પ્રેરણા પુષ્પ: 2
જિંદગી એક સંઘર્ષ...
જીવન સંઘર્ષોથી ભરેલ દરિયા સમાન છે. મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી સતત સંઘર્ષ કરતો રહે છે.કોઈ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં કોઇનેકોઈ પ્રકારે સંઘર્ષ ન હોય. જીવનમાં આવનાર સંઘર્ષને આપણે તક સમજીને એનો સ્વીકાર કરવો જોઈએ નહિ કે, નાસીપાસ થઇને હાર માની લેવી જોઈએ. આવનાર દરેક સંઘર્ષ આપણને નવુ શિખવી જાય છે, નવી પ્રેરણા, ઊર્જા આપે છે.આપણે આજસુધી કેટલાય સફળ લોકો વિશે સાંભળ્યું છે વાંચ્યું છે જેવા કે, લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, મહેન્દરસિંહ ધોની, ધીરુભાઈ અંબાણી. આ બઘાની બાયોગ્રાફી વાંચીએ તોપણ આપણે સમજી શકીએ કે આ લોકોની સફળતા પાછળ અવિરત સંઘર્ષ જ છે.
હરિવંશરાય બચ્ચનની એ પંક્તિઓ
લહરોંસે ડરકર નૌકા પાર નહીં હોતી,
કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી.
એક નવો જોમ અને જુસ્સો ભરીદે છે આપણી અંદર. આપણે મજબૂત મનોબળ સાથે જો અવિરત મહેનત કરીએ તો સફળતા આપણા કદમ અવશ્ય ચૂમશે જ.
આ સત્ય હકીકત છે, કલ્પના નહિ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળિયાના સામાન્ય પરિવારમાં જન્મેલ ગેનાજી પટેલ. માતાપિતા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ.પરિસ્થિતી સામાન્ય અને ગેનાજી પટેલ પોતે બન્ને પગે અશકત (દિવ્યાંગ). સામાન્ય રીતે અશકત માણસને ઓશિળાયું બની જવુ પડતુ હોય છે. ગેનાજી દિવ્યાંગ હોવાથી સામાન્ય રીતે ખેતી એમનાથી થઈ શકે એમ નહિ. એમની જિંદગી સંઘર્ષથી ભરેલ. ગેનાજી દિવ્યાંગ ખરા પણ એમને કંઈક કરી બતાવવાની ઘેલછા તો ખરી. તેઓ આમ હારી જાય એવા માણસ નહિ.એમનું મકકમ મનોબળ જોઈને શાયર બશીર બદ્રની એ શાયરી યાદ આવે છે, હમ ભી દરિયા હો, હમે અપના હૂનર માલુમ હે. જિસ તરફ ભી ચલ પડેગે, રસ્તા હો જાએગા.
એકવાર તેઓ કૃષિ મહોત્સવમાં માન. નરેન્દ્રભાઈ મોદીના ભાષણથી પ્રેરાઈને બાગાયતી ખેતી કરવાનું વિચારે છે. તેઅો બાગાયતી ખેતીમાં દાડમની ખેતી કરે છે. તેઅોએ દાડમના રોપા પોતે જાતે ખેતરમાં ગાડી લઈને ફરી શકે, એની માવજત કરી શકે એવી રીતે યોગ્ય અંતરે વાવ્યા. આઘુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રીપ ઇરિગેશન પઘ્ઘતિ તથા સીસીટીવી કેમેરા દાડમમાં ગોઠવ્યા. આખરે દાડમની ખેતી એમના માટે અમૃત સમાન થઇ. બે વર્ષની મહેનત બાદ લાખો રૂપિયાની આવક પ્રાપ્ત થઇ. એક દિવ્યાંગ ખેડૂત આટલી મોટી આવક ખેતીમાંથી પ્રાપ્ત કરી શકે એ કલ્પના ન કરી શકાય એવી બાબત.તેઅોને વર્ષ 2009માં રાજયપાલના હસ્તે "પ્રોગેસિવ ફાર્મર એવોર્ડ -2009" એનાયત કરવામાં આવ્યો, ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે "કૃષિના ૠષિ એવોર્ડ 2009" પ્રાપ્ત થયો. કહેવત છે "હિંમતે મર્દા તો મદદે ખુદા. "એ અહીં સાર્થક થઇ.
આટલામાંજ એમની સફળતાની ગાથા અટકતી નથી. એમનામાંથી પ્રેરણા લઇને બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, રાજસ્થાનના અનેક ખેડૂતોએ બાગાયતી ખેતીની શરુઆત કરી અને લાખો રૂપિયાની આવક પ્રાપ્ત કરતા થયા. સાચા અર્થમાં તેઅો બનાસકાંઠા જિલ્લામાં બાગાયતી ખેતીના પ્રેરણા સ્ત્રોત બની રહ્યા.સાથોસાથ બનાસકાંઠા જિલ્લામાં ડ્રીપ ઇરિગેશન નેટવર્ક વઘ્યું. નાના ખેડૂતો એમનામાંથી પ્રેરણા બાગાયતી ખેતી તરફ જતા પગભર બન્યા. ખેડૂતો પગભર બનતા એમના બાળકો સારુ શિક્ષણ પ્રાપ્ત કરતા થયા. આજે બનાસકાંઠા જિલ્લો દાડમના ઉત્પાદનમાં મોખરે છે જેનો શ્રેય એમને જાય છે. કહી શકાય કે ભગવાને દરેકને ચિત્ર આપ્યું છે એમાં રંગપૂરીને આબેહૂબ બનાવવાની જવાબદારી પોતાની છે. ગેનાજીએ એ ચિત્રને આબેહૂબ બનાવ્યું છે.
ગેનાજી પટેલ કૃષિજગતમાં એટલા પ્રેરણા રૂપ બન્યા કે એમના ખેતરની અત્યાર સુધીમાં લગભગ એકલાખથી વઘુ લોકોએ મુલાકાત લીધી છે. એમની સફળતાનું રહસ્ય જાણવા લોકો એમની પાસે દેશવિદેશ થી આવે છે. ગેનાજી પટેલ લોકો માટે પ્રેરણા રુપ બન્યા એ બદલ એમને ભારત સરકાર તરફથી 2017માં "પદ્મશ્રી એવોર્ડ "થી પણ નવાજવામાં આવ્યા. તેઅોને આજદિન સુધીમાં 39 જેટલા રાજય કક્ષાએ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે 09 નેશનલ પુરસ્કાર પણ એનાયત થયેલ છે. આવનાર ભવિષ્યમાં ગેનાજી પટેલને લંડનમાં બ્રિટીશપ્રાલામેન્ટ દ્વારા "ભારત ગૌરવ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ "એનાયત થનાર છે.
એક દિવ્યાંગ ખેડૂતના એક મકકમ નિર્ણયથી એમનું આખુ જીવન બદલાઈ જાય છે. ત્યારે એમની સફળતાને જોતા કાવ્ય પંકિત પણ સાર્થક સાબિત થતી જોવા મળી...
"જિવનમેં કુછ કરના હૈ તો મનકે મારે મત બેઠો,
આગે આગે બઢના હૈ તો હિંમત હારે મત બેઠો.
ચલનેવાલા મંઝિલ પાતા બૈઠા પુછે રહતા હૈ,
ઠહરા પાની સડને લગતા બહતા નિર્મલ હોતા હે. "
નસીબને દોષ આપ્યા વિના જીવનમાં આવનાર તમામ સંઘર્ષ સામે ઝઝૂમીને એમને પાર ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે એકવાર અવશ્ય એમાં સફળ થઈશું .

No comments:
Post a Comment