લોકડાઉન થાઓ, કોરોના ભગાઓ.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને હાહાકાર ફેલાયેલો છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોને ચપેટમાં લઈ લીધા છે. ત્યારે આપણો ભારત દેશ પણ એમાંથી બાકી નથી. ભારત દેશમાં પણ દિનપ્રતિદિન કોરોના ના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમહામારીને ફેલાતી અટકાવવા માટે અત્યાર સુધી કોઈ રસી શોધાઈ નથી. સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પણ મહામારીની ચપેટમાં આવી ગઈ છે. લોકો કોરોનાને લઈને ભયભીત છે, પરંતુ કયાક ગંભીર નથી, એવુ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.
કોરોના નામની મહામારીએ જયારે સમગ્ર વિશ્વને પોતાના સકંજામાં લઈ લીધું હોય ત્યારે દેશના નાગરિક તરીકે આપણે આવા સમયે કેટલીક બાબતોમાં જરુરી સતર્કતા દાખવવી એ આપણી પ્રથમ ફરજ છે. કોરોનાને લઈને આપણે ગભરાઇ એના કરતાં સાવચેત, સતર્ક, અને સંયમિત રહીએ એ ખૂબજ આવશ્યક છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ કોરોના સામે લડવા માટે જરુરી તમામ આહવાન કરવામાં આવ્યા છે. પ્રધાનમંંત્રી દ્વારા ૨૨ માર્ચના રોજ જનતા કર્ફ્યુ આપેલ જેનો ખૂબ જ સારો પ્રતિસાદ દેશના નાગરિકોએ આપ્યો, પરંતુ શું એનાથી આ લડાઈ આપણે જીતી લીધી?. ના, આપણે હજી શરુઆત કરી છે, બસ આપણે સમજદારી પૂર્વક સરકાર અને તંત્રના આદેશનું પાલન કરવું જોઈએ.
આજે જયારે દેશમાં ૪૦૦ કરતાં વધુ કોરોનાના દર્દીઓ જોવા મળ્યા છે, ત્યારે આ કોરોના વાયરસ સૌથી ઝડપી ફેલાતો રોગ છે. સાથે માનવસમુદાયના સંપર્ક ના લીધે ખૂબજ ઝડપી સંક્રમણ થાય છે. કોરોનાને ફેલાતો રોકવા માટે ભારતીય નાગરિક તરીકે કેટલીક સામાન્ય બાબતોનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ. લોકડાઉન નું સંપૂર્ણ પાલન કરો. લોકડાઉન અર્થાત્ બિનજરૂરી રીતે ધરની બહાર નિકળવું નહિ. આપણે લોકડાઉન રહીશું તો માનવ સમુદાયના સંપર્ક માં આવીશું નહિ અને કરોના વાયરસ નો ચેપ આપણાથી દુર રહેશે, વાયરસની ચેનલ પ્રક્રિયા પર બ્રેક આવશે. આરોગ્ય વિભાગ દ્વારા તથા સરકારશ્રી દ્વારા જાહેર કરેલ એડવાઈઝરી નું સખત પાલન કરવું જોઈએ. આ મહામારીના સમયે નાગરિકે સમજદારી પણ દાખવવી ખૂબજ જરુરી છે. બાળકો અને વૃધ્ધો તથા અશકતોની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય છે, જેથી આવા વ્યકિતઓને બિલકુલ ધરની બહાર ન જવું જોઈએ. આવા વ્યકિત ઝડપી સંક્રમિત થતા હોય છે. નાગરિક તરીકે સ્વચ્છતા જાળવીએ. બિનજરુરી વસ્તુઓને અડકીએ નહિ. કોઈપણ જગ્યાએ અડકયા બાદ હાથ સાબુ વડે બરાબર સાફ કરીએ. ચહેરા પર આપણા હાથ વારંવાર ન અડકાડીએ. અફવાઓને ફેલાવતી અટકાવીએ, માત્ર સરકારશ્રીની સુચના પર જ ધ્યાન આપીએ. સરકારશ્રીના કર્મચારીઓને પુરતો સહયોગ આપવો, એમની સુચનાઓનું પાલન કરીએ. ધંધા અર્થે બહાર ગયેલ લોકો જે-તે જગ્યાએ જ રહેવું જોઈએ, બિનજરુરી મુસાફરી ટાળવી. આ બધી બાબતો પર સંયમિત રીતે પાલન કરવાથી આપણે કોરોના વાયરસની મહામારીને માત આપી શકીએ છીએ.
કોરોના વાયરસથી ડરો નહિ, પણ ગંભીર બની સાવચેતી દાખવવી જોઈએ. આપણા દેશની આબાદી વિશ્વમાં બીજા ક્રમે છે, એ મુજબ આપણે સતર્કતા રાખવાની આવશ્યકતા વધુ છે. આપણી સતર્કતા જ આપણી, આપણા પરિવાર, આપણા સમાજ અને આપણા દેશ કોરોના સામેની સુરક્ષા હશે. તો આવો કેટલાક આવનારા દિવસો સુધી આ મહામારીને હરાવવા માટે આપણે સૌ નાગરિક સતર્કતા રાખી, સરકાર દ્વારા અને તંત્ર દ્વારા અપાતી સુચનાઓ અને માર્ગદર્શનનું પાલન કરી સ્વયંભૂ લોકડાઉન રહીએ અને કોરોનાને હરાવીએ.
વંશ માલવી.
No comments:
Post a Comment