Saturday, August 15, 2020

🏏 ધોનીના ક્રિકેટ ચાહકો માટે એક સંપૂર્ણ યુગનો અંત... સંન્યાસની જાહેરાત

 🏏 ક્રિકેટ ચાહકો માટે એક સંપૂર્ણ યુગનો અંત.... 


ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો.

તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે.

મહેન્દ્ર સિંઘ ધોની મુખ્યત્વે એમ. એસ. ધોની (કેપ્ટન કુલ) ના નામે જાણીતા ભારતીય ક્રિકેટર (બેટ્સમેન અને વિકેટકીપર) રહ્યા છે અને હાલની ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તેમજ ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન રહ્યા છે. 

 👉🏻તેમણે ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું.


       તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રહ્યા. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુ ઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ. 



તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. 

તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો. 

🏏 ધોનીની પ્રથમ સદી બાદ છાપામાં આવેલ તેના દુધ, પૈપૈયાનો ખોરાક, તેના લાંબા વાળ વિશે, બાઇકના શોખ વિશે, લાઇફ વિશે જે આખું ફ્રન્ટ પેજ ભરીને આવેલ તે આમ લઇને બેસી ગયો હતો અને એકી શ્વાસે જ જાણે વાંચી ગયો હતો.





🏏 ત્યારબાદ, ક્રિકેટમાં બહુ બધા ચમત્કાર ધોનીના જોયા.


🏏 કોઇ પણ ગંભીર સ્થિતીમાં કેપ્ટન કુલના ઠંડા અને નિર્ણાયક સ્વભાવને લીધે જ કદાચ તે આટલાં લોકપ્રિય છે.


🏏 ક્રિકેટ જગતમાં હાલ કે ભવિષ્યમાં પણ તેઓ જેટલું ચાહક વર્ગ કદાચ કોઇ નહીં ધરાવતું હોય...


🏏 વિલ મિસ યુ માહી

1 comment: