Thursday, May 6, 2021
એક કન્યા શાળા આવી પણ......જુવો વિશેષ
એક કન્યા શાળા આવી પણ......
રાજસ્થાનના જેસલમેર માં આવેલ થારના રણમાં દિવસે સામાન્ય ૫૦ ડીગ્રી તાપમાન અને સતત પવન સાથે ફૂંકાતી રેતી આવા રણ વિસ્તારમાં ગરીબી રેખાથી નીચે રહેતા લોકોની દીકરીઓ માટે કિડન ગાર્ડન થી લઇ ધોરણ ૧૦ સુધીની શાળા શુરુ કરવી સપનું જ લાગે. આ વિસ્તારમાં દીકરીઓનું એજ્યુકેશન 32% માંડ છે. પણ કહેવાય છે ને, જો તમે કોઈ પણ કામ પુરા દિલથી કરો તો ગમે તેવું મુશ્કેલ કામ સરળ બની જાય છે. તો આજે આપણે “રાજકુમારી રાત્નાવતી કન્યા શાળા”ની વાત કરવી છે.
ઇન્ટરનેશનલ નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન @CITTA એ નાણાંકીય મદદ કરી છે જયારે ન્યુયોર્ક બેઝ્ડ આર્કિટેક્ચર ડીઝાઈનર ડાયના એ ઓવલ શેપ અને સેન્ડસ્ટોન વાપરીને શાળા ને એક અલગ જ રૂપ આપ્યો છે. ડાયના ૨૦૧૪ માં જયારે જેસલમેરની મુલાકાત લીધી ત્યારે લોકોની રહેણી-કરણી, લોકોની કળા, મકાનના બાંધકામ, સંગીત નો અનુભવ કરીને અહીના લોકો સાથે એકમેક થઇ ગઈ. તેને નક્કી કરેલું કે અહીની મહિલાઓ માટે કંઇક કરવું. બસ એના એક વિચાર ને લઈને શું નવું કરી શકાય તે માટે વિચારવાનું શરુ કર્યું. ગુજરાતીમાં કહેવાય છે કે, “એક શિક્ષિત દીકરી બે ઘરને તારી જાય છે” અર્થ ભણેલી દીકરી પિયર અને સાસરી બંને પક્ષનું નામ રોશન કરે છે. ડાયના એ સલખા વિસ્તાર માં કન્યા શાળા શરુ કરવા નક્કી કર્યું.
શાળાનો આકાર ઓવલ શેપ જેવો કેમ?
૯૦૦૦ સ્ક્વેર ફૂટમાં પથરાયેલ શાળાનો આકાર ઓવલ રાખવા પાછળ પણ ઘણાં કારણ છે. ઓવલ આકાર ધણી સંસ્કૃતિમાં સ્ત્રીજાતિ માટે પ્રતિક સમાન છે. માટે ઘણાં પ્રેક્ટીકલી વિચારો તો એક ઓરડા માંથી બીજા ઓરડામાં જવા માટે અંતર ઓછુ થાય સાથે ઓવલ શેપના કારણે વચ્ચે રહેલ જગ્યા ભારતીય સંસ્કૃતિ મુજબ મેદાન પણ વાપરવા મળે.
શાળા શા માટે ખાસ છે?
- શાળા બાદ દીકરીઓ પોતાની આવડત, સુજ્બુજ અને કળાથી પોતાના પગભર થાય, પ્રદર્શન કરી વિશ્વ કક્ષાના માર્કેટ સુધી પહોચે તેમજ દુનિયાના કોઈપણ ખૂણામાં અન્ય મહિલાએ કરેલ નવતર કામ જાણી શકે, ચર્ચા કરી શકે તે માટે વર્કશોપની પણ સુવિધા આપવામાં આવે છે
- ૧૦ વર્ગો અને ૧ કોમ્પ્યુટર વર્ગ પણ છે.
- ૪૦૦ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી શકે છે
- શાળામાં હવાની અવરજવર સારી રીતે થાય તેમજ ગરમી ના લાગે તે માટે ધાબા પર સેન્ડસ્ટોન ને જાળી આકારે ગોઠવાયા છે અને એક બાજુ સોલાર પેનલ પણ લગાડેલ છે જે સાંજે વીજળી આપે છે અને દિવસે તેના છાયાડાથી તડકા સાથે રક્ષણ મળે છે. શાળા માં એક પણ એર કંડીશન વગર વર્ગો કુદરતી રીતે ઠંડા જ રહે છે.
શાળાના બાંધકામ માટે કયું મટીરીયલ વાપર્યું છે?
આ વિચાર આવ્યો ત્યારથી જ ડાયના એ નક્કી કર્રેલ કે શાળાનું બાંધકામમાં વેસ્ટર્ન કલ્ચર નો ઉપયોગ નહિ કરે પરંતુ તે અહીં લોકલ જે મટીરીયલ નો ઉપયોગ કરશે જેના કારણે ટ્રાન્સપોટેશન ખર્ચ ઓછો લાગે અને કાર્બન ફૂટપ્રિન્ટ જળવાય રહે.
શાળા ક્યારે શરુ થશે?
હાલ કોરોના મહામારીના કારણે શાળા બંધ છે, પરિસ્થિતિ યોગ્ય હશે તો જુલાઈ,૨૦૨૧ થી આ શાળાના મેદાન તથા વર્ગોમાં દીકરીઓનો અવાજ ગુંજતો થશે.
શાળાનો ગણવેશ અતુલ્ય છે.
ફેશન ડીઝાઈનીંગ માં જેનું વિશ્વમાં નામ છે તે સભ્યાસાંચીએ શાળાનો ગણવેશ યુનિક રીતે બનાવવા માટે ત્યાની લોકલ અજરક કળાથી બાનાવેલ કાપડમાંથી બનાવ્યો છે. અજરક કળામાં કાપડ પર જે ડીઝાઇન બનાવવી હોય તેના લાકડાના બીબા બનાવી તેનાથી છાપકામ કરવામાં આવે છે.
FOUNDATION FOR AUGMENTING INNOVATION AND RESEARCH IN EDUCATION (FAIR-E) ફેરી અને Education Innovation Bank એજ્યુકેશન ઇનોવેશન તરફથી બેંક ડાયના, CITTA, બિલ્ડીંગ ને કાગળના નકશા પરથી રીયલ આકાર આપનાર કરીમ ખાન અને શાળાનો ગણવેશ ડીઝાઇન કરનાર સભ્યસાંચી ટીમ ને ખુબ ખુબ અભિનદન. સૌ સાથે મળી ને હજુ પણ આ પ્રકારની શાળાઓ ખોલીએ જેથી કરીને દીકરા-દીકરીઓને શાળા દુર હોવાથી અભ્યાસ છુટે નહિ. અંતરિયાળ અને પછાત વિસ્તારની સરીકારી શાળામાં આભ્યાસ કરતી એડોલ્સન દીકરીઓને યોગ્ય માર્ગદર્શન, સેનેટરી પેડ શાળા કક્ષાએ મળી રહે તે માટે ફેરી અને ઈઆઈ બેંક કામ કરી રહી છે. આપ જો આ યજ્ઞમાં યોગદાન આપવા માંગતા હો તો આપ faire32018@gmail.com પર મેઇલ કરી શકો છો.
BY Sanket Savaliya
#RAJASTHAN #EDUCATIONININDIA #INDIA #EDUCATION #SCHOOL #COVID #SAMARTH #SANKETSAVALIYA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment