*હોળીકા દહનને લઈ અનેક લોકવાયકા સાથે જોડાયેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું રામસણ ગામ*
*અંદાજિત ૨૦૦વર્ષથી રામસણ ગાામમાં ગોદરે હોળી પ્રગટાવી નથી*
હોળીનો તહેવાર સમસ્થ ભારતભરમાં અનેરા ઉત્સાહ અને ઉમંગસાથે ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાત રાજય ના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગાામમાં હોળી પ્રગટાવવામાં જ આવતી નથી. હોળી પ્રગટાવવામાં આવતી નથી એનો મતલબ એવો નથી કે ત્યાનાં ગામલોકો આ તહેવારને ઉજવતા નથી, પરંતુ લોકવાયકા સાથે હોળી ન પ્રગટાવવા બાબતે ગામના વડવાઓ પાસે અલગ અલગ બેત્રણ કથાઓ સંકળાયેલ છે. સાથોસાથ લોકો અનોખી રીતે ઉજવે છે અહીં હોળી ધૂળેટી. એક લોકદંત કથા મુજબ રામસણ ગામમાં ભગવાન રામ વનવાસ દરમ્યાન રોકાયેલ, વાસો કરેલ ત્યાંથી આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.
બીજી એક લોકદંત કથા મુજબ રામસણ ગામમાં કોઈ એક ૠુષિ મુનિ આવેલ, એમનું ગામમાં અપમાન થયેલ અને તેઓએ ગામમાં હોળી પ્રગટાવવા બાબતે શ્રાપ આપેલ. જેને લઈ કોઈએ એકવાર ગાામમાં હોળી પ્રગટાવવા પ્રયત્ન કરેલ જેને લઈ સમગ્ર ગામ આગની લપેટમાં આવેલ અને ગાામમાં ભારે નુકશાન થયેલ. જેનાથી ૨૦૦વર્ષથી હજુ સુધી કોઈએ પુન: હોળી પ્રગટાવવા બાબતે સાહસ કરેલ નથી. રામસણ ગામમાં પૌરાણિક રામેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ભગવાન રામના હસ્તે સ્થાપિત થયેલ હોય એવું પણ માનવામાં આવે છે. ગામ લોકો હોળીના બીજા દિવસે એકબીજા સાથે ભેગા મળીને સૌ મંદિરમાં બેસી ઘાણી, ખજુર, પતાસા વહેંચીને તહેવારની ઉજવણી કરે છે. સાથોસાથ આખો દિવસ સુકારંગોથી ધુળેટી ઉજવી બાળકોને ઢુંઢાડે છે. ગામનો હોળી ન પ્રગટાવવા પાછળ ભલે અલગ અલગ દંતકથાઓ જોડાયેલ હોય પણ અહીં હોળી ન પ્રગટાવવાના ૨૦૦વર્ષથી વધુના ઈતિહાસ સાથે સંકળાયેલ પરંપરાને કોઈ બદલવાનું સાહસ કરવા માગતું નથી. ગામમાં હોળી ન પ્રગટાવવા સાથે જોડાયેલ રામસણ ગામમાં અનેક મંદિરો અને ઐતિહાસિક સ્થળ પણ આવેલ છે. ભગવાન રામથી લઈને આજદિન સુધીના ઈતિહાસ ને અંકબંઘ રાખતું ગામ એટલે રામસણ ગામ.

No comments:
Post a Comment