Friday, March 13, 2020

દિન વિશેષ-આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે ચાલો જાણીએ

💥 દિન વિશેષ-આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે..જીતુ સર💥
➖➖➖➖➖➖➖➖➖
➖આલ્બર્ટ આઈન્સ્ટાઈન જર્મન સામ્રાજ્યના વુટ્ટમબર્ગનું કિંગડમમાં ઉલ્મ ખાતે એક જ્યુ - યહુદી પરિવારમાં 14 માર્ચ 1879ના રોજ જન્મ્યા હતા.
➖તેમના પિતા હર્મન આઈન્સ્ટાઈન એક સેલ્સમેન અને એન્જિનિયર હતા. તેમનાં માતાનું નામ પોલીન કોચ હતું.
➖1880માં તેમનો પરિવાર સ્થળાંતર કરી મ્યુનિચ ગયો જ્યાં તેમના પિતા અને તેમના કાકાએ એલ્કટ્રોટેકનીશ ફેબ્રિક જે. આઈન્સ્ટાઈન એન્ડ કુ. નામની કંપની સ્થાપી. આ કંપની ડાયરેક્ટ કરન્ટ પર આધારિત ઈલેક્ટ્રીકલ સાધનો બનાવતી હતી. તેમના કાકા જેકબ હેરમાન નો પણ વિધ્યુત ઉપકરણ નો ધન્ધો હતો.
➖આઈન્સ્ટાઈન પરિવાર યહુદી ધર્મ પાળતો નહોતો, અને આલ્બર્ટે કેથોલિક સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. આઈન્સ્ટાઈનને પ્રારંભમાં ભાષાની મુશ્કેલી પડતી છતાં પ્રાથમિક શાળામાં તેઓ સૌથી હોંશિયાર વિદ્યાર્થી હતા.
➖તેમનો પરિવાર ઈટાલી સ્થળાંતર કરી ગયો તે પહેલાં 1893માં (14 વર્ષની ઉંમરે) આલ્બર્ટ આઈન્સ્ટાઈને પૂરતું શિક્ષણ લઈ લીધું હતું. આઈન્સ્ટાઈન પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને નાનકડું હોકાયંત્ર બતાવ્યું હતું. આઈન્સ્ટાઈનને સમજાયું કે અગાઉ જેને ખાલી હોવાનું માનતા તે ખાલી જગ્યામાં કંઈક તો હશે, ત્યાં હલનચલન કરતો કાંટો હતો અને પાછળથી તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે એ અનુભવે તેમના મનમાં "ઊંડી અને કાયમી છાપ" છોડી હતી.તેમની માતાના આગ્રહથી તેમણે છ વર્ષની ઉંમરે વાયોલિન શીખવાનું શરુ કર્યું, અને તેમને નહિ ગમતું હોવા છતાં અને શીખવાનું છોડી દીધું હોવા છતાં પાછળથી તેમને વોલ્ફગેન્ગ એમેન્ડયુસ મોઝાર્ટ વાયોલિન સોનાટામાં ખૂબ આનંદ આવતો.
➖ થોડા મોટા થયા પછી આઈન્સ્ટાઈને મોડલ શારીરિક તથા યાંત્રિક સાધનો બનાવવાનું શરુ કર્યું અને ગણિતમાં તેમની પ્રતિભા સ્પષ્ટ દેખાવા લાગી
 ➖ઈ.સ.૧૮૮૬માં આઈન્સ્ટાઈને સ્વિસ મેતુરામાં ફિઝિકસ અને ગણિતની પરીક્ષાઓ સારા માર્કસ સાથે પાસ કરી અને ઝુરિક પોલિટેકનિકમાં ફિઝિકસ ટીચિંગ ડિપ્લોમામાં દાખલ થયા તેમના પત્ની મિલેવા મેટિક પણ તેમની સાથે જ અભ્યાસમાં જોડાયેલા ગણિત શાસ્ત્રમાં રેકોર્ડ સારો ન હોવાથી આઈન્સ્ટાઈનને પ્રોફે
➖અહીં કામ ઓછું હોવાથી ફાજલ સમયમાં સંશોધનો શરૂ કર્યા. તેમને માત્ર કાગળ અને પેન્સિલની જ જરૂર હતી.
➖ઈ.સ.૧૯૦૫માં સાપેક્ષવાદની થિયરી રજૂ કરી વિજ્ઞાાન જગતને હચમચાવી નાંખ્યું.તે સમયે આઈન્સ્ટાઈને પોતાના થોડા મિત્રો સાથે મળી ‘ધ ઓલોમ્પિક્સ એકેડેમી’ નામની મંડળી બનાવેલી તેઓ નિયમિત મળતા અને ચર્ચા કરતા.
➖ઈ.સ.૧૯૦૦માં તેમણે એક પ્રતિષ્ઠિત વિજ્ઞાાન મેગેઝિનમાં નિબંધ લખ્યો અને ખ્યાતિ મેળવી. તેમને ઝુરિચ યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી પણ આપી. ૨૬ વર્ષની ઉંમરે તેઓ વિશ્વના અગ્રણી વિજ્ઞાાની બની ગયા
➖ઈ.સ.૧૯૧૯માં બ્રિટિશ મેગેઝિન ધ ટાઇમ્સ તેમના યોગદાનને વિજ્ઞાાન જગતમાં ક્રાંતિકારી ગણાવ્યું ઈ.સ.
➖૧૯૨૧માં તેમને ફિઝિકસનું નોબેલ ઈનામ એનાયત થયું.
➖ઈ.સ.૧૯૫૫માં એપ્રિલ માસની ૧૭ તારીખે તેમનું અવસાન થયું હતું.
➖પ્રિન્સટન હોસ્પિટલના મુખ્ય સર્જને તેમના પરિવારની સંમતિ લઈને વધુ સંશોધનો કરવા આઈન્સ્ટાઈનનું મગજ કાઢી લીધું હતું.
➖17 એપ્રિલ, 1955ના રોજ કિડનીમાં રુધિરનું વહન કરતી નસ ફાટી જવાથી આઇન્સ્ટાઇનને શરીરનાં અંદરના ભાગમાં રક્તસ્ત્રાવ (aortic aneurysm) શરુ થઇ ગયો હતો, જો કે આ રોગની અગાઉ સારવાર પણ કરાઇ હતી પરંતુ તે ફરીથી વકર્યો હતો અને 76 વર્ષ ની ઉંમરે પ્રિન્સટન હોસ્પિટલ માં દેહ ત્યાગ કર્યો
 ➖આઈન્સ્ટાઈને 300 કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો  તથા 150 કરતાં વધુ વિજ્ઞાન સિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા.
➖ 1999માં"ટાઈમ" (Time) સામયિકે તેમને "પર્સન ઑફ ધ સેન્ચ્યુરી (Person of the Century)" જાહેર કર્યા હતા.
➖ અત્યંત વિશાળ અર્થ અને સંદર્ભમાં "આઈન્સ્ટાઈન" નામ જીનિયસ (genius)નું સમાનાર્થી થઈ ગયું છે.
✍🏻 

2 comments: