Friday, October 2, 2020
મળવા જેવા માણસ... અનુપમ વ્યકિતત્વ ડૉ. જી. એન. ચૌધરી
મળવા જેવા માણસ... અનુપમ વ્યકિતત્વ ડૉ. જી. એન. ચૌધરી.
*અનુપમ શિક્ષણની સુવાસ બનાસની ચોમેર પ્રસરાવનાર અનુપમ ઋષિ.*
ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે,
ને તારા બાળક સાથે રમ .
ઘડીભર વકીલો કાવાદાવા છોડી દે .
ને તારા બાળક સાથે રમ .
ઘડીભર વેપારની ગડમથલ છોડી દે.
ને તારા બાળક સાથે રમ .
ઘડીભર કાવ્ય-સંગીતને છોડી દે.
ને તારા બાળક સાથે રમ .
ઘડીભર ભાઈબંધ –મિત્રોને છોડી દે.
ને તારા બાળક સાથે રમ .
ઘડીભર પ્રભુભજનને પણ છોડી દે.
ને તારા બાળક સાથે રમ .
ઘડીભર સમગ્ર જીવન વિસરી જા.
ને તારા બાળક સાથે રમ .
(ગીજુભાઈ બધેકા)
જે રાષ્ટ્રનું પ્રાથમિક શિક્ષણ મજબુત હોય એ રાષ્ટ્રનું ઘડતર મજબુત હોય. આજે શિક્ષણને લઈને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ,ત્યારે શિક્ષણની ગુણવતતા હોય કે પછી છેવાડાના માનવી સુધી શિક્ષણની વાત પહોચાડવાની સહભાગીતા હોય એમાં શિક્ષક ક્યાય પાછળ નથી .શિક્ષણ માંજ પોતાના સમગ્ર જીવનને સમર્પિત કરનાર વ્યકતિઓમાના એક વ્યક્તિ ડૉ.જી.એન.ચૌધરી
ડો.ગણેશભાઈ એન ચૌધરી મુળ મહેસાણા જીલ્લાના વતની છે .તેઓનો જન્મ એક ખેડૂત કુટુંબમાં થયેલ.માતા ડાહ્યીબેન અને પિતા નાથુભાઈ એ જન્મથીજ એમનામાં મહેનતનાં સંસ્કારોનું સિંચન કરેલ .તેઓ સૌ પ્રથમ સીગોતરિયા તા.સમી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા.તેઓએ ૧૭ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપી .શિક્ષક વિદ્યાથી નાં સબંધોને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે .
ત્યાર બાદ તેઓ આગળનો અભ્યાસ ,પરિશ્રમના લીધે પ્રાચાર્ય તરીકે કારકિર્દી શરૂ કરી .તેઓની ૨૦ વર્ષ સુધી પ્રાચાર્ય ની કારકિર્દીમાં સમગ્ર ગુજરાત રાજ્યના અનેક જીલ્લામાં શિક્ષણની સેવા આપવાની તક મળી .જે તકને તેઓએ તેમની અનોખી સંસોધનવૃતિ ,કર્મનિષ્ઠા ,જ્ઞાન અને અનુભવના નીચોડ , વહીવટી કુશળતાના લીધે સમગ્ર ગુજરાત રાજ્યને લાભ અપાવ્યો .તેઓએ પ્રાચાર્ય તરીકે ૨૦૦૫મા મહેસાણા જીલ્લામાં ધોરણ ૧ થી ૫ માં" joyful english" પ્રોજેક્ટ અમલમાં મુક્યો .અમરેલી જીલ્લામાં “અક્ષર શાળા” પ્રોજેક્ટ ,સુરેન્દ્રનગર જીલ્લામાં “અભિજ્ઞા પ્રોજેક્ટ” ,મહેસાણા ,પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં “અનુપમ શાળા પ્રોજેક્ટ: અમલ માં મુક્યો . બનાસકાંઠા જીલ્લામાં વર્ષ ૨૦૧૫ માં ડૉ .જી .એન.ચૌધરી પ્રાચાર્ય તરીકે શિક્ષણની ધુરા સંભાળી , બનાસકાંઠા જીલ્લામાં પ્રાચાર્ય તરીકે આવતાની સાથેજ તેઓએ બનાસકાંઠા જીલ્લાના છેવાડા માનવીના શિક્ષણ વિષયક ચિંતા તેઓએ કરી . બનાસકાંઠા જીલ્લાના પ્રાથમિક શિક્ષણને ગુણવતા યુક્ત બનાવવા તથા બાળકોને શાળામાં આવવું ગમે ,રહેવું ગમેં લોકોનો શાળા સાથે નાતો બંધાય તે હેતુંથી તેઓએ “અનુપમ શાળા પ્રોજેક્ટ” સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં અમલમાં મુક્યો .તેઓએ અનુપમ શાળા પ્રોજેક્ટ થકી સમગ્ર બનાસકાંઠા જીલ્લાના દરેક તાલુકાના છેવાડાના માનવી સુધી પહોચાડવાના પ્રયત્ન કર્યો.તેઓએ અનુપમ શાળા પ્રોજેક્ટ માં સ્વેચ્છાએ પ્રાથમિક શાળાઓને જોડાવવા માટે આહવાન કર્યું .એમની ૨ વર્ષ ની સતત મહેનત અને મર્ગદર્શન થકી બનાસકાંઠા જિલ્લાની ૭૨ પ્રાથમિક શાળાઓ અનુપમ પ્રાથમિક શાળા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું .જે માત્ર ડૉ .જી.એન.ચૌધરી સાહેબ અને ડાયટ ટીમને આભારી હતું.
બનાસકાંઠા જીલ્લામાં તેઓના ૨૦૧૫ થી ૨૦૧૮ નાં કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૧૭ નાં પુર જેવી કુદરતી આપતિઓના ભોગ કેટલાક તાલુકાઓ બન્યા .જેમાં ધાનેરા .થરાદ ,વાવ ,સુઈગામ વગેરે પુર વખતે પણ ડો.જી.એન.ચૌધરી એ જી.સી.આર.ટી ગાંધીનગર તથા રાજ્ય સરકાર શિક્ષણ વિભાગના સંકલનમાં રહી પ્રાથમિક શાળાઓના બાળકો, શિક્ષકો ને પ્રેરણા પૂરી પાડવાનું અનોખું કાર્ય કર્યું છે ,તે ભૂલી સકાય તેમ નથી .આમ, બનાસકાંઠા જીલ્લાના શિક્ષકને હરણફાળ આપવાનું કાર્ય એમના સાનિધ્યમાં પ્રાપ્ત થયું છે .તેઓએ ૭૨ અનુપમ શાળાઓને શિક્ષણ નિયામકશ્રી ,ચીફ યુનિસેફ ગુજરાત, પૂર્વ નિયામક ડૉ.નલીન પંડિતસાહેબ ના હસ્તે અનુપમ એવોર્ડ અપાવીને વિશિષ્ટ સમ્માન પ્રદાન કર્યું છે .જેના માટે બનાસકાંઠા જીલ્લાનો શિક્ષણ પરિવાર સદાય તેમનો આભારી રહેશે .આજે પણ અનુપમ શાળા પ્રોજેક્ટ બનાસકાંઠા જીલ્લાની શાળાઓમાં કાર્યરત છે .અનુપમ પ્રોજેક્ટ થકી બનાસકાંઠા જિલ્લાને શિક્ષણ ની સુવાથી પ્રફુલ્લિત કરવાનું કાર્ય તેમને કર્યું છે . ડો.જી.એન.ચૌધરી પ્રાથમિક શિક્ષક થી પ્રાચાર્ય સુધી ની સફળ દરમિયાન અનેક એવોર્ડ પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે .
*સેવાકાળ - અનુભવ :-*
*પ્રાથમિક શિક્ષક :* -
- સિંગોતરિયા પ્રાથમિક શાળા, તા. સમી. તા. 20.11.1981 થી 14.07.1983.
- ખારા પ્રાથમિક શાળા, તા. મહેસાણા. તા. 15.07.1983 થી 20.08.1997
*- પ્રાચાર્ય ( નાયબ નિયામક- શિક્ષણ સેવા વર્ગ- 1 )*
- જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન, પાટણ 21.08.1997 થી 31.07.2002
- જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન, મહેસાણા
01.08.2002 થી 05.04.2008
- જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન, અમરેલી
તા. 05.04.08 થી 30.08.2012
- જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન, સુરેન્દ્રનગર
તા. 31.08.2012 થી 02.06.2015
- જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન,બનાસકાંઠા- પાલનપુર. તા.03.06.2015 થી તા. 30.06.2018.
*વિશિષ્ટ પ્રદાન - ઊપલબ્ધી*
*1. National Award*
The Intel Education Awards for the Best Integration of Technology in Education - 2005
- રમત ક્ષેત્રે- રાજ્ય કક્ષાએ ગોળાફેક માં પ્રથમ ક્રમે.
- અનુપમશાળા પ્રોજેકટ મહેસાણા ઇ.સ. 2000 થી 2008
- અનુપમશાળા પ્રોજેકટ પાટણ. ઇ.સ. 2000 થી 2008
- અક્ષરશાળા પ્રોજેકટ, અમરેલી ઇ.સ. 2008 થી 2012
- અભિજ્ઞા શાળા પ્રોજેકટ, સુરેન્દ્રનગર. ઇ.સ. 2012 થી 2015
- અનુપમશાળા પ્રોજેકટ બનાસકાંઠા. ઇ.સ. 2015 થી 2018
મૂલ્ય શિક્ષણના પ્રયોગો
1. રામદુકાન
2. વાર્તાથી વિચાર
3. અનુપમ ગુંજન
4. ઇકો ક્લબ
5. અક્ષય પાત્ર
6. અક્ષયદ્રવ્ય
7. જ્યોતસે જાગરણ
8. ખુશ્બુ બનાસકી
9. જેન્ડર સેન્સિટિવ ક્લબ
10. આજનું ગુલાબ
11. આજનો દીપક
12. ખોયા પાયા
13. Joyful Learning
14. અધ્યન અધ્યાપનનો નવતર પ્રયોગ.
15. સાક્ષરદીપ
*શૈક્ષણિક ગુણવત્તા સુધારણા પ્રોજેક્ટ*
1. Joyful English
2. શાળા સશક્તિકરણ કાર્યક્રમ ( વિકાસ ઝંખતી શાળા )
3. ભાર વગર નું ભણતર, રેડીઓ કાર્યક્રમ.
4. પ્રોજેક્ટબેઝ લર્નિંગ.
5. સ્કૂલ પ્લેસમેન્ટ કાર્યક્રમ.
6. મોબાઇલ સાયન્સફેર
*શિક્ષણમાં લોકસહયોગ*
10 કરોડ જેટલી રકમનું આર્થિક અનુદાન પ્રાથમિક શાળાઓના ભૌતિક વિકાસ માટે મળેલ છે.
*શૈક્ષણિક મેગેઝિન*
*1. શ્રદ્ધેય* - પાટણ diet.
*2. વિચાર નિર્ઝર* - મહેસાણા diet
*3. અક્ષર* - અમરેલી diet
*4. અભિજ્ઞા* - સુરેન્દ્રનગર diet.
*5. બનાસનાદ -* પાલનપુર diet.
*Mission statement*
*1. करिष्ये वचनंतव । -* પાટણ diet.
*2. कृण्वन्तो विश्वमार्यम ।* - મહેસાણા diet
*3. एकोडहम बहुस्याम् ।* અમરેલી diet
*4.* *ज्ञानात मुक्ति : ।* - સુરેન્દ્રનગર diet.
*5.* *प्रशिक्षणम् प्रति पदं ।* પાલનપુર diet.
*અન્ય શૈક્ષણિક કાર્યક્રમ*
1. રાજ્યમાં શિક્ષકોનો પ્રથમ રમતોત્સવ.
2. રાજ્યમાં p.t.c.ના તાલીમાર્થીઓનો પ્રથમ રમતોત્સવ.
3. રાજ્યમાં p.t.c.ના તાલીમાર્થીઓનો પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમ.
4. કમ્પ્યુટર આધારિત સાક્ષરદીપ કાર્યક્રમ.
5. બેટી બચાવો અભિયાન.
6.સૌરઉર્જા જાગૃતિ કાર્યક્રમ.
7. પાણી નો વિવેક પૂર્વક ઉપયોગ પ્રોજેક્ટ.
*National workshop માં સક્રિય ભાગીદારી :-*
1. New Generation School. 2001
2. Use Quantative Techniques in Education Planning NIEPA 2001
3. Excellence In Education By UNICEF 2004
4. National Conference for DIET By MHRD 2006
5. National workshop on MDM action Research By MHRD 2007
6. ADEPTS Workshop 2006
7. ADEPTS Workshop 2006 Chatisgadh
8. Workshop on Development Quality Standards for Teaching Learning
2003
9. National Conference for DIET Principal By NCTE 1997
10. In service Training Program for Principal of DIET By NCERT 2000
11. Quality Package workshop 2003
12. National Workshop on Action Research MDM by MHRD 2006
13. Quality Package Workshop for DIET Faculties By UNICEF 2005
14. Conference Of DIET Principals And Directors Of SCERT BY MHRD. 2007
*સાહિત્ય સર્જન / ઓડીઓ- વિડિઓ ડોક્યુમેન્ટ :-*
1. વાર્તાથી વિચાર - વાર્તા સંગ્રહ
2. વિચાર તેવું વર્તન - વાર્તા સંગ્રહ
3. વિચારનું વાવેતર - વાર્તા સંગ્રહ
4. અનુપમશાળા ડોક્યુમેન્ટરી ફિલ્મ by diet મહેસાણા
5. ઝલક સારી શાળાઓની વિડિઓ ફિલ્મ - diet મહેસાણા
6. અનુપમશાળા ડોક્યુમેન્ટરી ફિલ્મ by diet બનાસકાંઠા
7.અનુપમશાળા ડોક્યુમેન્ટરી ફિલ્મ BY unicef
8. ભાર વગરનું ભણતર 80 એપિસોડ - આકાશવાણી ,અમદાવાદ
9. રાજ્યના crc માટે પ્રથમ માર્ગદર્શિકા, યુનિસેફ
10. Joyful English મોડ્યુલ
11. અનુપમશાળા અભિવાદન માર્ગદર્શિકા
12.અક્ષરશાળા અભિવાદન માર્ગદર્શિકા
13.અભિજ્ઞા શાળા અભિવાદન માર્ગદર્શિકા
14. અનુપમશાળા અભિવાદન માર્ગદર્શિકા- બનાસકાંઠા
15.વિવિધ વિષયના મોડ્યુલ
16. જીવન શિક્ષણમાં પ્રકાશિત લેખ.
17. અન્ય સામયિકોમાં પ્રકાશિત લેખ.
18.બાળગુંજન વીડિયો - બાળ અભિનય ગીતો
19. અનુપમ ગુંજન dvd પ્રાર્થના માટે સંગીત નું સોફ્ટવેર
20. બનાસકાંઠાનો સ્થાનિક ઇતિહાસ પર ડોક્યુમેન્ટરી
21. બનાસનાદ -બનાસકાંઠાનો સ્થાનિક ઇતિહાસ પર પુસ્તક.
22.અમરેલી જિલ્લાનો સ્થાનિક ઇતિહાસ પર મોડ્યુલ
23.સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક ઇતિહાસ પર પુસ્તક.
24.જુદા જુદા પાંચ જિલ્લાના મુખપત્ર
25. CRC વાર્ષિક પરિયોજના.
તેઓના જીવનનો મહત્વનો એવોર્ડ તો આજે પણ તેઓ પ્રત્યેક પ્રાથમિક શિક્ષકો તથા બાળકોના હ્રદયમાં વસેલા છે, એ એવોર્ડ સૌથી મોટો છે. તેઓ અત્યારે નિવૃત જીવન વિતાવી રહ્યા છે. તેઓ નિવૃત જીવનમાં પૂજય પાંડુરંગ દાદાનાં સ્વાધ્યાય કાર્ય દ્વારા સમાજમાં તથા શિક્ષણના ક્ષેત્રમાં સતત સેવાકીય કાર્ય કરી રહ્યા છે. તેઓ એક દિવ્ય મૂર્તિ છે, જેમના હાથનો સ્પર્શ માત્ર પણ આપણા શરીરમાં નવી દિવ્ય ઊર્જા ઉત્પન્ન કરે છે. તેઓ આજે પણ અનુપમ ઋુષિ તરીકે નામના ધરાવે છે. તેઓ સરળ, નિખાલસ અને કર્મનિષ્ઠ સ્વાભાવ ના કારણે પ્રત્યેક શિક્ષક ના દિલમાં વસેલા છે. આવા દિવ્ય અનુપમ ઋુષિ ને વંદન.. વંદન... વંદન.
“ વંશ “ માલવી .
Subscribe to:
Post Comments (Atom)
સુંદર પ્રેરણાદાયક લેખ
ReplyDelete👌👌👌👌👌