Wednesday, June 26, 2019

પ્રેરણાની મૂરત અને સેવાની જાગતી પરબ.

પ્રેરણાની મૂરત અને  સેવાની જાગતી પરબ.
      યુવામિત્રોને સદ્કાર્યમાં જોડી રાષ્ટ્ર અને સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા હરેશભાઈ ચૌધરી. 
           
               આજનું યુવાધનએ રાષ્ટ્રનો વર્તમાન છે. આજની યુવા પેઢી સમાજ અને દેશનું ગૌરવ છે. એ ગૌરવ  યોગ્ય દિશામાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.  આજના યુવાનોને સતત પ્રેરણા આપવાનું અને જોડાયેલા રાખવાનું કાર્ય   હરેશભાઈ ચૌધરી કરી રહ્યા છે. 
            બનાસકાંઠા જિલ્લાના વતની હરેશભાઈ. સદ્ભાવના ગ્રુપ ના પ્રમુખ. જેવુ નામ એવુ જ કામ.  સદભાવના થકી જેમને બનાસકાંઠા જિલ્લાને સુગંધિત કરવાનું કાર્ય કર્યું છે.  આ સદ્ ભાવના ગ્રુપ દેશ અને સમાજ હિતના કાર્ય કરીને એક નવી જ પ્રેરણા આપી રહ્યા છે.  આ સિવાય હરેશભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા કરાટે એસોસિયેશન પ્રમુખ,  બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિયેશન પ્રમુખ તથા બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. 


              બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ૧૦૦૦૦ દશહજારથી વધુ કોલેજના વિદ્યાર્થીઓને ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવી આપવાનું ઉત્તમ કાર્ય કર્યું.  હરેશભાઈ એમના જન્મદિવસની ઉજવણી પણ અનોખી રીતે કરે છે. જન્મદિવસની ઉજવણી પર મિનરલ પાણીની પરબો શરૂ કરી. પાલનપુરમાં જાહેરજનતા માટે સતત આઠ વર્ષથી મિનરલ પાણીની પરબ કાર્યરત. સદ્ ભાવના ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાઓનું નિશુલ્ક વિતરણ દર વર્ષે કરવામાં આવે છે. 
             પાલનપુરમાં રાત્રીના સમયે દર્દીઓને દવાખાને લઈ જવા માટે નિશુલ્ક બે રીક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવી માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે. જરુરિયાતમંદના ધેર અને હોસ્પિટલમાં જઈને મા અમૃતમ યોજનાના કાર્ડ અપવરાવને એમની જિંદગી બચાવાનું ઉત્તમ કાર્ય કરેલ છે. સેવાના કોઈપણ કાર્યમાં હરેશભાઈ એમની યુવાટીમ સાથે હાજર જ હોય છે.  એમના થકી અભ્યાસ માટે મુસાફરી કરીને આવતા વિધાર્થીઓને મુસાફરી પાસ કઢાવી આપવાનું કાર્ય પણ કરેલ છે. 
           પુર અને કુદરતી આપદા વખતે પણ એમની ટીમ દ્વારા ફૂડ પેકેટ વિતરણ તથા જરુરી ચીજવસ્તુઓ નિશુલ્ક વિતરણ કરવામાં આવી છે. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં રાહત માટે તેઓએ છાશ વિતરણના પણ કાર્યક્રમ કર્યા છે. ભાદરવી પૂનમના મેળા બાદ તેમની ૩૦૦યુવાનોની ટીમે અંબાજી ખાતે સ્વસ્છતા અભિયાન હાથ ધરી સફાઇ કાર્ય કરી નવી પ્રેરણા આપી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પાલનપુરમાં બ્રાન્ચ શાળા નં. ૧માં આર્થિક પછાત ૧૦ દિકરીઓને હરેશભાઈ ચૌધરીએ દત્તક લીધી.અમીરગઢ ,દાંતાના જરુરિયાતમંદ બાળકોને ચોપડા અને અન્ય શૈક્ષણિક વસ્તુઓ નિશુલ્ક વિતરણ કરવામાં આવી.અંદાજિત ૭૦૦૦થી વધુ દિકરીઓને સ્વેટર આપવાની કામગીરી કરેલ. અમુક બાળકો ચંપલ પહેર્યા વિના અભ્યાસ કરવા આવતા હતા તેવા બાળકોને નિશુલ્ક ચંપલ આપવાનું કાર્ય કર્યું. ચાલુ નવિન વર્ષમાં પાલનપુરમાં ૧૬ સરકારી શાળાના ૮૭૨ બાળકોને તેઓએ શૈક્ષણિક કીટ આપવાનું કાર્ય કર્યું છે.તેઓ કોઈ એક સમાજ માટે નહિ પરંતુ સર્વ સમાજમાં સેવાકીય કાર્ય થકી મદદરૂપ થઈ રહ્યા છે.  એમના માટે કહી શકાય કે, 
“ અતરથી કપડાં મહેકાવવા એ કોઈ મોટી વાત નથી, 
મજાતો ત્યારે આવે જયારે સુગંધ તમારા કિરદારમાં હોય. "
        
       આટલામાં જ એમની સેવાકીય પ્રવૃત્તિઓ અટકતી નથી,  તેઓએ  કેન્સર પીડિત દર્દીઓ માટે અને બી. એસ. એફ. ના જવાનો માટે રકતદાન કેમ્પ કરી યુવાનોને રકતદાન માટે પ્રેરણા આપી છે. નડાબેટ પાસે બોડર પર રકતદાન કેમ્પ કરી માત્ર ત્રણ કલાકમાં ૧૨૭૪ બોટલ રકત એકત્ર કરીને સમાજસેવાનું ઉ.દા. પૂરુ પાડ્યું છે. હરેશભાઈ ચૌધરીએ પણ આજદિન સુધી ૨૫વખત રકતદાન કર્યું છે.  સદ્ભાવના ગ્રુપ દ્વારા ભૂખ્યાને ભોજન માટે સદભાવના નિશુલ્ક ટીફીન સેવા પણ કાર્યરત છે.ત્યારે આવા પ્રેરણા મૂર્તિ હરેશભાઈએ યુવાનોને નવી પ્રેરણા આપી છે કે, 
" પ્રસરાવી છે મેં પાંખોને, 
ઉડાન ભરી છે મોટી, 
થયો અહેસાસ'યુવા' હોવાનો, 
લાગણી થઈ છે મોટી. " (પ્રવિણ શ્રીમાળી) 
        
       બનાસકાંઠા જિલ્લામાં જયારે પણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે નામાવલી બનાવવાની હોય ત્યારે હરેશભાઈ ચૌધરી અને એમની સદભાવના ટીમ અગ્રીમ સ્થાને રહી સમાજ અને યુવાનોને નવી પ્રેરણા, ઊર્જા આપે છે.આજે તેઓ હજારો યુવાનોના પ્રેરણા મૂરત છે. 
                                                  વંશ માલવી.9725409775

No comments:

Post a Comment