અટલબિહારી વાજપેયી... પુણ્યતિથિ પર જાણો એમના વિશેની કેટલીક બાબતો.
(જન્મ:-૨૫ ડિસેમ્બર ૧૯૨૪ - અવસાન:-૧૬ ઓગસ્ટ ૨૦૧૮.)
બાળપણ:-
અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.
રાજકીય ક્ષેત્ર
ભારતના રાજનેતા અને કવિ હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી.
વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) ના પ્રમુખ હતા.
એવોર્ડ:-
૧૯૯૨, પદ્મવિભૂષણ
૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ
૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
૨૦૧૫, ભારત રત્ન
કવિતા:-✍🏻
મૌત કી ઉમ્ર ક્યા હૈ? દો પલ ભી નહીં,
જિંદગી સિલસિલા, આજ કલ કી નહીં.
મેં જી ભર જીયા, મેં મન સે મરું,
લૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરું?
👉🏻મહત્વની બાબતો✍🏻✍🏻
અટલ બિહારી વાજપેયી... એક કવિ, એક પત્રકાર, સમાજસેવક અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન.
વાજપેયી જનસંઘના વરિષ્ઠ નેતા અને ભાજપના ઇષ્ટ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંગત સહયોગી રહ્યા હતા.
ઉપાધ્યાય એ વાજપેયીથી ઉંમરમાં આઠ વર્ષ નાના હતા અને બન્ને વચ્ચે ભાઈઓ જેવો પ્રેમ હતો.
દીનદયાળ ઉપાધ્યાય વાજપેયીને પોતાના નાના ભાઈ ગણતા હતા.
વાજપેયીની કાર્યશૈલી એટલી તો નિર્વિવાદ હતી કે તેમના વખાણ તેમના પક્ષના નેતા, વિપક્ષના સભ્યો અને ખુદ જવાહરલાલ નહેરુ પણ કરતા હતા.
વાજપેયી તમામ પક્ષો સાથે હળીમળીને રહેવામાં માનતા હતા.
વાજપેયી મોરારજી દેસાઈની કૅબિનેટમાં વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા હતા. એ વખતે તેમની કૂટનીતિના ભારે વખાણ થયા હતા.
No comments:
Post a Comment