*ભારતીય સમાજ સુધારક રાજા રામમોહનરાય*
👉🏻 *રાજા રામમોહનરાય ઓગણીસમી સદીમાં આવેલ નવજાગૃતિ ના પિતા ગણાય છે.*
👉🏻 *રાજા રામમોહનરાય નો જન્મ :- ઈ. સ. 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધા નગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.*
👉🏻 *રાજા રામમોહનરાય ના બાળલગ્નન થયા હતાં*
👉🏻 *રાજા રામમોહનરાય ના મોટા ભાઈનું અવસાન થતા તેઓ ના ભાભી સતી થયાં, આ ધટના ની એમના માનસપટ પર અસર થઈ*
👉🏻 *રાજા રામમોહનરાયે સતીપ્રથા, બાળકીને દુધપિતી કરવાનો રિવાજ, અને બાળલગ્નનો વિરોધ કરી આંદોલન ચલાવ્યાં હતાં*
👉🏻 *તેમણે ઈ. સ. 1821માં બંગાળી ભાષામાં "સંવાદ કૌમુદી" તથા ઈ. સ. 1822માં ફારસી ભાષામાં "મિરાત-ઉલ-અખબાર" નામનાં સમાચાર પત્રો શરુ કર્યા*
👉🏻 *તેમણે ઈ. સ. 1814માં "આત્મીય સભા", ઈ. સ. 1827માં " બ્રિટિશ ઈન્ડિયા યુનિટેરિયન એસોસિયેશન ", અને ઈ. સ. 1828માં " બ્રહ્મો સમાજ " નામની સંસ્થા ઓ સ્થાપી હતી*
👉🏻 *દિલ્લીના મુગલ બાદશાહે એમને'રાજા' ની પદવી આપી હતી*
👉🏻 *એમણે સમાજસુધારણા માટે અંગ્રેજી શિક્ષણ મહત્વનું ગણાવ્યું હતું*
👉🏻 *તેમણે કોલકાતા ખાતે હિંદુ કોલેજની સ્થાપના કરી હતી*
👉🏻 *તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારી થી ન્યાયતંત્ર ને અલગ રાખવા જેવી બાબતો ની બ્રિટિશ સરકારને ભલામણ કરી*
👉🏻 *રાજા રામમોહનરાયે સતીપ્રથા ના વિરોધ માં ઝુંબેશ ચલાવી હતી, તેના પરિણામે ઈ. સ. 1829માં વિલિયમ બેન્ટિકે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ધડયો.*
👉🏻 *ઈ.સ.1833માં બ્રિસ્ટોલ મુકામે એમનું અવસાન થયું*
✍🏻સંકલન✍🏻
*વશરામ એન. પટેલ*
રિસોર્સ:- *ગુ. રા.શા.પા.પુ.મં., સા. વિ. પુસ્તક📚. આવૃતિ 2010*
No comments:
Post a Comment