અજવાસ . બનાસરત્ન શંકરભાઈ ચૌધરી.
વડનગરની ભુમિએ દેશને એક અનમોલ વ્યકિતત્વ આપ્યું, એવા અનમોલ વ્યક્તિ જેમના નામ અને કાર્યોની સોડમ માત્ર ભારતમાં જ નહિ, વિશ્વ ફલક પર પ્રસરાયેલ છે. આજની પેઢીના જન જનના હ્રદયમાં જેમનું નામ અને ચહેરો સ્થાપિત છે એવા બનાસના ગૌરવસમા, યુવા બનાસરત્ન, પ્રજાવત્સલ સરહદી લોક સેવક શંકરભાઈ ચૌધરી. જેમના નેતૃત્વએ બનાસકાંઠા જિલ્લાને એક નવી દિશા, ઓળખ આપી છે. આ વ્યકિતની પ્રતિભાને પારખવાની ભૂલ કદાચ એકવાર થઈ છે જેનું નુકશાન સમસ્ત બનાસકાંઠાએ ભોગવ્યું છે એ એક સત્ય છે જ! બનાસકાંઠા જિલ્લાને પૂર, દુષ્કાળ કે તીડ પ્રકોપ જેવી કુદરતી આપતિ સમયે દિન રાત એક કરી, પ્રજાની વચ્ચે પહોંચીને સેવાકાર્યો અને સરકારની મદદ થકી પુનઃ ધબકતું કરવાનું શ્રેય જેમના શિરે વિશેષ જાય છે એવા વ્યક્તિ એટલે બીજું કોઈ નહિ આપણા સૌના શંકરભાઈ ચૌધરી. એમના વિશે જાણીએ...
🏹1.
*જન્મ*
ગુજરાતની કૂખે હંમેશાં સવાયા સંતાનો જન્મયા છે. અને વાર-તહેવારે સંકટમાં ઘેરાયેલા દેશ-પરદેશને સાવજ સમુ નેતૃત્વ પૂરું પાડ્યું છે.
ઉત્તરે મરુભૂમિનો સીમાડો વઢિયાર,જતોડા કે રાધનપરી તરીકે ઓળખાય છે. એની સૂક્કી ભઠ્ઠ પણ ફળદ્રુપ ધરામાં આજથી ચાર દાયકા પહેલા એક માનવ રત્નનો જન્મ થયો.
શંકરભાઈ ચૌધરીનો જન્મ રાધનપુર તાલુકાના વડનગર મુકામે 3 ડીસેમ્બર 1970ના ખેડુત પરિવારમાં થયો.માતાનુ નામ રત્ન બહેન ચૌધરી અને પિતાનુ નામ લગધીરભાઇ ચૌધરી.
🏹2. *અભ્યાસ*
પ્રાથમિક શિક્ષણ વડનગર મુકામે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ રાધનપુર મુકામે. ત્યારબાદ તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં સહકારી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો.
શંકરભાઈ ચૌધરી બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ વિચારધારા સાથે જોડાયેલ વ્યક્તિ. સંધ વિચારધારા થકી બાળપણથી જ સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલ. અનેક રચનાત્મક કાર્યો થકી યુવાનવયે જ એક અલગ ઓળખ બનાવનાર સરહદી યુવા પુરુષ. ઈ. સ. 1997મા રાધનપુર વિધાનસભા ક્ષેત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે જેમને રાજકીય કારકિર્દીની શરુંઆત કરી એવો યુવા પુરુષ. એક સમયે જયારે શંકરસિંહ વાઘેલા જેવા ગુજરાતના નામચિન વ્યક્તિ સામે ચુટણી લડવા કોઈ ત્યાર જ નહોતું ત્યારે પોતાના રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવ્યું એવા પ્રતિભાશાળી વ્યક્તિ. શંકર ચૌધરી તે ચૂંટણીમાં તો હારી ગયા હતા પરંતુ ભાજપનું એક જાણીતું નામ બની ગયુ .
99 નો મેલેરિયાના રોગોમાં રાધનપુર સાંતલપુરમાં જોરદાર સેવા. એમનુ ખુદનુ મકાન પણ હોસ્પિટલમાં સોપી ખડે પગે રહી સેવા કરી
🏹 Rss ના સ્વયંસેવક, નગર કાર્યવાહની જવાબદારી, પ્રથમ વખત હાર પછી સળંગ 3 વખત રાધનપુર બેઠક પરથી વિજેતા. ત્યારબાદ વાવ વિધાનસભા માં જીત અને સરકારના રાજય કક્ષાના આરોગ્ય મંત્રી તરીકે ની જવાબદારી ખૂબજ કુનેહપૂર્વક નિભાવી.મંત્રી તરીકે જયારે હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં અધતન રીતે સુવિધાઓ પ્રાપ્ત થાય અને નાનામાં નાના માણસને સરળતાથી સેવાઓ મળે એમાટે હંમેશા હકારાત્મક દિશામાં કાર્યો કર્યા.
🎤 વર્ષ 2015 અને 2017 ના પુરગ્રસ્ત સમગ્ર બનાસકાંઠામાં સળંગ 15 દિવસ દિનરાત જોયા વગર સેવા કરીને બનાસકાંઠા જિલ્લાને ફરી ધબકતું કરવા ઉત્તમ પ્રયાસો કર્યા.
🏀 બનાસડેરીમાં પ્રથમ વખત ચૂટણી લડીને ચેરમેન તરીકે નિયુકત થયા અને ત્યારબાદ સળંગ સમરસ કરીને ચેરમેન તરીકે કાર્યરત છે.
બનાસડેરીને ભારતમાં એક નવી ઊચાઈએ લઈ જનાર દીર્ધદષ્ટા...
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજીવિકા આપનારી જીવાદોરી સમાન ડેરીનું નેતૃત્વ શંકરભાઈ ચૌધરીના શિરે આવ્યું. શંકરભાઈ ચૌધરી એટલે જે પણ ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં અનેક સિદ્ધ થકી એક નવો મુકામ હાસિલ કરવો એ એમની કાયમી ખેવના હોય. બનાસડેરીએ શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં માત્ર જિલ્લા પુરતી સીમિત ન રહેતા જિલ્લા,રાજયના સીમાડાઓ ઓળંગીને સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાએ નવો વિકલ્પ બનીને લોકોને આર્થિક આઝાદી આપવાનું કાર્ય કર્યું છે.માત્ર દુધ ઉત્પાદન પુરતું સિમિત ન રહેતા શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં બનાસડેરીએ ગોબર ગેસ પ્લાન્ટ થકી કુદરતી ગેસનું નિર્માણ,મધ ઉત્પાદન,વિવિધ પ્રકારની બનાસડેરીની દુધની નવી વસ્તુઓનું ઉત્પાદન થકી લોકોને રોજગારી આપવા માટે ના ઉત્તમ કાર્યો ચાલુ કર્યા છે.
પર્યાવરણક્ષેત્રે શંકરભાઈ ચૌધરીની નવીન પહેલ... બનાસકાંઠા જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવા માટે દર વર્ષે એક કરોડ વૃક્ષો વાવવા અને માવજત કરવાની ટેક લીધી. એમના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ બંજર ભુમિ પર વૃક્ષારોપણ કાર્યક્રમ થયા, વૃક્ષો થકી ગામે ગામ નાના મોટા વૃક્ષો થકી લીલોતરી મલકવા લાગી. આજે પણ આ કાર્ય ચાલુ સ્થિતિમા છે.
🏹 ગુજરાત રાજયમાં પ્રથમ એવી મેડીકલ કોલેજ જિલ્લાને મળી જે પશુપાલકો થકી હોય. બનાસ મેડીકલ કોલેજ કોરોના મહામારી સમયમાં બનાસની પ્રજાને એક અધતન સુવિધા આપી. બનાસકાંઠા જિલ્લાની પ્રજાને કોરોના મહામારી સમયમાં ખડેપગે રહીને સેવાઓ આપી. આનો બધોજ શ્રેય શંકરભાઈ ચૌધરીના શિરે જાય છે.
🏹 શિક્ષણસેવા, માનવસેવા અને સંસ્કૃતિસેવાને પોતાનો જીવનમંત્ર બનાવી આ વિસ્તારના વિકાસમાં સતત પોતાની મહેનતની ફોરમ ફેલાવીને આ પંથકના લોકોને બે પાદડે કરવા માટે સતત એક વિકાસ પરુષ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે શંકરભાઈ. આખો બનાસ પંથક વિકાસની પરાકાષ્ઠાએ લીલા મોલની જેમ લચી પડ્યો છે. એની ઉપજાઉ જમીનમાં નર્મદા મૈયાના પવિત્ર નીર રેલાઈ રહ્યા છે. નિરક્ષર સ્ત્રીઓ આજે આર્થિક આઝાદીનો અનુભવ કરે છે.લોકોના મોઢા ઉપર નવી ચમક આવી અને એક નવી ઊર્જાનો સંચાર થયો છે. આખો મલક બે પાંદડે થયો છે. ધૂળિયા મારગ બધા પાકા થઈ ગયા છે. ખોરડામાં નવા તેજ પૂરાયા છે. યુવાનોને સાચી દિશા મળતા પ્રગતિની પાંખો ફૂટી છે. વિકાસના કામોની કતાર લાગી છે.
🖋 દેશના કોઈપણ ખૂણે ચુટણીમાં એક સ્ટાર પ્રચારક તરીકે શંકરભાઈ ચૌધરીનું નામ હંમેશા અવ્વલ હોય જ. પક્ષના એક વફાદાર સૈનિક તરીકે હંમેશા આગવી ભુમિકા નિભાવે છે.
સતત સંધર્ષ સાથે આખા પંથકના લોકોને આર્થિક આઝાદી અપાવનાર યુવા પુરુષ, બનાસ રત્ન, ઓજસ્વી વ્યકિતત્વ એ આપણા સૌના શંકરભાઈ ચૌધરીને વંદન.
🎤🎤🎤🎤લેખન:- વંશ_માલવી🖋🖋🖋
(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા રવિવારે...)
/b>
આ લેખ આપને ગમે તો એના પ્રતિભાવો નીચે કોમેન્ટ બોકસમાં આપશો.
Good sir
ReplyDelete