Sunday, March 22, 2020

૨૩માર્ચ...શહીદ દિવસ... જાણો આજના દિન વિશેષ વિશે...સંકલન.વશરામ પટેલ.

ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ અને તેમના સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

✍🏻જલિયાવાલાબાગ હત્યાકાંડ
ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો.આ વાતની જાણ થતાં ભગતસિંહ ૧૨ કી.મી પગે ચાલી જલિયાવાલા બાગ પહોચ્યા હતા.

✍🏻અસહકારનું આંદોલન
અસહકાર ચળવળ એ વર્ષો સુધી ચાલી હતી આ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો મહત્વનો તબબ્કો હતો. આ ચળવળ ૧૯૨૦થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી હતી. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી.

✍🏻સાઈમન કમિશનનો બહિષ્કાર
૧૯૨૮માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શન થયા હતા. અને આની અંદર ભાગ લેનાર પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જની અંદર લાલા લજપતરાય ઘાયલ થયા હતા, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી મી.સ્ટોકને મારવાનું કાવતરું ઘડ્યું હતું. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ ના રોજ લગભગ સવા ચાર વાગ્યે એ.એસ.પી. સાંડર્સના આવતાંજ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી.

૨૩ માર્ચ ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા. આના કારણે તેમણે સજા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment