Wednesday, November 3, 2021

NAS ની સર્વે કામગીરીમાં Fi ની ભુમિકા 🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮

દરેક FI એ 12 નવેમ્બરના રોજ ફરજીયાત પોતાને ફાળવેલી શાળામાં 7 :15 AM પોંહચી જવું.
✒️ શાળા ફાળવણીમાં જે પણ Grade લખેલ છે એ તમારે કયા ધોરણમાં સર્વ કરવાનો છે તે દર્શાવે છે . દા. Grade 3 હોય તો સમજવું કે સર્વે ધોરણ 3માં કરવાનો છે. ✒️ FI ને દરેક પત્રકો તેમજ પ્રશ્નપત્ર પોતાને ફાળવેલી શાળામાં જ મળી જશે. ✒️ FI એ observer ને મળી આ કામ કરવાનું થશે. ✒️ FI જે વર્ગમાં સર્વે કરવાનો છે તે વર્ગની બેઠક વ્યવસ્થા તેમજ તેનું વાતાવરણ ચકાસી લેવું. ✒️ હવે આ પ્રકિયા માટે FI એ જે ધોરણ મળ્યું છે તેમાંથી 30 બાળકોની પસંદગી કરવાની થાય તેમાં અમુક શરતો અનુસાર વર્તવું. ✏️ જો તમને ધોરણ 3 મળ્યું હોય અને તે શાળામાં ધોરણ ત્રણ ના વર્ગો વધુ હોય તો તો દરેક વર્ગ જેમ કે અ, બ, ક તેમ ચિઠ્ઠી બનાવી તેમાંથી એક ચિઠ્ઠી પસંદ કરવાની થશે અને તે વર્ગ પસંદ કરવો. ✏️ જો પસંદ કરેલા વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા 30 ના થાય તો ફરી ચિઠ્ઠી ઉઠાવી તેમાંથી રેન્ડમલી વિદ્યાર્થીઓની પસંદગી કરી ટોટલ 30 વિધાર્થી પુરા કરવા. ✏️ જો શાળામાં ધોરણ 3 નો 1 વર્ગ હોય તો તમારે તેજ વર્ગનું સર્વે કરવો . તેમાં પણ 2 શરતો 1. જો વિધાર્થીઓની સંખ્યા 30 કરતા ઓછી હોય તો તેટલાં જ વિધાર્થીનું સર્વે કરવું. 2 જો વિદ્યાર્થીઓની સંખ્યા 30 કરતાં વધુ હોય તો દાખલા તરીકે 50 હોય તો વર્ગ લંબાઈ શોધવી . વર્ગ લંબાઈ = વિદ્યાર્થીઓની કુલ સંખ્યા / 30 જો વર્ગ લંબાઈ 1.5 કરતા વધુ હોય તો 2 ગણવી. પછી દરેક વિદ્યાર્થીઓની ચિઠ્ઠી બનાવી તેમાંથી એક ચિઠ્ઠી પસંદ કરવી ધારોકે ચિઠ્ઠીમાં 45 નંબર આવે તો તમારે 45 પછી 47,49,1,3,5,7,9,11 એવી રીતે 30 વિદ્યાર્થીઓની પસંદગી કરવી. આ નંબર માટે વિદ્યાર્થીના હાજરી પત્રકનો આધાર લેવાનો રહેશે. ✏️ જો કોઈપણ વિદ્યાર્થી ગેરહાજર હોય તો તેના પછી નો નંબર લેવો. ✏️ પછી પસંદગી બાદ ક્રમશ તમારે ID નંબર લખવાં id નંબર NAS ID 01, NAS ID 02, NAS ID 03 એમ ક્રમશ કંટ્રોલ સીટમાં ભરવા . ✒️ FI એ 1થી 30 નંબર સ્ટીકરો પાટલી ઉપર લગાવી સોશિયલ distance જળવાય તે અનુસાર વ્યવસ્થા કરવી. ✒️ કંટ્રોલ સીટના ID નંબર મુજબ ક્રમશ બેઠક વ્યવસ્થા કરવી. ✒️ આ સમગ્ર પક્રિયા પારદર્શક રીતે કરવાની છે. તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવા દેવાની નથી . ✒️ પરીક્ષા વર્ગખંડમાં FI હાજર રહી આ પરીક્ષા લેવાની રહેશે. ➡️ AT - assessment test જે 30 વિધાર્થી માટે 30 જ હશે. ➡️PQ - pupil questionnair 30 વિધાર્થી માટે 30 જ હશે. અહીંયા FI એ ધોરણ 3 અને 5 માટે વિધાર્થીને પ્રશ્ન કરી વિધાર્થી પાસે જવાબ જાણી પોતે ટીક કરી આપવો . ધોરણ 8 અને 10 ના વિધાર્થીઓ જાતે ભરશે પણ ક્યાંય વિધાર્થીને મુંઝવણ જણાય તો FI એ મદદ કરવાની રહેશે . પહેલા વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું. ➡️ TQ - teacher questioner આ શિક્ષકો ભરશે . જે તે વિષયના પ્રશ્નો હોય તે વિષયનો શિક્ષક ભરશે. ➡️ SQ 1 જ હશે . જે શાળાના મુખ્ય શિક્ષકને ભરવાનું રહેશે. 🔷 કંટ્રોલ સીટ 1 કેટલા વિધાર્થીઓ પરીક્ષામાં બેઠા. તેમના NAS ID નંબર વ્યવસ્થિત લખવાં. 2 TQ બુક લેટ નંબર 3 SQ બુક લેટ નંબર 4 observer અને FI અને મુખ્ય શિક્ષકની સહી આ શીટ ખાસ ધ્યાનથી ભરવી . જેનો ફોટો પાડી observer ને મુકવાનો રહેશે. 🔷 ફિલ્ડ નોટ આ નોટ એક પેજ હશે 1 શાળાનું નામ 2 શાળાનો ડાયસ કોડ 3 સર્વે ગ્રેડ - કયા ધોરણમાં સર્વે કર્યો એ માહિતી. 4 નામ અને સહી નોંધ - આ નોટ 2 :00 PM સુધી ભરી દેવી. ➡️➡️ 🔷 આ ઉપરની માહિતી તમારી જાણ ખાતર છે કે જે તમને ત્યાં મદદરૂપ થઇ શકે તેમજ તમને જે પણ મુંઝવણ રહી જાય તમે observer ની મદદ પણ લઇ શકશો. આ માહિતી તેમજ NAS 2021 ના હિન્દીમાં વિડિઓ જોવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરવો . https://nas.education.gov.in/ Home PRAVIN DESAI - DIET PALNPUR TRAINERS.

No comments:

Post a Comment