈએ. આજે દરેક માતા-પિતા ત્રણ વર્ષના બાળક પાસે જુનિયર કે. જી. થીજ વધુ પડતી અપેક્ષાઓ રાખતા થઈ બાળકના બાળપણ ને છિનવી નાંખે છે. બાળકનું ભોળું બાળપણ છિનવી બોજરુપી જંજીરથી જકડી રહ્યા છીએ, ત્યારે જીવનઘડતર ની ખરી કેળવણીથી બાળક વંચિત રહી જાય છે. જેના ગિજુભાઈ વિરોધી હતા.
ગિજુભાઈ બધેકા હંમેશા ભાર વિનાના ભણતરના હિમાયતી રહ્યા છે. બાળક સ્વતંત્ર રીતે જાતે, સહઅધ્યાયી, ઈન્દ્રિયો અનુભવ દ્વારા, રમતા રમતા, વાર્ત, બાળગીત દ્વારા ગાતાં ગાતાં શીખે એ બાબતોના અમલી કરતા અને પ્રેરણારુપ રહ્યા છે. ગિજુભાઈ બધેકાએ ૨૦૦થી વધુ પુસ્તકો લખ્યા છે, જે માત્ર બાળક અને શિક્ષક જ નહિ પણ માતા પિતા માટે પણ પ્રેરણારુપ છે. ગિજુભાઈ બધેકાની શિક્ષણપ્રણાલી જો માતા-પિતા અને શિક્ષકો દ્વારા અમલ કરવામાં આવેતો આવનાર પેઢી તણાવમુક્ત, નિડર, સર્જનશીલ, ધીરજવાન જોવા મળે. આવી આપધાત જેવી ધટનાઓ પર ચોકકસ બ્રેક લાગી શકે.
અંતે ગિજુભાઈ બધેકાના શબ્દોમાં... "જેઓ ચોપડી જ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે તેઓ મહેતાજી થશે અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તેઓ કેળવણીકાર થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્રિતીય અને મહાન ગ્રંથ છે. "
"વંશ" માલવી.
સાચી વાત છે
ReplyDeleteસરસ... crc સાહેબજી
ReplyDeleteઆભાર
ReplyDelete