Sunday, May 9, 2021
*ખરા સમયે પ્રજાની વચ્ચે રહેનાર જ સાચો લોકસેવક
*મક્કમ મનોબળ હોય તો શું નથી કરી શકાતું.*
*ખરા સમયે પ્રજાની વચ્ચે રહેનાર જ સાચો લોકસેવક મદનલાલ પટેલ*
હાલમાં કોરોના મહામારીના સંકટ સમયે સમગ્ર દેશમાં ચારેય તરફથી નકારાત્મક સમાચારો મળી રહ્યા છે, ત્યારે લોકો વાયરસથી વઘુ એક પ્રકારના ભયના કારણે વધુ મૃત્યુ પામે છે તો કયાક માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. આ સમયે સમગ્ર દેશના તમામ હોસ્પિટલ હાઉસફુલ ના બોર્ડ હોય ત્યારે સ્વભાવિક છે એક પ્રકારનો ભય ઉત્પન્ન થાય. આવા ભયયુકત વાતાવરણ વચ્ચે કોઈ વ્યક્તિ ને હૂંફ પુરી પાડવામાં આવે તો એ અડઘો સ્વસ્થ થઇ જતો હોય છે.
અત્યારના સમયમાં કોરાના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં સતત ભયના વાતાવરણમાં ગમગીન બનીને ડરી ન જાય અને એમના સ્વાસ્થ્ય વિશે ખબર અંતર લેવામાં આવે તો તેઓ જલ્દી સ્વસ્થ થતા હોય અને એમના પરથી માનસિક બોજ હળવો થાય. બનાસકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય મદનલાલ પટેલ હાલના સંકટ સમયે થરાદ તાલુકા મથકે પોતાની યથાશકિત સેવાઓ આપીને એક હૂંફ પુરી પાડવાનું સકારાત્મક કાર્ય કરી રહ્યા છે. મદનલાલ પટેલ થરાદના તમામ હોસ્પિટલમાં રુબરુ મુલાકાત લઈને કોરોના દર્દીઓના ખબર અંતર પુછી એમને માનસિક રીતે સજજ કરવાના પ્રયત્નો તેઓ કરી રહ્યા છે. સાથે તમામ હોસ્પિટલમાં તમામ આઇ. સી. યુ વોર્ડની મુલાકાત લઈને લોકોને હિંમત આપવાની સાથે એમની મુશ્કેલીઓ નિવારવા રચનાત્મક કાર્ય કરી રહ્યા છે.
આવા સમયે લોકોને ઝડપથી હોસ્પિટલમાં બેડ, ઓકસીજન મળી રહે એવા પ્રયત્નો કરી રહ્યા છે. સાથે પોતાના સ્વ ખર્ચે પણ લોકોને ઓકસીજન આપવી રહ્યા છે સાથે દર્દીઓને કોઈપણ બાબતે આરોગ્યલક્ષી સુવિધાઓની અગવડ ન પડે એવા સકારાત્મક પ્રયત્નો મદનલાલ પટેલ એક લોકસેવક તરીકે કરી રહ્યા છે. એક સાચા જનપ્રતિનિધિની સાચી ઓળખ આવા કપરા સમયે જ થતી હોય છે. કપરા સમયમાં પ્રજાની વચ્ચે ઊભા રહેનાર વ્યક્તિ જ સાચા જનપ્રતિનિધિ.
વંશ માલવી.
Subscribe to:
Post Comments (Atom)
સુંદર કાર્ય
ReplyDelete