Showing posts with label રસપ્રદ માહિતી. Show all posts
Showing posts with label રસપ્રદ માહિતી. Show all posts

Friday, July 24, 2020

💥👇 ગુજરાતી નવલકથાકારો વિશે ઓથેંટિક અને સચોટ માહિતી👌🤘💥

https://t.me/GpscpreparationBYMAHESHPRAJAPATI





💥👇 ગુજરાતમાં પાષાણ યુગ અને પ્રાગ ઈતિહાસ વિશે ઓથેંટિક અને સચોટ માહિતી👌🤘💥

https://t.me/GpscpreparationBYMAHESHPRAJAPATI




💥👇 ગુજરાતનો ભાતીગળ કલા વારસો વિશે ઓથેંટિક અને સચોટ માહિતી👌🤘💥

💥🔥 મિત્રો આવી રીતે મૂકવામાં આવતી માહિતીની પીડીએફ ગ્રુપ માં મળી રહેશે ✌️💥👍

https://t.me/GpscpreparationBYMAHESHPRAJAPATI



આપણી ગરવી ગુજરાતી ભાષા વિશે ઓથેંટિક અને સચોટ માહિતી👌🤘💥

💥👇 આપણી ગરવી ગુજરાતી ભાષા વિશે ઓથેંટિક અને સચોટ માહિતી👌🤘💥




💥🔥 મિત્રો આવી રીતે મૂકવામાં આવતી માહિતીની પીડીએફ ગ્રુપ માં મળી રહેશે ✌️💥👍

https://t.me/GpscpreparationBYMAHESHPRAJAPATI

ગુજરાતની નદીઓ વારસો વિશે ઓથેંટિક અને સચોટ માહિતી👌🤘💥

💥👇 ગુજરાતની નદીઓ વારસો વિશે ઓથેંટિક અને સચોટ માહિતી👌🤘💥



આભાર...

Thursday, May 21, 2020

આધુનિક ભારતના પિતા 'રાજા મોહનરાય'ની જન્મજયંતિએ ચાલો જાણીએ

🙏👏🙏આજે  (22 મે)  આધુનિક ભારતના પિતા 'રાજા મોહનરાય'ની જન્મજયંતિએ ચાલો જાણીએ ....👏🙏
 
🩸🥏રાજારામ મોહનરાય🥏🩸

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
👉જન્મ :-22 મે 1772
👉જન્મસ્થળ:-બંગાળ  ->હુગલી  (રાધાનગર)
👉મૃત્યુ :-27 સપ્ટેમ્બર 1833
 👉ઉપનામ :-આધુનિક ભારતના આધસુધારક,નવા યુગના અગ્રદુત,આધુનિક જયોતિધર
👉માતા -પિતા :-તારીની દેવી/રમાકાંત

✅✅જીવન ઝરમર ✅✅

👉રાજારામ નાનપણથી જ ખૂબ બુદ્ધિશાળી હતા

👉તેઓ એક સમાજસુધારક હતા

👉તેમને 1796 માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કલાર્ક તરીકે નોકરી કરતાં હતાં

👉રાજારામ મોહનરાયે અભ્યાસ જીવન દરમિયાન 11 ભાષા શીખી હતી

👉તેમને કોલકાતામાં 'ડેવિડ હાયરની'મદદથી 'હિન્દુ કોલેજની સ્થાપના કરી જે પાછળથી 'પ્રેસિડેન્સી કૉલેજ તરીકે ઓળખ હતી

👉તેના મોટા ભાઇનું 1811 માં અવસાન થતાં ભાભી પણ સતી થયાં આ ઘટના રાજા મહોનરાયને ખૂબ અસર કરી તેમને સતીપ્રથા નાબુદી માટે વિરોધ કર્યો અંતે 4 ડીસેમ્બર1829 અંગ્રેજ ગવર્નર 'વિલિયમ બેન્ટિકે 'સતીપ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડયો

👉રાજારામે 1814 માં 'આત્મીય સભાની'સ્થાપના કરી

👉આ ઉપરાંત તેમને 1819 માં કોલકાતામાં 'એકતાવાદી સભાની'સ્થાપના કરી

👉ઇ.સ.1804 માં ફારસી ભાષામાં 'તુહફત-એ-મુઝહિંદન'નામનો ગ્રંથ લખ્યો હતો

👉રાજારામ નું વિધાન" ધર્મશાસ્ત્રોમાં કયાંય પણ સતિપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી "

👉તેમને સમાજસુધારક માટે 1821 માં બંગાળીમાં  (સંવાદકૌમુદી )અને 1822 માં ફારસીમાં  (મિરાત-ઉલ-અખબાર) શરૂ કર્યા

