Thursday, September 24, 2020

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા સ્વર્ગસ્થ શિક્ષક ના પરિવારને સહાય અર્પણ કરી સાચી શ્રધ્ધાંજલિ અપાઈ.. 💐💐💐💐💐

*બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા  સ્વર્ગસ્થ શિક્ષક ના પરિવારને સહાય અર્પણ કરી સાચી શ્રધ્ધાંજલિ અપાઈ*


         *જિલ્લા  વિકાસ અધિકારી શ્રી અજય દહિયા સાહેબના હસ્તે ૩,૦૦,૦૦૦ ત્રણ લાખનો ચેક અર્પણ કરાયો*


          બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી હંમેશા સકારાત્મક દિશામાં કાર્યો કરવા માટે જિલ્લામાં અવલ્લ રહી છે. મંડળીની યોજના દ્વારા સભાસદ શિક્ષકોનો ત્રણલાખ રુપિયાનું વીમા કવચ નિશુલ્ક આપવામાં આવે છે. હાલમાંજ દાંતા તાલુકાના પ્રાથમિક શિક્ષક શ્રી ઉમાભાઈ પરમારનું અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારજનો પર દુઃખ નો પહાડ તુટી પડયો, ત્યારે આવી દુ:ખદ પરિસ્થિતિમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા સદાયની જેમ યોજના મુજબ ઉમાભાઈ પરમારના પરિવારજનોને ૩,૦૦,૦૦૦/- ત્રણ લાખ રુપિયાની સહાય ચુકવીને શિક્ષક ને સાચી શ્રધ્ધાંજલિ તથા પરિવારને હિંમત આપવાનું કાર્ય કર્યું છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહિયા સાહેબના હસ્તે પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી ના યુવાન અને ઉત્સાહી ચેરમેનશ્રી સંજયભાઈ દવે જણાવ્યું કે જિલ્લામાં સૌથી વધુ સભાસદો ધરાવતી આ મંડળી છે. સભાસદોના સુખ દુઃખમાં એમની પડખે ઊભું રહેલું એ મંડળીનું કર્તવ્ય છે. તેઓ સદાય સભાસદોના હિતરક્ષક નિર્ણયો માટે મંડળીના ચેરમેન તરીકે આગળ જ હોય છે અને આવનાર ભવિષ્યમાં પણ મંડળી સભાસદોના માટે કાયમી એમના પડખે રહેશે. 

        જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા કોરોના મહામારીના સમયમાં પણ જિલ્લા પંચાયતમાં કાર્ય કરતા કર્મચારીઓના આરોગ્ય હેતુ માસ્ક, સેનિટરાઈઝ, થર્મલ ગન દાન તરીકે આપેલ. રુ. ૧,૦૦,૦૦૦/-નું દાન પણ મંડળી દ્વારા સી. એમ. રાહત ફંડમાં આપી શિક્ષક સમાજને નવો રાહ ચિંધ્યો. આ સિવાય મંડળી દ્વારા આર્થિક પછાત વિસ્તારમાં બાળકોને સ્વેટર વિતરણ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં પ્રોત્સાહન ઈનામો આપી બાળકોને બિરદાવવાનું કાર્ય પણ અવારનવાર કરવામાં આવે છે.    

              આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશભાઈ ચાવડા, વાઈસ ચેરમેન રમેશભાઈ પટેલ, પાલનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળી ના ચેરમેન શૈલેષભાઈ, અમીરગઢ તાલુકાના ડીરેકટર હરેશભાઈ જોષી, અમીરગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હાજર રહ્યા હતા. આમ, જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી જિલ્લામાં સદાય સેવાકીય કાર્યો કે સકારાત્મક કાર્યો માટે સભાસદો તથા બાળકોના સાથે રહી છે. સર્વે શિક્ષક મિત્રોએ મંડળીના આ કાર્યો માટે સરાહનીય પ્રસંશા કરી , વર્તમાન ચેરમેન, વાઈસ ચેરમેન અને ડીરેકટર શ્રી, તથા કર્મચારીઓની કામગીરીને બિરદાવી.


 

No comments:

Post a Comment