Thursday, August 13, 2020

ગુજરાતી વ્યાકરણ:- રવાનુકારી શબ્દો વિશે જાણો.

 રવાનુકારી શબ્દ એટલે શું❓

     🌺 અવાજના અનુસરણથી બનતા શબ્દોને રવાનુકારી શબ્દો કહે છે. 


🌺 આવા શબ્દો કોઈ પદાર્થ ના અથડાવાથી કે પડવાથી, પક્ષી કે પ્રાણીના અવાજ દ્વારા બનેલા હોય છે. 

દા. ત. 

      ટપટપ - પાણીનું ટપકવું. 

     ઢમઢમ _ ઢોલનું વાગવું. 

    ટન ટન -  ધંટનું  વાગવું. 

            આ સિવાયના કેટલાક શબ્દો. 


ટપાટપ

ખદબદ

કચકચ

છનાછન

ધગધગ

હણહણ. 

છણછણ

રણઝણ

લપસપ

ખળખળ

ટિનટિન

છુકછુક

ચમચમ

છમકછમક

ધૂ.. ધૂ.. 

ચીં.. ચીં.. 

🌺 રવાનુકારી શબ્દો માં દ્રિરુકિત હોવા છતાં તે દ્રિરુકત પ્રયોગો થી અલગ પડે છે. દ્રિરુકિત ના ઘટકોનું ભાષામાં સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. પરંતુ, રવાનુકારી શબ્દોના ઘટકો મોટાભાગે સ્વતંત્ર અર્થ ધરાવતા નથી અને ભાષામાં છૂટા પ્રયોજાતા નથી, દ્રિરુકતરુપે જ એમનું અસ્તિત્વ હોય છે. 


1 comment: