Saturday, January 28, 2023
ભગવાનશ્રી રામના હસ્તે સ્થાપિત રામેશ્વર મહાદેવજીનું મંદિર...
*ભગવાનશ્રી રામના હસ્તે સ્થાપિત રામેશ્વર મહાદેવજીનું મંદિર*
આપણે અવારનવાર સમાચારપત્રો કે સોશ્યલ મીડિયા પર પુરાતન સ્થળો,મંદિરો કે સ્થાપત્ય વિશે સાંભળતા હોઈએ છીએ. આપણી આસપાસ પણ એવા ધણા બધા પ્રાચીન સ્થળો આવેલા છે,જેની સ્થાપના હજારો વર્ષ પૂર્વે થયેલ હોય છે.પરંતુ કદાચ આપણે એ બાબતોથી ઓછા પરિચિત હોઈએ છીએ. એવા એક અતિપ્રાચીન મંદિર અને એના મહાત્મ્ય વિશે આજે આપણે સૌ જાણીએ.
આજે વાત કરવી છે, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ રામસણ ગામ. આ ગામ વિશે તો આપે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે જ!
*રામસણ એટલે ધોરાવાળી દેવનાથજી જગ્યાનું ગામ.*
*રામસણ ગામ એટલે જૈનતીર્થ સ્થાન વાળું*
*રામસણ ગામ એટલે હજારો વર્ષોથી હોળી કા દહન ન કરનારું ગામ.*
*રામસણ ગામ એટલે ભગવાન રામેશ્વર મહાદેવનું અતિપ્રાચીન મંદિર વાળું શિવરાત્રી નો મેળો ભરાતું ગામ.*
*રામસણ ગામ એટલે સોળ ગામની કોટડી ધરાવતું હેમજી બા વાળું (વાધેલાની રામસણ).* પરંતુ ,આજે એક એવી વાત મુકવી છે ,જે શ્રી રામજી ના સમયની વાત છે.
રામસણ ગામનું નામ જ એક અલગ ઈતિહાસ ધરાવે છે.એક લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન આ ગામમાં રોકાયેલ.ભગવાન શ્રી રામે અહીં મહાદેવજીની પૂજા અર્ચના કરેલ.ભગવાન શ્રી રામ દ્વારા અહીં મહાદેવજીના શિવલિંગની સ્થાપના કરેલ.વર્ષો બાદ ખોદકામ દરમિયાન આ શિવલિંગ મળેલ છે અત્યારે રામેશ્વર મહાદેવ નામે પ્રચલિત છે. ભગવાન શ્રી રામના હસ્તે સ્થાપિત રામેશ્વર મહાદેવનું અતિપ્રાચીન શિવલિંગ ધરાવતું રામેશ્વર મહાદેવ મંદિર અત્યારે પણ ગામની વચ્ચે આવેલું છે.જે ખૂબ જ અતિપ્રાચીન તીર્થસ્થાનોમાં એક છે.જેના પરથી ગામનું નામ પણ રામસણ હોવાની એક લોકવાયકા છે.
ભગવાન શ્રી રામે અહીં મહાદેવજીની પૂજા અર્ચના કરી સ્થાપના કરી હોવાથી અહીં રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારો લોકો દુર દુરથી દર્શન કરવા આવે છે.અહી લોકો પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ ભકિત થકી અનેક રોગો દૂર કરવાની માનતા રાખે છે.લાખો લોકોના અસાધ્ય રોગથી મુક્તિ મળી છે. આ મંદિર ખાતે ગોળનો પ્રસાદ ધરવાનું મહાત્મ્ય વિશેષ છે. અહીં શ્રાવણ માસમાં ગામ લોકો ભેગા મળીને શિવપુરાણ વાંચે છે અને હવન પણ કરે છે. શિવરાત્રિના દિવસે અહીં પ્રખ્યાત મેળો ભરાય છે. હજારો કિલોમીટરની યાત્રા બાદ પણ લોકો અહીં પોતાનું શિશ ટેકવા આવે છે.આપ પણ ક્યારેક આ અતિપ્રાચીન રામેશ્વર મહાદેવજીના દર્શનાર્થે પધારજો.
આ મંદિરની બનાવટ ખૂબ જ સાદી છે.ખૂબ જ જુનું અને પ્રાચીન છે.ગામના બસસ્ટેશન પર જ આવેલું છે.બેસવા લાયક જગ્યા છે.અહી એક શેડ પણ બનાવેલ છે, જ્યાં આપ ભજન કીર્તન કરી શકો છો. આ મંદિરની પૂજા અર્ચના વર્ષોથી ગામના ગૌસ્વામી ભાઈઓ કરે છે. અહીં શ્રધ્ધા અને વિશ્વાસ સાથે આવનાર લોકોના દુઃખ દુર થાય છે.
રામસણ ગામ વિશે પણ અનેક લોકવાયકાઓ પૂર્ણ ઈતિહાસ છે,જે આપણે બીજીવાર રજું કરીશું.
*લેખન*
🙏વંશ_માલવી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment