Sunday, May 2, 2021

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના નવયુવાન હિતેશભાઈ ચૌધરી (કુશ્કલ)નો અનોખો સેવાયજ્ઞ

*બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના નવયુવાન હિતેશભાઈ ચૌધરી (કુશ્કલ)નો અનોખો સેવાયજ્ઞ* *કોરોના મહામારીમા ભૂખ્યાને ભોજન, આરોગ્યલક્ષી સેવાઓ, રકતદાન જેવી અનેક સેવાઓ થકી હિતેશભાઈ કુશ્કલ બન્યા યુવાઓના આઈકોન* વર્તમાનમાં ચાલી રહેલા કોરોના પ્રકોપ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના ખેડુત પુત્ર ચૌધરી હિતેશભાઈ મહામારીના સંકટ સમયમાં દરેક સમાજના લોકોના જીવને બચાવવા દિનરાત પોતે અને પોતાની યુવાટીમને સાથે રાખી જરુરી તમામ સહાય મદદ માટે પ્રયત્નશીલ છે.તેઓની આ પહેલ અન્ય લોકો માટે એક પ્રેરક સંદેશ છે.
ગયા વર્ષે કોરોના મહામારીના કારણે સપૂર્ણ દેશમાં લોકડાઉન લાદવામાં આવેલ ત્યારે હિતેશભાઈ ચૌધરી અને એમની ટીમે કુલ 37 દિવસ સુધી સતત ભોજન બનાવીને જરુરિયાત મંદ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો પ્રયાસ કરેલ. તેઓએ 37 દિવસમાં એક લાખથી પણ વઘુ લોકોને ભોજન આપેલ. આ સાથે જે લોકો પોતાના દૈનિક રોજગારના કારણે લોકડાઉનમા નિસહાય થયા તેવા હજારો લોકોને કરિયાણાની જરુરી કીટ આપી મદદરુપ થયા. એટલું જ નહિ પણ એ સમયે જે લોકોને સ્થળાંતર ને કારણે કાયમી બિમારીની દવા ચાલુ હતી તેઓને દવા આપીને મદદરુંપ બનયા. આ વર્ષે પણ કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કરીને માનવસમાજ અને સમસ્ત જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી મુકયું છે ત્યારે આ કપરા કાળમાં ફરી એકવાર હિતેશભાઈ (કુશ્કલ) દરેક સમાજના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. આ વર્ષે હિતેશભાઈ કુશ્કલ અને એમની યુવા ટીમ જરુરિયાત વાળા લોકોને આરોગ્યલક્ષી સેવાઓ આપી મદદરુપ બની રહ્યા છે. ઓકિસજન ની અછત હોય, વેન્ટિલેટર બેડની જરુંર હોય કે પછી કોઈ પણ પ્રકારની દવાની જરુર હોય હિતેશભાઈ કુશ્કલને એક કોલ કરતાં જ તેઓ ઈશ્વર ના એક દુત તરીકે હાજર થઈને જરુરીસેવા માટે હાજર હોય. તેઓ આ સમયગાળામાં દિવસ રાત એક કરી નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે તેઓ દિવસે 500થી વધુ ફોન કોલ રિસીવ કરીને જવાબો આપીને જરુરી સહાય કરી રહ્યા છે.સાથે આ સમયે દેશમાં રકતની પણ અછત ન સર્જાય એ માટે યુવાનોને પ્રોત્સાહિત કરીને રકતદાન પણ કરાવી રહ્યા છે.
કોરોના મહામારીના સંકટ સમયે જયારે ચારેય તરફથી નિરાશાઓ અને નકારાત્મક સમાચાર મળી રહ્યા હોય ત્યારે અજાણ્યા લોકોને મદદ કરવા ઈશ્વરે કોઈ દૂત મોકલ્યા હોય એમ. હિતેશભાઈ ચૌધરી નામના નવ યુવકની આ સેવા યજ્ઞથી સૌ કોઇ પ્રભાવિત થયા અને આજે યુવાઓ હિતેશભાઈ ચૌધરી ને એક રોલમોડેલ માની રહ્યા છે. સમાજમાં આવા નવયુવાન હોય આજે દેશ અને સમાજનું સાચું રત્ન છે. આવા નવયુવાન હિતેશભાઈ કુશ્કલ ને વંદન. *યુવાનો એક બની આ મહામારીને નાથવામાં પોતાનું યોગદાન આપશે તો ચોક્કસ કોઈ સારા પરિણામ આવશે* ✍️ *વંશ માલવી*

No comments:

Post a Comment