👉કોલકાતામાં 'હિન્દુ કોલેજની સ્થાપના કરી
👉વિજીતકુમાર દતે તેનું લઘુ જીવનચરિત્રમાં લખ્યું છે કે',રાજરામ ચાલીસ કેરીનો નાસ્તો કરતાં તથા 50 લીલા નાળિયેરનું પાણી પી જતાં તોય તરસ્યા રેહતા તેઓ એક ટંકે 12 લિટર દુધ અને 4 કિલો માંસ ખાતા તોય અને આશરે સવા બસો વર્ષ પેહલા 80 વિઘા જમીન હોવા છતાં સમાજસુધારક અને સમાજ સેવાનું કાર્ય કરતાં હતા

👉દિલ્હી મુગલ બાદશાહ  અકબર-2 તેમને 'રાજા 'ની ઉપાધિ આપી હતી

👉મુગલ બાદશાહએ રાજારામને પોતાના જાગીરના કેચ માટે ઇગ્લેન્ડ મોકલ્યા હતાં જયાં બ્રિસ્ટલ ખાતે 1833 માં આ દુનિયા છોડી જતાં રહ્યા

👉બિસ્ટોલ ખાતે રાજારામ મોહનરાયની પ્રતિમા આવેલી છે

☆બ્રાહ્મોસમાજ સંસ્થા ☆
•સ્થાપના :-1828
•સ્થળ :-કોલકાતા
•પત્રિકા :-તત્વબોધીની
•ઉદેશ:-ઉદારતાવાદ અને આધુનિકરણ વાતાવરણનો હતો

👉હિંદમાં ધર્મના જડ અને અંધવિશ્વાસવાળા વિચારો દુર કર્યા

 ✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ

🔹Join our what's up group👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/D5dBOmf2Jt9GJxtOPBSq0n
➖➖➖➖➖➖➖➖➖
🕯️Apexa Gyan🔑🕯️

Monday, March 23, 2020

ગુજરાતમાં 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન! - રાજ્ય મંત્રી મંડળનો નિર્ણય .

ગુજરાતમાં 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન!

- રાજ્ય મંત્રી મંડળનો નિર્ણય

સોર્સ: Sandesh  News and Beyond



લોકડાઉન થાઓ, કોરોના ભગાઓ.

લોકડાઉન થાઓ, કોરોના ભગાઓ. 
                   સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને હાહાકાર ફેલાયેલો છે, ત્યારે  વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસે  સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોને ચપેટમાં લઈ લીધા છે. ત્યારે આપણો ભારત દેશ પણ એમાંથી બાકી નથી. ભારત દેશમાં પણ દિનપ્રતિદિન કોરોના ના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમહામારીને  ફેલાતી અટકાવવા માટે અત્યાર સુધી કોઈ રસી શોધાઈ નથી. સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પણ મહામારીની ચપેટમાં આવી ગઈ છે. લોકો કોરોનાને  લઈને ભયભીત છે, પરંતુ કયાક ગંભીર નથી, એવુ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. 
               કોરોના નામની મહામારીએ જયારે સમગ્ર વિશ્વને પોતાના સકંજામાં લઈ લીધું હોય ત્યારે દેશના નાગરિક તરીકે આપણે આવા સમયે કેટલીક બાબતોમાં જરુરી સતર્કતા દાખવવી એ આપણી પ્રથમ ફરજ છે. કોરોનાને લઈને આપણે ગભરાઇ એના કરતાં સાવચેત, સતર્ક, અને સંયમિત રહીએ એ ખૂબજ આવશ્યક છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ કોરોના સામે લડવા માટે જરુરી તમામ આહવાન કરવામાં આવ્યા છે. પ્રધાનમંંત્રી દ્વારા ૨૨ માર્ચના રોજ જનતા કર્ફ્યુ આપેલ જેનો ખૂબ જ સારો પ્રતિસાદ દેશના નાગરિકોએ આપ્યો, પરંતુ શું એનાથી આ લડાઈ આપણે જીતી લીધી?. ના, આપણે હજી શરુઆત કરી છે, બસ આપણે સમજદારી પૂર્વક સરકાર અને તંત્રના આદેશનું પાલન કરવું જોઈએ. 


               આજે જયારે દેશમાં ૪૦૦ કરતાં વધુ કોરોનાના દર્દીઓ જોવા મળ્યા છે, ત્યારે આ કોરોના વાયરસ સૌથી ઝડપી ફેલાતો રોગ છે. સાથે માનવસમુદાયના સંપર્ક ના લીધે ખૂબજ ઝડપી સંક્રમણ થાય છે. કોરોનાને ફેલાતો રોકવા માટે ભારતીય નાગરિક તરીકે કેટલીક સામાન્ય બાબતોનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ. લોકડાઉન નું સંપૂર્ણ પાલન કરો. લોકડાઉન અર્થાત્ બિનજરૂરી રીતે ધરની બહાર નિકળવું નહિ. આપણે લોકડાઉન રહીશું તો માનવ સમુદાયના સંપર્ક માં આવીશું નહિ અને કરોના વાયરસ નો ચેપ આપણાથી દુર રહેશે, વાયરસની ચેનલ પ્રક્રિયા પર બ્રેક આવશે. આરોગ્ય વિભાગ દ્વારા તથા સરકારશ્રી દ્વારા જાહેર કરેલ એડવાઈઝરી નું સખત પાલન કરવું જોઈએ. આ મહામારીના સમયે નાગરિકે સમજદારી પણ દાખવવી ખૂબજ જરુરી છે. બાળકો અને વૃધ્ધો તથા અશકતોની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય છે, જેથી આવા વ્યકિતઓને બિલકુલ ધરની બહાર ન જવું જોઈએ. આવા વ્યકિત ઝડપી સંક્રમિત થતા હોય છે. નાગરિક તરીકે સ્વચ્છતા જાળવીએ. બિનજરુરી વસ્તુઓને અડકીએ નહિ. કોઈપણ જગ્યાએ અડકયા બાદ હાથ સાબુ વડે બરાબર સાફ કરીએ. ચહેરા પર આપણા હાથ વારંવાર ન અડકાડીએ. અફવાઓને ફેલાવતી અટકાવીએ, માત્ર સરકારશ્રીની સુચના પર જ ધ્યાન આપીએ. સરકારશ્રીના કર્મચારીઓને પુરતો સહયોગ આપવો, એમની સુચનાઓનું પાલન કરીએ. ધંધા અર્થે બહાર ગયેલ લોકો જે-તે જગ્યાએ જ રહેવું જોઈએ, બિનજરુરી મુસાફરી ટાળવી. આ બધી બાબતો પર સંયમિત રીતે પાલન કરવાથી આપણે કોરોના વાયરસની મહામારીને માત આપી શકીએ છીએ. 
                 કોરોના વાયરસથી ડરો નહિ, પણ ગંભીર બની સાવચેતી દાખવવી જોઈએ. આપણા દેશની આબાદી વિશ્વમાં બીજા ક્રમે છે, એ મુજબ આપણે સતર્કતા રાખવાની આવશ્યકતા વધુ છે. આપણી સતર્કતા જ આપણી, આપણા પરિવાર, આપણા સમાજ અને આપણા દેશ કોરોના સામેની સુરક્ષા હશે. તો આવો કેટલાક આવનારા દિવસો સુધી આ મહામારીને હરાવવા માટે આપણે સૌ નાગરિક સતર્કતા રાખી, સરકાર દ્વારા અને તંત્ર દ્વારા અપાતી સુચનાઓ અને માર્ગદર્શનનું પાલન કરી સ્વયંભૂ લોકડાઉન રહીએ અને કોરોનાને હરાવીએ. 




                                           વંશ માલવી. 

Sunday, March 22, 2020

૨૩માર્ચ...શહીદ દિવસ... જાણો આજના દિન વિશેષ વિશે...સંકલન.વશરામ પટેલ.

ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ અને તેમના સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

✍🏻જલિયાવાલાબાગ હત્યાકાંડ
ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો.આ વાતની જાણ થતાં ભગતસિંહ ૧૨ કી.મી પગે ચાલી જલિયાવાલા બાગ પહોચ્યા હતા.

✍🏻અસહકારનું આંદોલન
અસહકાર ચળવળ એ વર્ષો સુધી ચાલી હતી આ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો મહત્વનો તબબ્કો હતો. આ ચળવળ ૧૯૨૦થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી હતી. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી.

✍🏻સાઈમન કમિશનનો બહિષ્કાર
૧૯૨૮માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શન થયા હતા. અને આની અંદર ભાગ લેનાર પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જની અંદર લાલા લજપતરાય ઘાયલ થયા હતા, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી મી.સ્ટોકને મારવાનું કાવતરું ઘડ્યું હતું. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ ના રોજ લગભગ સવા ચાર વાગ્યે એ.એસ.પી. સાંડર્સના આવતાંજ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી.

૨૩ માર્ચ ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા. આના કારણે તેમણે સજા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Monday, March 16, 2020

શૂન્ય પાલનપુરી... વિશેષ જાણકારી... દિન વિશેષ

અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌ જન્મ. ૧૯ ડિસેમ્બર ૧૯૨૨અવસાન - ૧૭ માર્ચ ૧૯૮૭.
જેઓ તેમના ઉપનામ શૂન્ય પાલનપુરીથી વધુ જાણીતા છે ‍ગુજરાતી ભાષાના ગઝલકાર હતા.
તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો.
૧૬ વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી હતી.

૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી 'રુસ્વા'ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઇ જેમણે 'શૂન્ય' ઉપનામ અપાવવાનું સૂચન કર્યું હતું.

તેઓ પાલનપુરની "અમીરબાઈ મિડલ સ્કૂલ"માં શિક્ષક રહ્યા હતા.

તેઓ માર્ચ ૧૭, ૧૯૮૭ના રોજ પાલનપુર ખાતે અવસાન પામ્યા હતા.

✍🏻ગઝલસંગ્રહો .. ✍🏻
શૂન્યનું સર્જન (૧૯૫૨‌‌)
શન્યનું વિસર્જન (૧૯૫૬)
શૂન્યના અવશેષ (૧૯૬૪)
શૂન્યનું સ્મારક (૧૯૭૭)
શૂન્યની સ્મૃતિ (૧૯૮૩)
શૂન્યનો વૈભવ

✍🏻શૂન્ય પાલનપુરીની ગઝલો... ✍🏻



અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી

મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી

તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

-શૂન્ય પાલનપુરી



પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

– શૂન્ય પાલનપુરી




Friday, March 13, 2020

દિન વિશેષ-આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે ચાલો જાણીએ

💥 દિન વિશેષ-આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે..જીતુ સર💥
➖➖➖➖➖➖➖➖➖
➖આલ્બર્ટ આઈન્સ્ટાઈન જર્મન સામ્રાજ્યના વુટ્ટમબર્ગનું કિંગડમમાં ઉલ્મ ખાતે એક જ્યુ - યહુદી પરિવારમાં 14 માર્ચ 1879ના રોજ જન્મ્યા હતા.
➖તેમના પિતા હર્મન આઈન્સ્ટાઈન એક સેલ્સમેન અને એન્જિનિયર હતા. તેમનાં માતાનું નામ પોલીન કોચ હતું.
➖1880માં તેમનો પરિવાર સ્થળાંતર કરી મ્યુનિચ ગયો જ્યાં તેમના પિતા અને તેમના કાકાએ એલ્કટ્રોટેકનીશ ફેબ્રિક જે. આઈન્સ્ટાઈન એન્ડ કુ. નામની કંપની સ્થાપી. આ કંપની ડાયરેક્ટ કરન્ટ પર આધારિત ઈલેક્ટ્રીકલ સાધનો બનાવતી હતી. તેમના કાકા જેકબ હેરમાન નો પણ વિધ્યુત ઉપકરણ નો ધન્ધો હતો.
➖આઈન્સ્ટાઈન પરિવાર યહુદી ધર્મ પાળતો નહોતો, અને આલ્બર્ટે કેથોલિક સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. આઈન્સ્ટાઈનને પ્રારંભમાં ભાષાની મુશ્કેલી પડતી છતાં પ્રાથમિક શાળામાં તેઓ સૌથી હોંશિયાર વિદ્યાર્થી હતા.
➖તેમનો પરિવાર ઈટાલી સ્થળાંતર કરી ગયો તે પહેલાં 1893માં (14 વર્ષની ઉંમરે) આલ્બર્ટ આઈન્સ્ટાઈને પૂરતું શિક્ષણ લઈ લીધું હતું. આઈન્સ્ટાઈન પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને નાનકડું હોકાયંત્ર બતાવ્યું હતું. આઈન્સ્ટાઈનને સમજાયું કે અગાઉ જેને ખાલી હોવાનું માનતા તે ખાલી જગ્યામાં કંઈક તો હશે, ત્યાં હલનચલન કરતો કાંટો હતો અને પાછળથી તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે એ અનુભવે તેમના મનમાં "ઊંડી અને કાયમી છાપ" છોડી હતી.તેમની માતાના આગ્રહથી તેમણે છ વર્ષની ઉંમરે વાયોલિન શીખવાનું શરુ કર્યું, અને તેમને નહિ ગમતું હોવા છતાં અને શીખવાનું છોડી દીધું હોવા છતાં પાછળથી તેમને વોલ્ફગેન્ગ એમેન્ડયુસ મોઝાર્ટ વાયોલિન સોનાટામાં ખૂબ આનંદ આવતો.
➖ થોડા મોટા થયા પછી આઈન્સ્ટાઈને મોડલ શારીરિક તથા યાંત્રિક સાધનો બનાવવાનું શરુ કર્યું અને ગણિતમાં તેમની પ્રતિભા સ્પષ્ટ દેખાવા લાગી
 ➖ઈ.સ.૧૮૮૬માં આઈન્સ્ટાઈને સ્વિસ મેતુરામાં ફિઝિકસ અને ગણિતની પરીક્ષાઓ સારા માર્કસ સાથે પાસ કરી અને ઝુરિક પોલિટેકનિકમાં ફિઝિકસ ટીચિંગ ડિપ્લોમામાં દાખલ થયા તેમના પત્ની મિલેવા મેટિક પણ તેમની સાથે જ અભ્યાસમાં જોડાયેલા ગણિત શાસ્ત્રમાં રેકોર્ડ સારો ન હોવાથી આઈન્સ્ટાઈનને પ્રોફે
➖અહીં કામ ઓછું હોવાથી ફાજલ સમયમાં સંશોધનો શરૂ કર્યા. તેમને માત્ર કાગળ અને પેન્સિલની જ જરૂર હતી.
➖ઈ.સ.૧૯૦૫માં સાપેક્ષવાદની થિયરી રજૂ કરી વિજ્ઞાાન જગતને હચમચાવી નાંખ્યું.તે સમયે આઈન્સ્ટાઈને પોતાના થોડા મિત્રો સાથે મળી ‘ધ ઓલોમ્પિક્સ એકેડેમી’ નામની મંડળી બનાવેલી તેઓ નિયમિત મળતા અને ચર્ચા કરતા.
➖ઈ.સ.૧૯૦૦માં તેમણે એક પ્રતિષ્ઠિત વિજ્ઞાાન મેગેઝિનમાં નિબંધ લખ્યો અને ખ્યાતિ મેળવી. તેમને ઝુરિચ યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી પણ આપી. ૨૬ વર્ષની ઉંમરે તેઓ વિશ્વના અગ્રણી વિજ્ઞાાની બની ગયા
➖ઈ.સ.૧૯૧૯માં બ્રિટિશ મેગેઝિન ધ ટાઇમ્સ તેમના યોગદાનને વિજ્ઞાાન જગતમાં ક્રાંતિકારી ગણાવ્યું ઈ.સ.
➖૧૯૨૧માં તેમને ફિઝિકસનું નોબેલ ઈનામ એનાયત થયું.
➖ઈ.સ.૧૯૫૫માં એપ્રિલ માસની ૧૭ તારીખે તેમનું અવસાન થયું હતું.
➖પ્રિન્સટન હોસ્પિટલના મુખ્ય સર્જને તેમના પરિવારની સંમતિ લઈને વધુ સંશોધનો કરવા આઈન્સ્ટાઈનનું મગજ કાઢી લીધું હતું.
➖17 એપ્રિલ, 1955ના રોજ કિડનીમાં રુધિરનું વહન કરતી નસ ફાટી જવાથી આઇન્સ્ટાઇનને શરીરનાં અંદરના ભાગમાં રક્તસ્ત્રાવ (aortic aneurysm) શરુ થઇ ગયો હતો, જો કે આ રોગની અગાઉ સારવાર પણ કરાઇ હતી પરંતુ તે ફરીથી વકર્યો હતો અને 76 વર્ષ ની ઉંમરે પ્રિન્સટન હોસ્પિટલ માં દેહ ત્યાગ કર્યો
 ➖આઈન્સ્ટાઈને 300 કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો  તથા 150 કરતાં વધુ વિજ્ઞાન સિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા.
➖ 1999માં"ટાઈમ" (Time) સામયિકે તેમને "પર્સન ઑફ ધ સેન્ચ્યુરી (Person of the Century)" જાહેર કર્યા હતા.
➖ અત્યંત વિશાળ અર્થ અને સંદર્ભમાં "આઈન્સ્ટાઈન" નામ જીનિયસ (genius)નું સમાનાર્થી થઈ ગયું છે.
✍🏻 

Sunday, November 17, 2019

આત્મહત્યાની સમસ્યાનું નિવારણ ગિજુભાઈ બધેકાની શિક્ષણપ્રણાલી થકી શકય છે



આત્મહત્યાની સમસ્યાનું નિવારણ ગિજુભાઈ બધેકાની શિક્ષણપ્રણાલી થકી શકય છે.                           
     "મા-બાપ થવું આકરું છે. "- ગિજુભાઈ બધેકા  
                  
         
        

  વર્તમાન સમયમાં રોજેરોજ આત્મહત્યાના સમાચારોનું પ્રમાણ વધી રહ્યું છે. આત્મહત્યાનો શિકાર બાળકોથી લઈ વૃધ્ધો સુધી થઈ રહ્યા છે. બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ થવા પાછળ માતા-પિતા, વાલીની વધુ પડતી અપેક્ષાઓ અને લાદેલી શિસ્ત. કયાંક આજનું બાળક માતાપિતા કે વાલીના ઉંચા સ્વપ્નો વચ્ચે ગુંગળાઇને આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે, પરંતુ આત્મહત્યાએ કોઈ બાબતનું સમાધાન નહિ સમસ્યા છે. વર્તમાન શિક્ષણ પધ્ધતિમાં પરિવર્તન કરી શકાય તો આવી ધટના પર ચોકકસ રોક આવી શકે. 
                 ગિજુભાઈ બધેકાની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ગિજુભાઈ બઘેકાના વિચાર આધારિત શિક્ષણ સપ્તાહ જયારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે ચોકકસ કહી શકાય કે આજની અકડતા વચ્ચે ગિજુભાઈ બધેકા દ્વારા અપનાવેલ શિક્ષણ પધ્ધતિઓ જો અમલ કરીએ તો આત્મહત્યાની સમસ્યાનું નિવારણ કરી શકાય એમ છે. ગિજુભાઈ બધેકા એટલે બાળકનો આત્મા કહી તો અતિશયોક્તિ નથી. ગિજુભાઈ બધેકા હંમેશા બાળકોની ઈચ્છાને માન આપતા, બાળકોને ગમતું કરવાનો પ્રયાસ કરતા. તેઓ બાળકો પર પોતાના વિચારો થોપવાના બદલે બાળકોના વિચારો જાણી સમજી કામ કરતા. 
              ગિજુભાઈ બધેકાના જીવનમાં શિક્ષક તરીકેના પ્રથમ દિવસનો પ્રસંગ. ગિજુભાઈ બધેકા પ્રથમ દિવસે ધોરણ ચારમાં પોતાના શિક્ષણ કાર્યની શરુઆત રમત દ્વારા કરે છે. પ્રથમ દિવસે બધા જ બાળકો વર્ગમાં તોફાન કરે છે, ઘમાચકડી મચાવે છે, વાતાવરણ શોરબકોરથી ગજવી નાંખે છે. આજુબાજુના વર્ગને પણ ખલેલ પહોંચાડે છે. આ બધી અશાંતિ જોઈ બાળકોની ભણવાની અનિચ્છા જોઈ ગિજુભાઈ બધેકા બાળકોને ધરે જવાની રજા આપીદે  છે. બાળકો રાજીરાજી થાયછે, આચાર્ય ગિજુભાઈને ઠપકો આપે છે. બીજા દિવસે પણ બાળકો ગિજુભાઈ પાસે રજાની માંગણી કરે છે, પરંતુ ગિજુભાઈ કહે છ કે પહેલા હું તમને એક વાર્તા કહીશ તે આપ સાંભળશો પછી હું તમને રજા આપીશ. ગિજુભાઈ બાળકોને રોજ વાર્તા કહેતા બાળકો ને રસ પડતા તેઓ ધીમે ધીમે શાંત થઈને બેસી જતા. પછીતો તેઓ ગિજુભાઈ ની રાહ જોતા. શાળા છુટે પણ ધેર જવાનું નામ ન લેતા. 

              ગિજુભાઈ બધેકાએ "દિવાસ્વપ્ન" પુસ્તકમાં પોતાના અનુભવોનું આલેખન કર્યું છે. જે આજની શિક્ષણ પ્રણાલીમાં સમસ્યાના નિવારણ માટે કારગર સાબિત થાય એવા છે. ગિજુભાઈ એ માત્ર બાળક અને શિક્ષક પુરતી જ વાતો નથી આલેખી, પરંતુ માતા-પિતા બાળક સાથે કેમ રહેવું એના વિશે પણ ધણીબધી બાબતો પર ધ્યાન આપ્યું છે. તેઓએ વાલીપણાના શિક્ષણ વિશે વાતો કરી છે. જે આજે દરેક વાલીઓેએ સમજવા જેવી બાબત છે. તેઓએ' મા-બાપ થવું આકરું છે. ' એમાં બાળકેળવણીમાં માતા-પિતા ની ભુમિકા વિશે જોરદાર વાતો પણ કરી છે. આજે દરેક માબાપને ગિજુભાઈ બધેકાના પુસ્તકો વાંચવા અને સમજવા જોઈએ. આજે દરેક માતા-પિતા ત્રણ વર્ષના બાળક પાસે જુનિયર કે. જી. થીજ વધુ પડતી અપેક્ષાઓ રાખતા થઈ બાળકના બાળપણ ને છિનવી નાંખે છે. બાળકનું ભોળું બાળપણ છિનવી બોજરુપી જંજીરથી જકડી રહ્યા છીએ, ત્યારે જીવનઘડતર ની ખરી કેળવણીથી બાળક વંચિત રહી જાય છે. જેના ગિજુભાઈ વિરોધી હતા. 
                   ગિજુભાઈ બધેકા હંમેશા ભાર વિનાના ભણતરના હિમાયતી રહ્યા છે. બાળક સ્વતંત્ર રીતે જાતે, સહઅધ્યાયી, ઈન્દ્રિયો અનુભવ દ્વારા, રમતા રમતા, વાર્ત, બાળગીત દ્વારા ગાતાં ગાતાં શીખે એ બાબતોના અમલી કરતા અને પ્રેરણારુપ રહ્યા છે. ગિજુભાઈ બધેકાએ ૨૦૦થી વધુ પુસ્તકો લખ્યા છે, જે માત્ર બાળક અને શિક્ષક જ નહિ પણ માતા પિતા માટે પણ પ્રેરણારુપ છે. ગિજુભાઈ બધેકાની શિક્ષણપ્રણાલી જો માતા-પિતા અને શિક્ષકો દ્વારા અમલ કરવામાં આવેતો આવનાર પેઢી તણાવમુક્ત, નિડર, સર્જનશીલ, ધીરજવાન જોવા મળે. આવી આપધાત જેવી ધટનાઓ પર ચોકકસ બ્રેક લાગી શકે. 
            અંતે ગિજુભાઈ બધેકાના શબ્દોમાં... "જેઓ ચોપડી જ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે તેઓ મહેતાજી થશે અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તેઓ કેળવણીકાર થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્રિતીય અને મહાન ગ્રંથ છે. "
           
                                          "વંશ" માલવી.

