Thursday, April 15, 2021
લીમડાના ઔષધિય મહત્વ વિશે ખાસ વાચવા લાયક
ચૈત્ર મહિનામાં લીમડો:
આ લીમડાને ચૈત્ર મહિનામાં કુમળાં-કુમળાં પાન અને સફેદ ફૂલની માંજર આવે છે. ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું(નમક) નાખીને પીએ છે.
એનાથી ઉનાળામાં નીકળતા ધામિયા નામના ગૂમડા, ચામડીના ખંજવાળ સાથેના દાદર, ખરજવું વગેરે દર્દો દૂર થાય છે.
દોથો ભરીને એન્ટાસીડના ટીકડા ગળી જતાં એસિડિટીના દર્દીઓને એ ખબર નહિ હોય કે તમારા કે તમારા પડોશીના આંગણામાં છાંયડો પાથરતો લીમડો એસિડિટીને જડમૂડથી નાબૂદ કરનાર ઔષધ છે. વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાનાં પાન અને નમકનું મિશ્રણ ખૂબ ઉપયોગી થાય છે. લીમડાની ઔષધિ પ્રત્યે સ્વભાવિક રુચિ નથી થતી પરંતુ તે અરુચિ દૂર કરનાર ઉત્તમ ઓષધ છે.
અરુચિ અને એસિડિટીના દર્દીઓએ ચૈત્રમહિનામાં લીમડાની માંજર અને કૂમળાં પાનનું શરબત અવશ્ય પીવું. ચામડીનાં દર્દોમાં ચમત્કારિક પરિણામ આપતા લીમડાનો એક સંસ્કૃત પર્યાય અરિષ્ટ પણ છે. આરિષ્ટ એટલે કે જે ક્યારે અશુભ કે હાનિ પેદા નથી કરતો તેવો લીમડો.
તાવમાં લીમડાની ચા : લીમડાનાં પાન ૨૦, તુલસીનાં પાન ૨૦, મરીના દાણા - પ, પાણી ૨પ૦ml.
આટલી ચીજો તપેલીમાં નાખી ધીમા તાપે ઉકાળવા મૂકવું. અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું પછી ગળણીથી ગાળી ચાની જેમ દિવસમાં બે-ત્રણ વાર પીવું.
લીમડાની ચાથી પરસેવો થવા માંડે છે. તાવ ઉતરે છે, શરદી-માથાનો દુ:ખાવો મટે છે. તાવ ઉતરી ગયા પછી પણ દિવસમાં એકવાર લીમડાની ચા સાત દિવસ પીવાથી ફરી-ફરી શરદી-તાવ-ઉધરસ થતાં નથી.
દાંતનું ટોનિક
લીમડામાં નિમ્બડીન નામનું તત્ત્વ રહેલું છે. જે સડાનો નાશ કરનાર(એન્ટિસેપ્ટિક), ફુગનાશક તરીકે સાબિત થયું છે. વળી તે સોજાને ઉતારનાર તરીકે પણ ઉપયોગી છે.
જેમને દાંત અને પેઢાની સમસ્યા હોય તેમણે લીંબોળીના તેલમાં કપૂર અને સિંધાલૂણ મેળવી પેસ્ટ બનાવી દાંત અને પેઢા પર સવારે અને રાત્રે સૂતી વખતે આંગળીથી માલિશ કરવું. તેનાથી સોજો પણ ઉતરે છે અને દુ:ખાવો મટે છે. દાઢ કે દાંત કઢાવવાની જરૂર પડતી નથી.
જેમણે દાંત સારા રાખવા હોય, પેઢાં મજબૂત રાખવાં હોય દાંતની કોઈ સમસ્યા ન થવા દેવી હોય તો, રોજ લીમડાનું દાતણ કરવાનું ચાલુ કરી દો. જેમને થ્રોટ ઇન્ફેક્શન વારંવાર થતું હોય કે. શરદી-ઉધરસના વાયરલ હેરાન-પરેશાન કરતાં હોય તેમણે તો લીમડાનું દાતણ ખાસ કરવું કારણ કે લીમડામાં એન્ટિવાયરલ ગુણ રહેલો છે.
કેટલીક ટિપ્સ
વર્ષોથી ન મટતાં જૂના ધારા-ગૂમડા પર લીંબળીના તેલનું પોતું મૂકી પાટો બાંધવો. ધીરજ રાખી ઉપચાર કરવાથી ગૂમડાં મટે છે.
લીમડાનાં પાંદડાં, તુલસીનાં પાંદડાને ગરમ પાણીમાં નાંખી તેમાં ૧-૨ ચમચી ગ્લિસરીન ઉમેરવું. આ પાણીમાં હાથે-પગે તથા તળિયામાં થયેલા સોરાયસીસવાળા ભાગને ૧૦-૧૫ મિનિટ સુધી પલાળી રાખવાની ચામડી ઝડપથી નોર્મલ થાય છે.
ચામડીના દર્દીઓએ પાણીમાં લીમડાના પાન કે તેના પાવડરને ઉકાળીને સ્નાન કરવું. તેનાથી ઝડપથી ચામડીનાં દર્દો મટે છે
નોધ. આપના ફેમેલી ડોકટરની આવશ્યક સલાહ લેવી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment