Friday, March 19, 2021
વિશ્વ ચકલી દિવસ
વિશ્વ ચકલી દિવસ 20માર્ચ
એક દાયકા પહેલા મારા કાનમાં સતત ગુંજતો અવાજ થઈ રહ્યો છે લુપ્ત. સૌનું લાડકવાયું પક્ષી એટલે ચકલી…
ગુજરાત ના દરેક આંગણે આજ થી એક દાયકા પહેલા પક્ષી જગતનું સૌથી ડરપોક, શરમાળ અને નાનું પક્ષી ચકલી નો ચીં…ચીં…નો અવાજ ગુંજ્યા કરતો હતો. પરંતું આજે મોટા ભાગ ના રાજ્યમાંથી ચકલી ની પ્રજાતિ જાણે લુપ્ત થવા લાગી છે. તેથી સતત ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. એક સમયે બાળગીતો માં ખૂબ જ પ્રચલિત બનેલું બાળગીત ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં.આ બાળગીત આજે યથાર્થ થઈ રહ્યું કેમ ચકલીઓને શોધવા આજે જંગલ વિસ્તાર તરફ જવું પડે છે પરંતુ આવું થોડાક વર્ષો સુધી ચાલુ તો ચકલીઓને આપણી આગામી પેઢીને ફોટામાં બતાવવી પડશે
ચકલી ની સંખ્યા લુપ્ત થવાના કારણોમાં આજનું ઔદ્યોગિક પ્રદૂષણ, ધોંઘાટ, ખેતરોમાં થતો કેમિકલયુક્ત દવા નો છંટકાવ, મોબાઇલ ટાવરોના રેડિયેશન જેવા પરિબળો છે જેના કારણે ચકલીઓ ની સંખ્યા બહુ મોટા પ્રમાણ માં ધટી રહી છે. ઘટતી જતી ચકલીઓની સંખ્યા ઓ ને લઈને અમુક N. G. O અને સામાજિક કાર્યકર્તા, શૈક્ષણિક સંસ્થાઓ, પર્યાવરણીય સંસ્થાઓ આગળ આવી રહ્યા છે. તારીખ ૨૦ માર્ચને ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. કેટલીક સામાજિક સંસ્થાઓ આ દિવસે ચકલી ઘર કુંડાનું વિતરણ કરે છે ત્યારે સામાન્ય માણસને પણ સજાગ બનવાની જરૂર છે. આવા લુપ્ત થતા પક્ષી ઓને પ્રાણીઓને બચાવવા માટે આપણે યથાર્થ પ્રયત્નો કરવા જોઈએ
‘વિશ્વ ચકલી દિવસ’-20 માર્ચ પર મને અમુક વર્ષ પહેલા 1958માં ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝીંડોગે ચીનના આર્થિક વિકાસ તેમજ લોકોની જીવનશૈલી સુધારવા માટે ચાર કેમ્પેઈન હાથ ધર્યા હતા તે પૈકીનું એક ચકલીઓનો ચીનમાંથી વિનાશ કરવાનું હતું, આ કેમ્પેઈન માં લાખોની સંખ્યામાં ચકલીઓને મારવામાં આવી હતી પરંતુ તેના બીજા જ વર્ષે ખેતરમાં જીવડા ની સંખ્યા વધતા પાકનો નાશ થવા લાગ્યો પાક ન ઉગતા આર્થિક સમસ્યા સાથે દુકાળ પડ્યો જેથી બે ત્રણ વર્ષમાં 40 લાખ લોકો મોતને ભેટયા હતા. ખાવા માટે વલખા મારતા લોકો એકબીજાને મારી ને ખાવા લાગ્યા હતા મોટા પ્રમાણમાં થઈ રહેલી જાનહાનિ ને અટકાવવા ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝીંડોગે એ છેલ્લે ચકલી ને મારવાનો આદેશ પાછો ખેંચ્યો હતો અને ચકલીને પરત લાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. આમ આ દિવસે આપણે સૌ નક્કી કરીએ કે પ્રકૃતિના દરેક જીવનું સંરક્ષણ કરીશું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment