Saturday, June 5, 2021

રંગો, પીંછીના સહારે દિવાલોમાં પ્રાણ પૂરતો અદનો ચિત્રકાર

રંગો અને પીંછીના સહારે દિવાલોમાં શિલ્પ થકી પ્રાણ પૂરતો અદનો ચિત્રકાર વાત છે બનાસકાંઠા જિલ્લાના રણપ્રદેશ અને સરહદી ક્ષેત્ર વાવ તાલુકાના ગોલ ગમના વતની ખેડૂત પુત્ર પ્રવિણભાઈ ચૌધરીની અદની કલાકારી ની. પ્રવિણભાઈ ચૌધરીની એક હાથમાં કલર અને એક હાથમાં પિન્છી પછી નિર્જીવ દિવાલો (ભીતો) પણ જાણે વાતો કરતી હોય એમ ભાસે! માણસની સાચી ઓળખ એની કલામાં કંડરાતી હોય છે, કલાથી એમના વિચારો, લાગણીઓ, ઊર્મિઓ વ્યકત થતી હોય છે. પ્રવિણભાઈ ચૌધરીની હાથ માં પિન્છી હોય તો મેઘધનુષ્ય નું અવતરણ ધરતી પર શકય બને એવી ગજબની કલાશકિત.
તેઓ સરહદી ક્ષેત્ર ના વાવ, થરાદ, સુઈગામ, રાધનપુર જેવા તાલુકાઓની શાળામાં પોતાની કલાકારી સેવાના ભાવે દિવાલો પર કંડારી રહ્યા છે. એમની આ કલા આજના સાહિત્યજગતમાં એક પ્રાણ ફેંકવાનું કાર્ય કરી રહ્યા છે. આજે તેઓ ધાર્મિક સ્થાનો, શાળાઓમાં ભિતચિત્રો દોરી ને શાળાઓને અને ધાર્મિક સ્થાનોને કલા થકી જીવંત બનાવવાનું કાર્ય કરી રહ્યાં છે.
પિન્છી અને રંગોના મિશ્રણ થકી પ્રાણ પુરતા આવા અદના કલાકારો ની કલાને સમાજ,સરકાર ઓળખે અને પ્રોત્સાહન પૂરું પાડે તો આપણા વારસાને ગૌરવવંતો બનાવી શકે એમ છે. પ્રવિણભાઈ આમ તો ઝાઝું ભણેલા નહિ પણ એમનામાં ધાર્મિક,ઐતિહાસિક જ્ઞાન ગજબનું છે.તેઓ પોતાના જ્ઞાન કૌશલ્યને દિવાલો પર અલૌકિક રીતે કંડારે છે.વાવ ,થરાદ, રાધનપુર વિસ્તારની શાળાઓમાં એમને પોતાની કલા બતાવીને શાળાની દિવાલોને જીવંત બનાવી છે.બાળકોને શાળામાં આવવું ગમે બે ઘડી બેસવું ગમે એવી બનાવી છે. એમની કલાને તસ્વીરમાં માણીએ...
પ્રવિણભાઈ એ એમની ચિત્રકલા થકી ફરી એકવાર ગુજરાત ના ગૌરવવંતા ચિત્રકાર પૂ.રવિશંકર રાવળ,સોમાલાલ શાહ,બંસીલાલ વર્મા રસિકલાલ પરિખ જેવા મહાન કલાકારોને માનસપટ પર તાજા કરી નાખ્યા. પ્રવિણભાઈ બાળકોમાં ધાર્મિક વૃત્તિ વિકશે અને સેવાભાવ જાગે એ હેતુથી પોતાની કલાકારોમાં પણ ધાર્મિક પાત્રો રામાયણ,મહાભારત,ભગવતગીતાજી જેવા ધર્મ ગ્રંથોના પાત્રોને પણ સ્થાન આપે છે.એ તમામ પાત્રોનું નિરુપણ જીવંત રીતે કરે છે.આપ એ તસ્વીર થકી માણો...પ્રવિણભાઈની ધર્મ પરાયણતાને. ..
ચિત્રકારની કલા કોઈ એક વિષય પુરતી સીમિત ન હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ એટલે પ્રવિણભાઈ. બાળકોમાં ઐતિહાસિક બાબતોનો ખ્યાલ વિકસે, ભારતના ગૌરવવંતા ઈતિહાસ ને જાણતા થાય એ માટે આપણા ઐતિહાસિક પાત્રોને શાળાની દિવાલો પર કંડારતા... તસ્વીર બોલે છે.
પેન્સિલ સ્કેચ... તસ્વીર બોલે છે...
પ્રકૃતિ જગતના ચિત્રો...
પિન્છીની કલાકારી વડે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપતા....
સમાજમાં રહેલા આવા કલાકારો, ચિત્રકારો અને કલાના કસબીઓને જો સરકાર દ્વારા પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે તો મોટી નામના અપાવી શકે. પ્રવિણભાઈ ચૌધરીને ભાવિ જીવનની શુભેચ્છાઓ સહ એમની ધગશ અને મહેનતને વંદન. 💐💐💐💐પ્રવિણભાઈ ચૌધરી. સંપર્ક. +91 79841 66037 🌈🌈🌈સંકલન:-લેખન:- વંશ માલવી

No comments:

Post a Comment