🏆ગુજરાતના ઐતિહાસિક પુરાતત્વીય નગરો વિશે માહિતી🏆
રંગપુર:-
👉🏻 રંગપુર શહેર સુરેન્દ્રનગર જિલ્લામાંથી મળી આવેલ પ્રથમ સિંધુ ખીણની સભ્યતાનું નગર છે.
👉🏻ઈ. સ. 1931માં મળી આવ્યું હતું.
👉🏻ભાદર નદીના કિનારે નાની વસાહત સ્વરુપે મળેલ નગર.
👉🏻આ સ્થળનું ઉત્ખનન માધોસ્વરુપ વત્સે કર્યું અને સંશોધન એસ. આર. રાવે કર્યું હતું.
👉🏻 આ નગરમાં કાચી ઈંટો ના મકાન મળી આવ્યા છે.
👉🏻 હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ છે.
2. લોથલ🏆
👉🏻 ભોગવો નદીના કિનારે અમદાવાદ જિલ્લામાં આવેલું છે.
👉🏻 ઈ. સ. 1954માં એસ. આર. રાવ દ્વારા આ નગરની શોધ થઈ.
👉🏻 આ સૌથી મોટું બંદર હતું.
👉🏻 અહીં હડપ્પીય પ્રજા વસવાટ કરેલ હોવાનું માનવામાં આવે છે.
🌹પ્રાપ્ત થયેલ અવશેષો:-
🪐 મણકાની ફેકટરી
🪐હોકાયંત્ર
🪐જોડિયા કબર
🪐પથ્થરની ધંટી
🪐ડોક યાર્ડ
🪐 યજ્ઞકુંડ
🪐અન્નની વખાર
👉🏻 અહીં કુલ અનાજની 64 વખારો પ્રાપ્ત થઈ છે.
3. પ્રભાસ પાટણ🏆:-
👉🏻
ગિર સોમનાથ જિલ્લામાં આવેલું છે.
👉🏻સંશોધન ડેકકન કોલેજ બોમ્બે દ્વારા ઈ. સ. 1955-56માં કર્યું હતું.
👉🏻 અહીં સિઘુ સભ્યતાના બે સ્તરની વસાહતો પ્રાપ્ત થઈ છે.
👉🏻 અહીં રાખોડીયા મૃદપાત્ર અને ચળકતા લાલ મૃદ પાત્રો મળી આવ્યા.
4. ધોળાવીરા🪐🪐🏆
👉🏻 આ નગરની શોધ 1960માં થઈ હતી.
👉🏻 કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં મોટા રણમાં ખદીરબેટમાં આવેલું છે.
👉🏻 હડપ્પીય સંસ્કૃતિનું નગર માનવામાં આવે છે.
👉🏻સિંધુ સભ્યતાનું વિશેષ્ટ નગર છે. અહીં નગર રચના ત્રણ સ્તરની જોવા મળે છે.
૧.શાસક અઘિકારી ઓ માટે ગઢ
૨.અન્ય અધિકારીઓ માટે ઉપલું આવાસ
૩. સામાન્ય પ્રજાજનો માટે નીચલું આવાસ.
👉🏻ગઢ બાર મીટર ઊંચી દિવાલથી કિલ્લે બંધી ધરાવે છે.
👉🏻 રાજમહેલના અવશેષ પણ પ્રાપ્ત થયા.
🪐મળેલ અવશેષો🪐
🪐સ્નાનાગાર
🪐ધાતુંની બંગડીઓ
🪐સોનાનાં આભૂષણો
🪐રમતગમત નું મેદાન
🪐તાબુ છુટું પાડવાની ભઠ્ઠી
🪐પકવેલી માટીના દાંતિયા
🪐૨૬ ચિહ્નોનો અભિલેખ
👉🏻 આ નગરમાંથી મળેલ અવશેષના આધારે આ વેપાર કેન્દ્ર અને સુખી નગર હશે.
👉🏻 ઉતખન્ન રવિન્દ્ર સિંહ અને જગતપતિ જોષીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
👉🏻 સંકલન👈🏻
🪐🪐 વસરામ પટેલ🪐🪐
Nice Useful Information
ReplyDeleteGood Work sir..