Saturday, May 9, 2020

માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, જનસેવા એજ પ્રભુસેવા. -હિતેશભાઈ કુશ્કલ.


       માણસની મુખ્ય ત્રણ જરુરિયાતો હોય છે, રોટી, કપડાં અને મકાન. જયારે કોરોના નામની મહામારીએ  સમસ્ત વિશ્વને બાનમાં લીધું છે, ત્યારે આપણો દેશ પણ એમાં બાકાત નહિ. આવા કપરા સમયમાં કેટલાક લોકો એવા હોય છે જે દૈનિક મજુરી કરતાં પરિવારો ને પોતાના ગુજરાન માટે મુશ્કેલી અનુભવાતી હોય છે. કોરોના મહામારીના લોકડાઉન સમયગાળામાં જરુરિયાત મંદ પરિવારોની ચિંતા પાલનપુર મુકામે એક યુવા ચહેરાને થઈ... એ યુવા ચહેરો એટલે હિતેશભાઈ કુશ્કલ. 
          હિતેશભાઈ કુશ્કલ અને એમની સમસ્ત ટીમે જરુરિયાત મંદ લોકોના વિશે વિચારી એમને ભોજન આપવાનો નિર્ણય કર્યો. એમની સમસ્ત ટીમની મહેનત થકી સતત ૩૫ દિવસથી વધુ સમય સુધી લોકોને બે ટાઈમ ભોજન પુરુ પાડવામાં આવ્યું. હિતેશભાઈ કુશ્કલ ના સાનિધ્યમાં સમસ્ત ટીમ એકજુટ થઈ દરરોજ હજારો લોકો સુધી ભોજન પહોંચાડવાનું કાર્ય એમના થકી થયું છે. ત્યારે હિતેશભાઈ કુશ્કલ અને સમસ્ત ટીમને ખૂબ અભિનંદન💐

मोहब्बत की दौलत भी.. लूटा यार कभी कभी..

ताकि इंसान भी जिंदा रहे और इंसानियत भी.!!






   કોરોના મહામારીના આ કપરા કાળમાં દાતાઓના સહયોગ દ્વારા જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્ની ઠારવાનું સુંદર કાર્ય થઈ રહ્યું છે . કોરોના મહામારીના આ સંકટ સમયમાં સેવાકીય પ્રવૃત્તિ કરનાર તમામ મિત્રોને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન💐💐વંદન હિતેશભાઈ કુશ્કલ તથા સમસ્ત ટીમને જેમનો એક જ મંત્ર રહ્યો... જનસેવા એજ પ્રભુસેવા.
                        વસરામ "વંશ" માલવી.
                      

No comments:

Post a Comment