Wednesday, December 14, 2022
વિચાર વાવો તો જરૂર ઉગે છે
*અજવાસ*
*લેખન :- વંશ_માલવી*
*એક વિચાર વાવો તો જરૂર ઉગે છે*
વાત કરવી છે એક એવા વ્યક્તિ વિશે જેઓ હંમેશા બીજા કરતાં અલગ વિચારે છે,એ વિચારનો અમલ કરે છે અને પરિણામ લોકો સમક્ષ મુકે છે. તાજેતરમાં વિધાનસભાનું પરિણામ આવ્યું,દરેક મતવિસ્તારમાં લોકોને એક જનપ્રતિનિધિ પ્રાપ્ત થયા છે.સામાન્ય રીતે લોકો જીત બાદ પોતાના વિજેતા જનપ્રતિનિધિની સાથે શુભેચ્છા મુલાકાત કરતા હોય.શુભેચ્છા મુલાકાત વખતે લોકો પોતાના વિજેતા જનપ્રતિનિધિને માટે સન્માનમાં શાલ, ફૂલોનાં ગુલદસ્તા, કિંમતી ચીજવસ્તુઓ લાવતાં હોય છે,જે સામાન્ય રીતે નકામી જતી હોય અથવા ઉપયોગવગરની રહેતી હોય છે.
પરંતું ડીસા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ હંમેશા લોકો માટે, લોકો વચ્ચે જીવનારા સામાન્ય જનપ્રતિનિધિ તરીકે ઓળખાય છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ પોતાના શુભેચ્છકો સમક્ષ એક નાનકડો વિચાર મુક્યો..કે,
મને શુભેચ્છાઓ પાઠવવા આવતા મિત્રો કોઈપણ પ્રકારની મોંધી કિંમતી ચીજવસ્તુઓ કે ફૂલહાર ન લાવે અને એના બદલે નોટબુક કે અભ્યાસમાં મદદરૂપ થાય એવી વસ્તુઓ લાવશો.
એમનો આ વિચાર કદાચ આપણને નાનકડો લાગતો હશે.કેટલાક મિત્રોને આ બાબત અજુગતી લાગતી હોઈ શકે પરંતુ આ એક વિચાર કેટલાય જરુરિયાત ધરાવતા બાળકોને એમના અભ્યાસમાં રોશની આપી શકે એવો છે.શુભેચ્છકોએ આ વિચારને અપનાવ્યો અને નોટબુક સાથે એમની શુભેચ્છા મુલાકાત કરતા દ્રશ્યો સર્જાયા.આ તમામ નોટબુક જરુરિયાત ધરાવતા બાળકોને વિતરણ કરીને મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ થશે તથા બિનજરૂરી ખર્ચ કરતા સાચા અર્થમાં ઉપયોગી થવાશે.મિત્રો એક વ્યક્તિ પોતાના એક વિચાર થકી કેટલું સકારાત્મક પરિવર્તન લાવી શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.એટલે જ કહ્યું છે કે,વિચાર વાવો તો ઉગે જ.
પ્રવિણભાઈ માળી હંમેશા બીજા લોકોથી અલગ વિચારનાર માણસ છે. એમનો સ્વભાવ હંમેશા જનસુખાકારીનો રહ્યો છે.હંમેશા નાના નાના માણસોને સાચા અર્થમાં કેવી રીતે મદદરૂપ બની શકાય એ માટે વિચારતા અને કાર્યો કરનારા તરીકે છાપ ધરાવે છે. તેઓના સકારાત્મક વિચારો, કાર્ય કરવાની કોઠાસૂઝનો તથા પ્રજાહિત માટેની નિર્ણય શકિતનો લાભ આવનાર સમયમાં સમસ્ત ડીસા પંથકને પ્રાપ્ત થશે જ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment