એક મજાની ખિસકોલી... એક મજાની ખિસકોલી...
કાળા-ધોળા પટ્ટાવાળી એક મજાની ખિસકોલી...
આમ જાય, તેમ જાય.. .
પાછી એતો ઝટપટ ઝાડ પર ચડી જાય...
એક મજાની ખિસકોલી...
મંદ-મંદ હસતી જાયને, ઊંચી-નીચી કૂદતી જાય,
પાછી એતો પૂંછડીને નચાવતી દોડી-દોડી જાય...
એક મજાની ખિસકોલી...
ખિલ-ખિલ ખાતી જાયને, યોગા એતો કરતી જાય,
પાછી એતો હસતાં હસતાં રમતા શીખવી જાય...
એક મજાની ખિસકોલી...
રાત પડેને ઝટપટ ઘરે જાય,
સવારે પાછી આંગણે આવી જાય.. .
એક મજાની ખિસકોલી...
રચના:-
વશરામ (વંશ) એન. પટેલ
સી. આર. સી. કો. ઓ. થાવર
બનાસકાંઠા
No comments:
Post a Comment