Thursday, May 6, 2021

કોરોના મહામારીની બીજીલહેરમા દિવ્યાંગ યુવાન થાનાભાઈ પટેલનો અખંડ સેવાયજ્ઞ

*કોરોના મહામારીની બીજીલહેરમા દિવ્યાંગ યુવાન થાનાભાઈ પટેલનો અખંડ સેવાયજ્ઞ* *ઓકિસજનની અછત નિવારવા યુવાટીમ બનાવવીને દર્દીઓને મદદરુપ બની રહ્યા છે* બનાસકાંઠા જિલ્લાના સરહદી ક્ષેત્રમાં આવેલ થરાદ તાલુકાના નાનકડા એવા ગામ પેપરના એક ખેડુત પુત્ર નો કોરોના મહામારીમા લોકોના જીવનને બચાવવા માટે અખંડ સેવાયજ્ઞ કરી રહ્યા છે. આમ, તો આ ખેડુત પુત્ર પગેથી દિવ્યાંગ છે પરંતુ મન અને હ્રદયથી અડગ માણસ છે. તેઓ વ્યવસાયે માર્કેટ યાર્ડ ના વેપારી છે.
વર્તમાન સમયમાં કોરોના મહામારીની બીજી લહેરમાં આખા દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતની આરોગ્ય સિસ્ટમને પણ હચમચાવી નાખી છે ત્યારે દેશમાં કયાક ઓકિસજન ની અછત, કયાક માનવબળની અછત , બેડ અને વેન્ટિલેટર ની અછત. આ તમામ સમસ્યા વચ્ચે પણ કોરોના સંક્રમણ ના કારણે જીવ ગુમાવી રહેલા લોકો ના વહારે આવી રહ્યા છે યુવાનો. આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર થરાદના એક દિવ્યાંગ યુવાનના સેવાકીય કાર્યના અખંડ સેવાયજ્ઞની. થાનાભાઈ પટેલે થરાદ તાલુકા મથકે કોરોના મહામારીમા સંક્રમિત થયેલ દર્દીઓને જે વિવિધ પ્રકારની સુવિધાઓની અછત પડી રહી છે એમને નિવારવા માટે એક યુવાટીમ બનાવીને લોકોના જીવનને બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. હોસ્પિટલમાં ઓકિસજનની અછતને નિવારવા માટે થાનાભાઈ પટેલે યુવા મિત્રો પાસેથી યથાશકિત દાન મેળવીને, વોટસપ ગ્રુપ બનાવીને જયા જરુર છે એવા લોકોને ઓકિસજનની બોટલો લાવીને આપી રહ્યા છે.અત્યારના સમયમાં ડોકટર મિત્રો સાથે પરામર્શ કરી જયા જેટલી જરુર છે ત્યા એટલા પ્રમાણમાં ઓકિસજનની વ્યવસ્થા કરે છે. આ સિવાય ગંભીર દર્દીઓને રેમડીસિવર ઈન્જેક્શન ની જરુર હોય તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી આપે છે અને સમયસર મળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. સાથેસાથે હોસ્પિટલમાં સારવાર લેતા લોકોને ટિફિન સેવાની પણ સુવિધાઓ આપી રહ્યા છે. આ કોરોના મહામારીમા લોકો પોતાનો જીવ બચાવવા ઘરમાં પુરાઈ રહ્યા હોય જે જરુરી છે ત્યારે થાનાભાઈ પોતે દિવ્યાંગ હોવા છતાં મનથી મકકમ બનીને કપરા સમયમાં લોકોની સેવા માટે યુવાટીમને સાથે રાખીને દોડી રહ્યા છે.
આ સમયમાં પ્રજાજનોના જીવ બચાવવા પોતાના જીવને જોખમમાં મુકીને સારવાર કરતા ડોકટર મિત્રોને પણ થાનાભાઈ અને ટીમ સન્માનિત કરીને સતત પ્રોત્સાહિત રાખે છે. આજ દિન સુધી આ યુવાન દ્વારા કુલ બોટલની ઓકિસજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગળ પણ મદદ માટે હંમેશા તૈયાર રહેશે.
આ યુવાન મિત્ર અને એમની ટીમને ધન્યવાદ. આ યુવાન માટે એટલું જ કહીશ... યુવાન એટલે શું ? યુવાનની તો ઘણી પરિભષાઓ છે પણ આપણા ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી લખે છે કે... *“ઘટમાં ઘોડા થનગને અને આતમ વિઝે પાંખ,* *એ અણદિઠેલ ભોમ પર યૌવન માંડે આંખ”* યુવાન એને કહેવાય જેનામાં ઘોડા જેવી થનગનાટ હોય આકાશમાં ઉડવા માટે આત્મવિશ્વાસની પાંખો હોય અને એવું કાર્ય કરવાનું વિચારે કે જેણે ક્યારે કોઇએ કર્યુ ન હોય, અને કાર્ય પણ કરે . જે ઉપર લખ્યુ એમ થવા માંડશે તો હું ચોક્કસ પણે કહિશ કે આપણા સમાજનો “ શિક્ષિત યુવાન “ એ દિશા શુન્ય યુવાન નહિ પણ “ દિશા સુચક “ યુવાન બની રહેશે. જે પોતાનું, પોતાના ઘરનુ, સમાજનુ અને આખા દેશનુ હિત ભર્યુ કાર્ય કરતો રહેશે.

1 comment: