#ગૌમુખ (માઉન્ટ આબુ)
માઉન્ટ આબુ જવું કોને ન ગમે?
શકિતની, ઉપાસનાની, સંતોની, તપસ્વીઓની ભૂમિ... મંદિરોથી શોભતી અને પ્રકૃતિને પ્રેમ કરનારી આ ભૂમિ. અનેક ઈતિહાસો સાથે ગહન નાતો ધરાવતી આ ભૂમિ પર સૌ કોઇ દર્શને, આનંદમાણવા અને વિહરવા પ્રકૃતિના સ્થાન પર જતા હોય છે. માઉન્ટ આબુ પર અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. એ પૈકીનું એક ઐતિહાસિક સ્થળ એટલે... ગૌમુખ.
આ મંદિરનો શાબ્દિક અર્થ છે "ગાયનું મોં." મંદિરના સૌથી ઉપરના ભાગમાં પહોંચવા માટે વ્યક્તિએ 733+ પગથિયાં ઉતરવાની જરૂર છે. આ મંદિરની રચના સાથે ઘણી રસપ્રદ વાતો, કથાઓ જોડાયેલી છે.
આ મંદિર સંત વશિષ્ઠને સમર્પિત છે. એવું કહેવાય છે કે સંત વશિષ્ઠે આ સ્થાન પર એક યજ્ઞ કર્યો હતો. આ જગ્યા પર શ્રીરામે તથા એમના ભાઈઓએ અભ્યાસ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે. વશિષ્ઠ ઋષિ એ અહીં તપ કર્યું અને ગાયોની સેવા ઉપાસના પણ કરી હતી.ઉપાસના કરીને સરસ્વતીનું અવતરણ પણ કર્યું હતું.તેને એક વિશાળ ખડકમાંથી કાપીને બાંધવામાં આવ્યું છે, મંદિરમાં એક પથ્થર કોતરવામાં આવેલ ગાયનું માથું છે જેમાં આરસની ગાયના મુખમાંથી કુદરતી ઝરણું વહે છે. નજીકમાં તમને નંદી, સંત વશિષ્ઠ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની મૂર્તિઓ જોવા મળશે. હાલમાં પણ અહીં વશિષ્ઠ ઋષિ નો આશ્રમ આવેલ છે. એમના ઉપાસકો અહીં રહે છે.
આ સ્થાન પર પહોચવા માટે આપણે 733+ પગથિયાં નીચે ઉતરવું પડે છે. આજુબાજુ પ્રકૃતિથી વચ્ચે અરાવલ્લીની ગોદમાં આવેલું આ સ્થાન શોભી રહ્યું છે. અહીં જતી વખતે રસ્તામાં આબાનુ વન હોય એવો અહેસાસ પણ થાય છે. જીવનમાં એકવાર માઉન્ટ આબુ જજો અને હા આ સ્થાનની મુલાકાત ચોકકસ લેશો.
#વંશ_માલવી.
No comments:
Post a Comment