Sunday, October 13, 2019

સ્ત્રી પોતે એક શકિતનો સાગર છે. "વંશ" માલવી

સ્ત્રી પોતે એક શકિતનો સાગર છે.
                                              "વંશ" માલવી
      ભારતીય સંસ્કૃતિમાં નારી એટલે શકિતનું રૂપ. નારીની પૂજા કરવામાં આવે છે. સ્ત્રીને શકિતરૂપેણ સંસ્થિતા કહેવામાં આવે છે. તેને પોતાની ગરિમા અને પ્રતિષ્ઠા હોય છે. જે સમાજ કે રાષ્ટ્રમાં નારીનું સન્માન થાય છે તે સમાજ કે રાષ્ટ્રમાં સુખ શાંતિ રહે છે. કોઈ એક ચિંતકે સાચી જ વાત કહી છે " કોઈપણ સમાજમાં મહિલાનું સ્થાન શું છે તે જો મને કહેતો તે સમાજ કેવો છે તે હું નક્કી કહીશ. "

૨૧મી સદીમાં મહિલાઓના ઉત્કર્ષ, શિક્ષણ, સશકતીકરણ, સ્વાવલંબન, સ્વરક્ષા બાબતે સરકાર જયારે પ્રયત્નશીલ છે, ત્યારે મહિલાઓ પણ પાછળ નથી. આવી જ એક બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામની દિકરી પ્રિતી પટેલ ની વાત જે સ્વરક્ષા અને સ્વાવલંબન માટે મહિલાઓ ને તાલીમ આપે છે. પ્રિતી પટેલ પોતે એક રાજસ્થાન સરહદથી નજીક આવેલ જાડી ગામના મૂળ વતની છે. તેઓનો અભ્યાસ ગાંધીનગર મુકામે પૂર્ણ કરેલ. તેમના પિતાજીના નાના દિકરી એટલે પ્રિતી. જેઓ એક ખેડૂત પુત્રી છે. મહેનત એ એમને ગળથૂથીમાં મળેલ સોગાત છે. તેઓ આજના સમયમાં મહિલાઓને અનેક સમસ્યા થકી સ્વરક્ષણ બાબતે કેમ જાગૃત થવું અને પોતે નારી તરીકે સ્વાવલંબન પૂર્વક કેવી રીતે જાતે પોતાની જાતને સુરક્ષિત રાખી શકે એના માટેની તાલીમ રાજયભરમાં અનેક જિલ્લાની દિકરીઓને આપી રહ્યા છે. આ માટે તેઓએ સૌપ્રથમ પોતે કરાટેની તાલીમ લીધી ત્યારબાદ સતત ૧૧ વર્ષ થી અન્ય દિકરીઓને તાલીમ આપી રહ્યા છે. તેઓ અત્યાર સુધી સવા લાખથી વધુ દિકરીઓને તાલીમ આપી ચૂકયા છે. આ કાર્ય બદલ તેઓને અનેક સન્માન પત્રો, એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.
          નવાઈની વાત તો એ છે કે આ દિકરી ભલે ગામડાની હોય પરંતુ પ્રિતી પટેલ પૂર્વ મંત્રી ગુજરાત સરકાર હરજીવનભાઈ પટેલની સુપુત્રી છે. એક મંત્રીની દિકરી જયારે રાષ્ટ્રમાં નારી શક્તિ માટે સતત કાર્યશીલ હોય ત્યારે અનેરી પ્રેરણા આપતી હોય. સમાજમાં જયારે આપણે ડોકિયું કરીએ તો આવી કેટલીય નારી રત્નો આપણને મળી રહે એમ છે.
        સ્ત્રીઓને સ્વરક્ષા માટે પ્રિતી પટેલ દ્વારા ૨૦૦૮માં એમ્પાવરમેન્ટ એકેડમી નામની સંસ્થા સ્થાપી. જે ગામડે ગામડે, શાળાઓમાં, વિવિધ સંસ્થાઓમાં ગુજરાત રાજયની વિવિધ જિલ્લામાં સવા લાખ જેટલી દિકરીઓને તાલીમ આપીને જ્ઞાન પિરસવાનું કાર્ય કર્યું છે. આ સરાહનીય કાર્ય માટે પ્રીતિ પટેલ ને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત મળી અને તેઓના કાર્ય માટે શુભેચ્છાઓ સહ અભિનંદન આપ્યા. આ સિવાય આ કાર્ય માટે તેઓને નીચે મુજબના સન્માન પ્રાપ્ત થયા છે.

વર્ષ ૨૦૧૪માં માન. મંત્રી રમણભાઈ વોરા દ્વારા સન્માન.
૨૬ જાન્યુઆરી ૨૦૧૬ના બનાસકાંઠા જિલ્લાના જિલ્લાકક્ષાએ દવજવંદન કાર્યક્રમમાં સન્માન.
૧૫મી ઓગસ્ટ ૨૦૧૭માં અમદાવાદ જિલ્લામાં જિલ્લાકક્ષાએ દવજવંદન કાર્યક્રમમાં સન્માન.
વર્ષ ૨૦૧૭માં માન. મંત્રી. જયંતીભાઈ કાવડીયા દ્વારા સન્માન.
વર્ષ ૨૦૧૮માં માન. મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા સન્માન.
૮ માર્ચ ૨૦૧૯ના રોજ મહિલા દિને એબીવીપી દ્વારા સન્માન. આવા અનેક સન્માનો અને પ્રમાણપત્રો પ્રિતી પટેલ ને પ્રાપ્ત થયા છે. સમાજસેવા થકી દિકરીએ તેઓના માતા- પિતા, ગામ, જિલ્લા તથા સમાજનું નામ રોશન કર્યું છે... અંતે કહીશ કે...
" નારી ને નવ નીંદયે, નારી રતનની ખાણ;
   નારી થકી નર નીપજયા, ધ્રુવ-પ્રહલાદ સમાન. "



                                                          વંશ માલવી. 

Friday, September 27, 2019

શહીદ વીર ભગતસિંહ વિશે જાણો

બાળપણ:-
         ભગતસિંહ નો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ લયાલપુર જિલ્લાના બંગામાં થયો હતો.વ્યવસાયે તેઓ જાટ ખેડૂત હતા.ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું.ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું. ત્યારબાદ તેઓ લાહોરની ડી.એ.વી હાઈસ્કૂલમાં ભણ્યા હતા.અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિધ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો.
યુવાવસ્થા:-

           ભગતસિંહ શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા પણ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો હતો. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી. તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસીયેશનના સભ્ય બન્યા અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા. ઇ.સ. ૧૯૨૫ માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી જેથી તેમને સુખદેવ, યશપાલ, ભગવતીચરણ , ચંદ્રશેખર આઝાદ, જતિન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો. તેઓ જતિન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા અને ૧૯૨૬ માં દશેરાના દિવસે એક બોમ્બ ફેકયો જેમાં તેમની ધરપકડ કરવામાં આવી પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા. ભગતસિંહ માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘની તથા અન્ય મોટી ક્રાંતિઓ વિષે ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેઓ તેમના સાથીઓને પણ વાંચન માટે આગ્રહ કરતાં હતા.

તેમના પિતા કિશનસિંહ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું છે તે વાત જાણી તેઓ લાહોરથી નાસી છૂટ્યો હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જઈ રહ્યા. થોડા સમય બાદ કાનપુર ગયા અને ત્યાં ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામના સામયિકમાં લેખો લખી ગુજરાન ચલાવ્યું.

જલિયાંવાલા હત્યાકાંડ:-

ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. આ વાતની જાણ થતાં ભગતસિંહ ૧૨ કી.મી પગે ચાલી જલિયાવાલા બાગ પહોચ્યા હતા.



શહીદી:-
૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા. આના કારણે તેમણે સજા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા ‘ઇંકલાબ જિંદાબાદ’ની વીર ગર્જનાઓ કરી હતી.

નોંધ.    આ લખાણ વિકિપીડિયાના સંદર્ભ માંથી લીધેલ છે. 

Sunday, September 15, 2019

ધાનેરા તાલુકા કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન થાવર અનુપમ પે સે શાળામાં યોજાયું.

 ધાનેરા તાલુકા કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન થાવર અનુપમ પે સે શાળામાં યોજાયું. 

        જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બ. કાં. આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેકનોલોજી" વિષય પર થાવર અનુપમ શાળા ખાતે યોજાયું. 
 આ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માં તાલુકાના ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ બ. કાં. ના ચેરમેન શ્રીમતિ લક્ષ્મીબેન કરેણ, વસંતભાઈ પુરોહિત, જગદીશભાઈ પટેલ, પ્રાગજીભાઈ, જેસુંગભાઈ હડિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એન. ગુર્જર સાહેબ, જિલ્લા તથા તાલુકા મંડળી ચેરમેન, ગામના ડેપ્યુટી સરપંચ, તમામ સીઆરસી કો ઓ., પે. કે. આચાર્ય શ્રી તમામ, તથા દાતાશ્રી ઓ ઉપસ્થિત રહ્યા. 

લક્ષ્મીબેન કરેણ ચેરમેનશ્રી જિલ્લા શિક્ષણ સમિતી બ કાં. ના હસ્તે વિધિવત રીતે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું. તમામ મહેમાન દ્વારા બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 
તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માં કુલ ૬૭ કૃતિઓ એ ભાગ લીધો હતો. તમામ બાળવૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માં મોટામેડા, ધરણોધર, ભીલવાસ, થાવર તથા અન્ય શાળાના બાળકો દ્વારા નીહાળી હતી. કુલ ૧૨૦૦ વ્યકિતઓએ ભોજન પ્રસાદ લીધો હતો. 
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બી. આર. સી. ઈશ્વર ભાઈ, સી. આર. સી. થાવર વશરામભાઇ પટેલ, પે. કે. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ દ્વારા કરવામાં આવ્યું.